- વેડચ અને પાંચકડા ગામનો પરિવાર ભરૂચ શુકલતીર્થ ખાતે મેળામાં જતી વેળાએ નડ્યો અકસ્માત
- બે મહિલા, બે બાળકો અને બે પુરૂષના મોત; 4 ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા, જંબુસર-આમોદ રોડ પરની ઘટના
ભરૂચના જંબુસર-આમોદ રોડના વળાંક પર ઉભેલી ટ્રક સાથે વેડચ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે ભરૂચ શુકલતીર્થ ખાતે ચાલી રહેલો મેળો મહાલવા ઇકો કારમાં જતી વેળાએ ગમખ્વાર અકસ્માત સર્જાયે હતો, જેમાં 6 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જેમાં મૃતકોમાં બે મહિલા, બે બાળકો અને બે પુરુષ સામેલ છે. અન્ય 4 લોકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જંબુસર પોલીસ સ્થળ પર પહોંચી હતી.જયારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જબુંસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળાઓ ઉમટી પડ્યા છે.જબુંસર પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે.વધુ વિગત મુજબ ભરૂચ જિલ્લાના જબુંસર તાલુકાના વેડચ અને પાંચકડા ગામના સગા સંબંધીઓ સાથે ઇકો કાર લઈને ભરૂચ શુકલતીર્થ ખાતે ચાલી રહેલો મેળો મહાલવા જતા સમયે મંગણાદ નજીક હાઈવે પર ઉભેલી ટ્રક સાથે પાછળ ધડાકા ભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતના ઇકોમાં બેઠેલા લોકોની ચીસોથી આસપાસના લોકો દોડી આવ્યા હતા.અકસ્માત એટલો ભયાનક હતો કે,કારમાં સવાર 10 લોકોમાંથી અકસ્માતાં સપનાબેન જયદેવ ગોહિલ, જયદેવ ગોવિંદભાઇ ગોહિલ કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ, હંસાબેન અરવિંદ જાદવ, સંધ્યાબેન અરવિંદ જાદવ,વિવેક કુમાર ગણપતે જીવ ગુમાવ્યો છે. જ્યારે નીધીબેન ગણપત, મિતલબેન ગણપત, ગણપતભાઇ રમેશભાઈ, અરવિંદભાઈ રવજીભાઈ સહિત ઈજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે જબુંસર રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. વધુ સારવાર અર્થે ઇજા પામનાર નીધીબેન ગણપત, મિતલબેન ગણપત, ગણપતભાઇ રમેશભાઈ, અરવિંદભાઈ રયજીભાઈ સહિત ચારેય ઈજાગ્રસ્તોને વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા છે.ઘટનાને પગલે જબુંસર રેફરલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
પોલીસે મૃતકોનું પીએમ કરાવી મૃતદેહ પરિવારજનો સોપ્યો હતો. આ તકે ભયંકર રોડ અકસ્માતની જાણ થતાં જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને રાજકીય અને સામાજિક આગેવાનો હોસ્પિટલે દોડી ગયા અને મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી હતી.અકસ્માતની જાણ થતાં જ જબુંસર પીઆઈ એ.વી. પાનમિયા તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી રાહત કામગીરી હાથ ધરી હતી. પોલીસે ક્રિષ્ના હોટલના વળાંક પર મીઠું ભરેલા ટ્રકના ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.