- કોંગ્રેસના કાર્યકરો આંદોલનની છાવણીમાં પહોંચ્યા
- યોગ્ય ન્યાય મળે તે માટે કરાઈ માંગ
- સોમનાથ ટ્રસ્ટ દ્વારા વહીવટી પ્રક્રિયા કરવામાં ન આવી હોવાનું જણાવ્યું
- નોટીસ આપ્યા વગર ગૌશાળા પાડી નાખી હોવાના આક્ષેપો કરાયા
સોમનાથમાં આગામી 21, 22 અને 23 તારીખે ત્રણ દિવસ યોજાનાર સરકારની ચિંતન શિબિરની તૈયારી ચાલે છે. તો બીજી તરફ ગૌશાળા અને રામદેવપીર મંદિર બાબતે કોળી સમાજ અને સોમનાથના ધારાસભ્યો ઉનાના પૂર્વ ધારાસભ્યો કોંગ્રેસ ના આગેવાનો વગેરે વિરોધ કરી રહ્યા છે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા પ્રભાસ પાટણમાં આવેલ ગૌશાળા માંથી કેટલીક ગાયોને અન્યત્ર મહાજન પાંજરાપોળમાં શિફ્ટ કરાય હોય. અને આ ગૌશાળા નું ડિમોલેશન કરવાનું હોય તે બાબતે ગૌશાળા સંચાલકોને સૂચનાઓ પણ અપાય હતી. ત્યારબાદ મામલો બગડતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો પુંજા વંશ, બાબુ વાજા તેમજ ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત અનેક કાર્યકરો આંદોલનની છાવણીમાં પહોંચ્યા હતા. જો યોગ્ય ન્યાય નહિ મળે તો આગામી સમય ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, પ્રભાસ પાટણ સોમનાથ માં ગૌશાળા ડિમોલેશન હટાવવા બાબતે વહીવટી તંત્રની સ્થિતિ “સાપે છછુંદર ગળ્યા જેવી” બની છે. કારણ કે આગામી 21 22 અને 23 તારીખે ત્રણ દિવસ સોમનાથમાં યોજાનાર સરકારની ચિંતન શિબિરની તળા માર તૈયારી ચાલે છે. તો બીજી તરફ ગૌશાળા અને રામદેવપીર મંદિર બાબતે કોળી સમાજ અને સોમાથ નાધારાસભ્યો ઉનાના પૂર્વ ધારાસભ્યો કોંગ્રેસના આગેવાનો વગેરે ગૌશાળા બાબતે લડી લેવાના મૂડમાં છે. વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા પ્રભાસ પાટણ માં આવેલ ગૌશાળામાંથી કેટલીક ગાયોને અન્યત્ર મહાજન પાંજરાપોળમાં શિફ્ટ કરાય હોય. અને આ ગૌશાળા નું ડિમોલેશન કરવાનું હોય તે બાબતે ગઈકાલે ગૌશાળા સંચાલકોને સૂચનાઓ અપાય હતી.
ત્યારબાદ મામલો બગડતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો પુંજા વંશ, બાબુ વાજા તેમજ ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત અનેક કાર્યકરો આંદોલનની છાવણીમાં પહોંચ્યા હતા. અને તેઓ એ જણાવ્યું હતું કે 1981માં મોરારજી દેસાઈ સોમનાથ ટ્રસ્ટમાં હતા ત્યારે આ જગ્યા કોળી સમાજને આપવાનો ઠરાવ કરાયેલ હતો. જો સત્વરે ન્યાય નહીં મળે તો આજે અમે જુનાગઢ અને ગીર સોમનાથ ના આગેવાનો જ એકત્ર થયા છે. પરંતુ હવે રાજ્યભરના કોળી સમાજના આગેવા નો ને બોલાવી અને પ્રભાસ પાટણ માં સંમેલન કરીશું. અને ન્યાય માટે લડત કરીશું ગૌશાળા બાબતે આંદોલન છેડાયું છે ત્યારે સોમનાથ મંદીર નજીક આવેલ ગૌશાળામાં આજે કોળી સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો પહોંચ્યા હતા અને ભારે માત્રામાં ભાઈઓ બહેનો પણ જોડાયા હતા અને રામધૂન શરૂ કરી અને ન્યાય મેળવવા માટે સૌ તંત્રને અનુરોધ કરી રહ્યા છે તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર પણ ચિંતિત બને તે સ્વાભાવિક છે. કારણ કે એક તરફ ગૌશાળાનો વીવાદ વકરી રહ્યો છે. તો બીજી તરફ આગામી તા. 21, 22 અને 23 ત્રણ દિવસની રાજ્ય સરકારની ચિંતન શિબિર પણ પ્રભાસ પાટણ સોમનાથ માં થવા જઈ રહી છે. ત્યારે તંત્ર એક તરફ તૈયારીમાં વ્યસ્ત છે. ત્યારે બીજા તરફ ગૌશાળા બાબતે વિવાદ પણ વધી રહ્યો છે