- વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડાયો
- ડમ્પર ચાલકની કરાઈ અટકાયત
- ડમ્પરને કબ્જે કરાયું
- અકસ્માતને પગલે ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ
સુરતમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે નોંધાતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માત અને તેના હચમચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે. શહેરના પાલ વિસ્તારમાં બેફામ દોડી રહેલા ડમ્પર ચાલકે સાયકલ લઈને ટ્યુશન જતા 13 વર્ષના વિદ્યાર્થી વેદાંતને અડફેટે લીધો હતો. ત્યારબાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. જ્યારે વિદ્યાર્થીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ડમ્પર ચાલક સહીત ડમ્પર કબ્જે કરવામાં આવ્યા છે. તેમજ ભારે વાહનો દ્વારા થતા અકસ્માતને પગલે ચેકિંગની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે અને ત્રણ જેટલા ડમ્પરોને ડીટેઇન પણ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, જીગ્નેશ માથોળીયા પરિવાર સાથે રહે છે. કંસ્ટ્રકશન કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે અને સંતાનમાં એક દીકરો નામે વેદાંત ઉ.વ. 13 છે. જે ગૌરવપથ રોડ ખાતે આવેલ એલ.પી.સવાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં ધોરણ-8માં અભ્યાસ કરે છે. વેદાંત ઘરેથી તેની સાઈકલ લઈ ગૌરવપથ રોડ બેલેજીયમ હબ ખાતે પ્રિન્સ એકેડમી ખાતે ટ્યુશન જવા નીકળ્યો હતો.
વેદાંત બપોરના સવા ત્રણેક વાગ્યાના અરસામાં પાલ ગૌરવપથ રોડ એપેક્ષ હોસ્પીટલ ચાર રસ્તા પાસે પહોંચ્યો હતો. તે વખતે એક ડમ્પર ટ્રક (GJ -21-W-2747)ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી હંકારી વેદાંતની સાઈકલ સાથે એકસીડન્ટ કરી ભાગી ગયો હતો. વેદાંતને જમણા પગના જાંઘના ભાગે ઈજા, કપાળના ભાગે ઘસરકાની ઈજા થતાખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જમણા પગના જાંઘના ભાગે ફેકચર થયું હતું.
આ અકસ્માત CCTVમાં કેદ થઈ ગયો છે. જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સિગ્નલ બંધ થઈ ગયું હોવા છતાં પણ દમ પર ચાલક પુરપાટ ઝડપે આવે છે. દરમિયાન વેદાંત જે સિગ્નલ પર ઊભો હોય છે તે ખોલી ગયો હોવાથી તે સાયકલ લઈને પસાર થવાનો પ્રયાસ કરે છે ત્યારે ડમ્પર ચાલક આવીને તેને ફૂટબોલની જેમ ફગાવી દે છે. આમ હમ લે પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગણતરીના કલાકોમાં જ પાલ પોલીસ દ્વારા ડમ્પરના ચાલકને ઝડપી પાડવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ડમ્પરચાલકો બેફામ બનીને ફરી રહ્યા છે. આગળ પણ ડમ્પર ચાલકોએ અકસ્માત કરતા ઘણા લોકોએ રોક પણ બનવું પડ્યું છે. ત્યારે પાલ વિસ્તારમાં ડમ્પર ચાલકે વિદ્યાર્થીને લીધો હતો જોકે તેને ગંભીર ઇજાવત થઈ હતી. જેથી રામ રાખે તેને કોણ ચાખે તેઓ આ કિસ્સો બની ગયો છે. કે. એલ. ગાધે, પીઆઈ, પાલ પોલીસ કે. એલ. ગાધે (પીઆઈ, પાલ પોલીસ)એ જણાવ્યું હતું કે આ અકસ્માત મામલે ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે અને ડમ્પરને કબજે કરી લેવામાં આવ્યું છે.
આ સાથે જ ડમ્પરના ચાલકની પણ અટકાયત કરી લેવામાં આવી છે અને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે ભારે વાહનો દ્વારા થતા અકસ્માતને પગલે ચેકિંગની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને ત્રણ જેટલા ડમ્પરોને ડીટેઇન પણ કરવામાં આવ્યા છે. સીસીટીવી આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે અને સિગ્નલ બંધ હતું કે ચાલુ તે અંગે પણ તપાસ કરવામાં આવશે.