- વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર મહાનુભાવોનું વિશેષ સન્માન સાથે ડી.એચ. ગ્રાઉન્ડ સુપ્રસિઘ્ધ બોલીવુડ સિંગર અમાન મલિક અને નિકીતા ગાંધી પ્રસ્તુત ભવ્ય બોલીવુડ મ્યુઝિકલ નાઇટમાં યુવાધન હિલોલે ચડશે
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનજયમીન ઠાકર, ઈ.ચા. કમિશનર પ્રભવ જોશી,શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે,રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાની 51-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપેઆવતીકાલ રાત્રે 8:30 કલાકેડી.એચ.કોલેજ ગ્રાઉન્ડ, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી પ્રસ્તુ:ત ભવ્ય બોલિવૂડ મ્યુઝિકલ નાઈટકાર્યક્રમનું આયોજન કરેલ છે.
વિશેષમાં, વિવિધ ક્ષેત્રમાં મહત્વરપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિલત ‘મેયર એવોર્ડ’ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે તેમજ રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે.આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય સામાજિક અગ્રણી શ્રી મૌલેશભાઈ ઉકાણી(બાન લેબ્સ)ના વરદ હસ્તે કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રામભાઇ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખમુકેશભાઇ દોશી, ધારાસભ્ય્ ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યીક્ષ ડો. ભરતભાઇ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય,ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઈ.ચા.મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશી,શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકા અધિકારીઓ-કર્મચારીઓ, સંગઠનના હોદેદારો, પ્રેસ-મિડિયાના પ્રતિનિધિઓ તેમજ શહેરની સંગીત પ્રિય જનતાઉપસ્થિત રહેશે.
- આ કાર્યક્રમમાં એન્ટ્રી તથા પાર્કિંગની વ્યવસ્થા
- વી.વી.આઈ.પી. એન્ટ્રી પાસ(ગુલાબી કલર પાસ)-હેમુ ગઢવી હોલ સામેથી એન્ટ્રી તેમજ પાર્કિંગ વ્યવસ્થા એન.સી.સી.ગ્રાઉન્ડ પાસે રહેશે.
- વી.આઈ.પી. એન્ટ્રી પાસ(બ્લુ કલર પાસ)-કોટક સાયન્સ કોલેજ ગેઇટ, ડો.યાજ્ઞિક રોડથી એન્ટ્રી તેમજ પાર્કિંગ વ્યવસ્થા કોટક સાયન્સ કોલેજ કેમ્પસ, ડી.એચ.કોલેજ કેમ્પસતથા સબ રજીસ્ટ્રારકચેરી પાસે રહેશે.
- જનરલ એન્ટ્રી(એન્ટ્રી માટે પાસની જરૂરીયાત નથી)-હોમી દસ્તુર માર્ગથી એન્ટ્રી તેમજ પાર્કિંગ વ્યવસ્થા હોમી દસ્તુર માર્ગ તથા એ.વી.પી.ટી.ગ્રાઉન્ડ તથા ડી.એચ.કોલેજ કેમ્પસમાં રહેશે.
નિકિતા ગાંધીના પ્રસિધ્ધ ગીતો
નિકિતા ગાંધી એક ભારતીય પ્લેબેક સિંગર છે, જે મુખ્યત્વે તમિલ, હિન્દી, તેલુગુ, બંગાળી અને કન્નડ ફિલ્મોમાં ગાવા માટે જાણીતી છે. નિકિતા ચાર અલગ-અલગ ભાષાઓમાં ભારતીય ફિલ્મોમાં ઘણી સારી છે. તેણે ફિલ્મ રાબતાનું ગીત “રાબતા” ગાયું છે, જેના માટે તેને ચાહકો તરફથી ઘણી પ્રશંસા મળી છે. જગ્ગા જાસૂસ ફિલ્મમાં, નિકિતાએ અરિજીત સિંહ સાથે તેનું ગીત “ઉલ્લુ કા પટ્ટા” ગાયું હતું જે હિટ બન્યું હતું. તેણે સચિન:અ બિલિયન ડ્રીમ્સ, શેફ, જબ હેરી મેટ સેજલ અને ઇત્તેફાક જેવી ફિલ્મો માટે ગીતો પણ ગાયા છે. તેણીએ કોકપિટ માટે આતિફ અસલમ સાથે બંગાળી ગીત “મેથે આલો” પણ ગાયું છે, તેના ગીતો “આઓ કભી હવેલી પે” અને “પોસ્ટર લગવા દો” પણ લોકપ્રિય થયા હતા.
- – તેરે પ્યાર મેં…… – રાબતા……..
- – ક્વાફિરાના….. – જુગનું………..
અમાલ મલિકના સુુપ્રસિધ્ધ ગીતો
અમાલ મલિક ભારતના પ્રસિદ્ધ સિંગર અને પ્લેબેક સિંગર છે. જેમણે બોલિવૂડ ઇન્ડ.માં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરેલ છે. અમાલ મલિકનો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરમાં 19મી જૂન 1990ના રોજ થયેલ છે. અમાલ એક સંગીત પરિવારમાંથી આવે છે. અમાલ મલિક સંગીત નિર્દેશક સરદાર મલિકના પૌત્ર છે અને ડબુ મલિકના પુત્ર છે, સંગીતકાર અનુ મલિકના ભત્રીજા છે અને સિંગર અરમાન મલિકના ભાઈ છે.
અમાલ મલિકએ પોતાના કરિયરની શરૂઆત 2014માં હિન્દી ફિલ્મ ખૂબસુરતના ગીત નૈના થી કરેલ હતી. અમાલ મલિકને તેમના કામ બદલ અનેક એવોર્ડ્સ પણ મળેલ છે. જેમાં, ફિલ્મફેર એવોર્ડ, ઝી સીને એવોર્ડ અનેમિર્ચી મ્યુઝિક એવોર્ડછે.
- – જબ તક તુજે પ્યાર સે………
- – મેં હૂં હીરોતેરા……….
- – સોચ ના શકે……….
- – બોલ દો ના જરા દિલ મેં જો હે છૂપા…
- – કોન તુજ્હે યૂં પ્યાર કરેગા………….
- – મેં રહું યા ના રહું તુ મુજમે કહી બાકી રહેના…