- જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા
- વર્લ્ડ ડાયાબિટીસ ડે તેમજ બાળ દિન નિમિત્તે ટાઈપ વન બાળકોને ડાયાબિટીસ કીટ ભેટ અપાય
જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશન ટાઈપ વન ડાયાબિટીસ ધરાવતા માસુમ બાળકોને સેવા સમર્પિત સંસ્થા છે છેલ્લા 21 વર્ષથી આ અભિનવ પ્રકારની સેવા કરતી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ એક માત્ર સંસ્થા છે સંસ્થા દ્વારા 14 નવેમ્બરના રોજ વર્લ્ડ ડાયાબિટી ડે તેમજ બાળ દિનના અનુસંધાને પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે જાગૃતિથી સશક્તિકરણ એવરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિમાં રમેશભાઈ ટીલાળા ગોવિંદભાઈ પટેલ બિલ્ડર ડેકોરા ગ્રુપ જમનભાઈ પટેલ જાણીતા ઉદ્યોગપતિ અને અગ્રણીએ દાતા ફાલ્કન ગ્રુપના કમલ નયન ભાઈ સોજીત્રા તેમજ મેયર નયનાબેન પેઢડીયા દેવાંગભાઈ દેસાઈ તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર તેમજ રાજવી મહારાજ માધાતા સિંહ ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી પૂર્વ સાંસદ રામજીભાઈ રામાણી તેમજ સાંસદ રમાબેન માવાણી, અમદાવાદના ખ્યાતનામ ડાયાબીટાલોજીટ ,ડોક્ટર સંજીવ ફાટક, ડો બંસી સાબુ તેમજ ડિરેક્ટર ફેમિલી વેલ્ફેર ગુજરાત રાજ્યના ડોક્ટર નયનભાઈ જાની કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર કિંજલ ભટ્ટ,આર્ટ ઓફ લિવિંગના સિનિયર ટીચર દીપકભાઈ પંજાબી તેમજ બિલ્ડર્સ ધીરુભાઈ રોકડ, પ્રભાતભાઈ સિંધવ, હેમત ભાઈ પટેલ તેમજ મુરલીધર ગ્રુપના વીરાભાઇ હુબલ સહિતના અનેક મહાનુભાવો જેડી બાળકોને પ્રોત્સાહક પૂરું પાડ્યું હતું
જુવેનાઈલ ડાયાબિટીસ સંસ્થા દ્વારા નિરંતર ચાલતા સેવા યજ્ઞમાં બાળકો ની લાઈફલાઈન અને સેવા માટે સદાય તત્પર રહેતા સૌરાષ્ટ્ર કચ્છના ખ્યાતનામ એન્ડોક્રાઇનોલોજીસ્ટ ડો. નિલેશ દેત્રોજા ડો. પંકજ પટેલ ,હર્ષ દુર્ગૈયા ,ડો.સાગર બરાસરા ડો.કૌશલ શેઠ અને ડો. તપન તારીખ ડો.ચેતન દવે અને ડો.ઝલક શાહ ઉપાધ્યાય એ આ કાર્યક્રમમાં ટાઈપ વન બાળકોને જાગૃતિથી જ સશક્તિકરણ માટેની માહિતી પૂરી પાડી હતી અને બાળકોમાં એક નવી ઉર્જા પુરી પાડી હતી અને જણાવ્યું હતું કે જાતે જ એવરનેસ લાવશો તો તમે તમારી ઉણપને જ તમારી તાકાત બનાવી શકશો
આ ઉપરાંત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રમેશભાઈ ટીલાળા ગોવિંદભાઈ પટેલ નયનાબેન પેઢડીયા , જાણીતા ઉદ્યોગપતિ કમલનયન સોજીત્રા, પૂર્વ પૂર્વસાંસદ રામજીભાઈ માવાણી પૂર્વ સાંસદ રમાબેન માવાણી સહિતના અગ્રણીઓનું ફૂલ અને બુક થી ટાઈપ વન બાળકોએ સ્વાગત કર્યું હતું
જીનલ ડાયાબિટીસ સંસ્થા દ્વારા નિરંતર ચાલતા સેવાયજ્ઞ ના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમમાં તમામ બાળકોને અંદાજિત 2500 રૂપિયાની ડાયાબિટીસ કીટ ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં દિપક પંજાબી એ ટાઈપ વન બાળકોને દરરોજ યોગા કરી અને નવી એનર્જી પૂરી પાડી શકો તેવી તાલીમ પણ આપવામાં આવી હતી
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટી અપૂલભાઈ દોશી, અનીશભાઈ શાહ ,રોહિતભાઈ કાનાબાર, હરિકૃષ્ણ ભાઈ પંડ્યા, અમિતભાઈ દોશી ,અજયભાઈ લાખાણી, મિતેશભાઈ ગણાત્રા જેહમત ઉઠાવી હતી તેમજ તેમના માર્ગદર્શન હેઠળ જેડીએફની સર્વ ટીમને કાર્યકમ કાર્યક્રમમાં કટિબંધ રહ્યા હતા.
રેગ્યુલર 30થી 40 મિનિટ એક્સરસાઇઝ કરવી જરૂરી: ડો પંકજ પટેલ
અબતક ની સાથે વાતચીત દરમિયાન મિ પંકજ પટેલ એ જણાવ્યું હતું કે,ભવિષ્યમાં પ્રોબ્લેમ્સ ના થાય એમના માટે એવરનેસ અને એજ્યુકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાથમિક માહિતી આપી તો ટાઈપ વન ડાયાબિટીસ કે જે નાની ઉંમરથી જોવા મળતું હોય છે શરીરમાં જે સ્વાદુપિંડ નામની ગ્રંથિ આવેલી હોય છે જે અમુક કારણોસર ઇન્સ્યુલીન બનાવવાનું બંધ કરી દે છે જેને કારણે બાળકોમાં સુગરનું લેવલ વધે એટલે તેમને ડાયાબિટીસ કહેવામાં આવે છે. મોટી ઉંમરે થતો ડાયાબિટીસ એટલે કે ટાઈપ ટુ ડાયાબિટીસ ટેબલેટ કે જે આપણે બધા જાણીએ છીએ કે ડાયાબિટીસ કંટ્રોલ માટે લેતા હોઈએ છીએ. ટાઈપ વન ડાયાબિટીસ એટલે કે જે બાળકોમાં થતો હોય છે તેમાં આપણે ઇન્સ્યુલિન જ આપવું પડે ગોળી કે એવું કંઈ ના આપી શકીએ. ઇન્સ્યોરન્સ ઇન્જેક્શન છે જે દિવસમાં ત્રણથી ચાર વખત બાળકને આપવામાં આવે છે જેમનાથી સુગરનું કંટ્રોલ રહે. આ ઉપરાંત ઇન્સ્યોરન્સ લેવાની સાથે સુગરનું મોનિટરિંગ કરવું. ગ્લુકોમીટર થી લાંબા ગાળે ભવિષ્યમાં પ્રોબ્લેમ ન થાય તે ચેક કરતો રહેવું. ડાયાબિટીસમાં ભવિષ્યમાં પ્રોબ્લેમ નથી તે માટે લેબોરેટરી ટેસ્ટ કરાવવું. આંખના પડદાની તપાસ હૃદયની તપાસ વગરના રિપોર્ટ કરાવવા જોઈએ. આ ઉપરાંત સુગર કંટ્રોલ માટે રેગ્યુલર તપાસ અને ફિટનેસ મેન્ટેન માટે રેગ્યુલર એક્સરસાઇઝ 30 થી 40 મિનિટ કરવી ખૂબ જ જરૂરી છે.
ટાઈપ વ વન ડાયાબિટીસ માટેનું રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવા મારું સપનું જલ્દી સાકાર થશે અપુલભાઈ દોશી
આ કાર્યક્રમમાં અપુલભાઈ દોશી એ મહેમાનોનું સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું અપુલભાઈ દોશી એ જણાવ્યું હતું કે આજે આ કાર્યક્રમમાં રાજવી માંધાતા સાહેબ હાજરી આપી એ એક ગૌરવની વાત કહેવાય તેમણે ટાઈપ વન બાળકોના દુ:ખમાં ભાગીદાર થયા છે તેમને પોતાની માર્ગદર્શનથી એક નવી ઉજાસ ભરી છે ટાઈપ વન ડાયાબિટીસ ના બાળકો એ મારા માટે એક મારું પરિવાર છે અને હું સતત તેમના જીવન સ્વાસ્થ્ય મળી રહે તે માટે ભગવાનને પ્રાર્થના કરવું છું જ્યારે મારા દીકરા ઋત્વિકને ચાર વર્ષની ઉંમરમાં જ ટાઈપ વન ડાયાબિટીસ આવ્યું હતું ત્યારે અમારી પર એક પહાડ તૂટી પડ્યો હતો ત્યારે મને વિચાર આવ્યો કે મારા જેવા કેટલા મા-બાપ હશે જે આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતા હશે મારા એ જ વિચારે જુવેનાઇલ ડાયાબિટીસનું બીજ રોપ્યું જીડીએફ ની સ્થાપના કરવામાં આવી પાંચ બાળકોથી સંસ્થા શરૂ કરવામાં આવી મારે ભારે હદય કેવું પડે છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યારે બે 2050 કરતા પણ વધારે બાળકો નોંધાયા છે આ સંસ્થા તમામ બાળકો માટે અમે વિવિધ કાર્યક્રમ આયોજિત કરતા હોઈએ છીએ એજ્યુકેશનલ પ્રોગ્રામ, મોટીવેશનલ પ્રોગ્રામ વર્ષના અંતે મેગા ચેકઅપ કેમ્પનું આયોજન કરીએ છીએ સમાજ શ્રેષ્ઠિઓના આર્થિક સહયોગ થી અમે આજે 650 થી વધુ બાળકોને નિશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવે છે ડોક્ટરો દ્વારા તપાસ તેમજ મેડિકલ રિપોર્ટ, ઇન્સ્યુલિન, ટ્રીપ્સ નીડલ, સિરીઝ, ગ્લુકોમીટર, વગેરે સંપૂર્ણપણે નિશુલ્ક આપવામાં આવે છે તેમજ જરૂરિયાત મંદ બાળકોને 40 થી 50% ના રાહત દરથી જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવે છે તેમજ અમારી સંસ્થા દ્વારા 70 બાળકોને અમે લગ્ન સંબંધે ઉપયોગી થયા છે એ વાત મારા માટે ગર્વની વાત કહેવાય ડાયાબિટીસને દુ:ખને બદલે અને ખુશીથી સ્વીકારવાનું તેમના માતા પિતાને અમે માર્ગદર્શન આપીએ છીએ અમે એક નિર્ધાર કરેલો છે કે રાજકોટમાં એક ટાઈપ વન ડાયાબિટીસ માટેનું રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવી આવી ઉમદા પ્રયાસની નોંધ ગુજરાત સરકારે પણ લીધી છે