- સૌરાષ્ટ્ર યુનીવર્સીટીએ વિરોધ બાદ Ph.d ની ફીમાં કર્યો ઘટાડો
- 500 માંથી 1500 ફી કરાતા નોંધાયો હતો વિરોધ
- હાલ ફી 800 રૂપિયા કરાઈ
- ફીમાં ઘટાડો થતાં વિદ્યાર્થીઓને રાહત થઈ
Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ વર્ષે Ph.D.રજીસ્ટ્રેશન ફીમાં 300% નો વધારો કર્યો હતો. તેમજ સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા, નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) અને બાદમા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કરવામા આવેલા વિરોધને પગલે હવે યુનિવર્સિટીના કુલપતિ ઝૂક્યા હતા અને Ph.D. રજીસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવાની ફરજ પડી હતી. તેમજ ફીમાં વધારો કરીને રૂ. 500થી રૂ. 1500 કરવામાં આવી હતી, જે ઘટાડી હવે રૂ. 800 કરવામા આવ્યા તેથી વિદ્યાર્થીઓને ફીના વધુ પડતા બોજમાંથી મુક્તિ મળી છે.
ફીમાં ઘટાડો કરવામાં આવ્યો
મળતી માહિતી મુજબ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D. રજીસ્ટ્રેશન ફીમાં 300 %નો વધારો કરી નાખવામાં આવ્યો હતો. એટલે કે ગયા વર્ષે જે વિષયોમાં Ph.d. પ્રવેશ પરીક્ષા લેવામાં આવી, તેમાં ફી રૂ. 500 હતી, તો આ વર્ષે 26 વિષયો કે જેમાં Ph.D. પ્રવેશ પરીક્ષા લેવામાં આવી નથી. તેમાં રૂ. 1500 લેવાનુ તો જે 3 વિષયોમાં જ્યા પરીક્ષા લેવામાં આવશે. તેમાં ફી રૂ. 2000 કરી નાખવામાં આવી હતી. B ગ્રેડ ધરાવતી આ યુનિવર્સિટીમાં Ph.D. કરવું મોંઘુ બનતા વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા જોવા મળી હતી.
ફીમાં ઘટાડો થતાં વિદ્યાર્થીઓને રાહત થઈ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા Ph.D. રજીસ્ટ્રેશન ફીમાં વધારો કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેથી, યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી હતી અને ફી ઘટાડો કરવા માટે કહ્યું હતું. આ દરમિયાન તરત જ ફીમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે, જે અંગેનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવશે. ફીમાં ઘટાડો થતાં વિદ્યાર્થીઓને રાહત થઈ છે.
તેમજ અત્યાર સુધીમાં 190થી વધુ NET પાસ વિદ્યાર્થીઓએ Ph.D. કરવા માટે રજીસ્ટ્રેશન ફી ભરી ફોર્મ ભર્યું છે. જોકે, રજીસ્ટ્રેશન ફી રૂ. 500થી વધારી રૂ. 1500 કરી નાખવામાં આવી હતી. ફીમાં એકસાથે 300 %નો વધારો થતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો.