- 3 આરોપીઓની રેલવે સ્ટેશન પરથી કરાઈ ધરપકડ
- 2 આરોપીઓ સગીર હોવાનું આવ્યું સામે
- યુવકને ગળા, છાતી અને ડાબા કાનના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરાઈ હત્યા
- હુમલાખોરો મૃતકના મિત્રો હોવાનું આવ્યું સામે
સુરતના કતારગામમાં આવેલ પારસ સોસાયટી-2 માં 20 દિવસ પહેલાં જ રહેવા આવેલાં યુવકની ત્રણ શખ્સોએ ચપ્પુના ઘા મારી હત્યા નીપજાવી હતી. હત્યા બાદ આરોપીઓ ટ્રેનમાં બેસી ભાગી રહ્યા હતા ત્યારે જ ક્રાઈમ બાન્ય અને ચોકબજાર પોલીસની ટીમે રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશનથી દબોચી લીધા હતા. મરનાર સુજલ 8 ઓક્ટોબરે કતારગામ પોલીસના હાથે મોબાઇલ સ્નેચિંગના ગુનામાં ઝડપાયો હતો અને થોડાંક દિવસ પહેલાં જ જામીન પર મુક્ત થયો હતો. ત્રણ પૈકી એક આરોપી આર્યન દરજી ઉપરાંત બે આરોપીઓ સગીર હોવાનું બહાર આવ્યું છે.
સુરતના કતારગામ પારસ સોસાયટી-2માં 20 દિવસ પહેલાં જ રહેવા આવેલાં યુવકને ત્રણ શખ્સોએ ચપ્પુના ઘા મારી રહેંસી નાંખ્યો હતો. આરોપીઓ ટ્રેનમાં બેસી ભાગી રહ્યા હતા ત્યારે જ કાઈમ બાન્ય અને ચોકબજાર પોલીસની ટીમે રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશનથી દબોચી લીધા હતા. મરનાર સુજલ આઠમી ઓક્ટોબરે કતારગામ પોલીસના હાથે મોબાઇલ સ્નેચિંગના ગુનામાં ઝડપાયો હતો અને થોડાંક દિવસ પહેલાં જ જામીન પર મુક્ત થયો હતો. ત્રણ પૈકી બે આરોપીઓ સગીર હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે બપોરે સવા બે વાગ્યાના અરસામાં ઘટના પ્રકાશમાં આવી હતી. પારસ નગર-2માં ત્રણ માળના મકાનના ભોંયતળિયે લોબીમાં એક યુવકને ગળા, છાતી અને ડાબા કાનના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવાઈ હતી.ઘટનાને પગલે ચોક બજાર પોલીસ ઇન્સપેક્ટર વી.વી. વાગડીયા તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં દોડી આવી હતી. મૃતક સુજલ અશોક વાટકીયા (મૂળ રહે,બોટાદ) 20 દિવસ પહેલાં જ અહીં ભાડેથી રહેવા આવ્યો હતો. પોલીસે સીસીટીવી ચેક કરતાં તેની ઉપર હુમલો કરતાં ત્રણ શખ્સો દેખાઈ આવ્યા હતા.હુમલાખોરો તેના જ મિત્રો હોવાનું અને પહેલાં બહાર બોલાવી તેની સાથે મારઝુડ કરતાં સીસીટીવીમાં દેખાઈ આવતાં ક્રાઈમ બ્રાન્ચ, ચોકબજારની પોલીસે ટીમ બનાવી હતી. આરોપી ટ્રેનમાં બેસીને ભાગ્યા હોવાની બહાર આવેલી વિગતોને પગલે રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશને ઝડપી લીધા હતા.ઝડપાયેલાઓમાં આર્યન દરજી ઉપરાંત બે સગીરનો સમાવેશ થાય છે.