આહવા ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલ “જનજાતિય ગૌરવ દિવસ” કાર્યક્રમમાં વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા લખાયેલ ‘Modi with Tribals’ પુસ્તકનુ વિમોચન કરાયું. ‘Modi with Tribals’ પુસ્તકમા વર્ણવાયેલી છે નરેન્દ્ર મોદીના નેતૃત્વમા થયેલા આદિવાસી સશક્તિકરણ અને પરિવર્તનની કથા – તારીખ 15મી નવેમ્બરના રોજ આહવા ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમા યોજાયેલ “જનજાતિય ગૌરવ દિવસ” કાર્યક્રમમા વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા લખાયેલા ‘Modi with Tribals’ પુસ્તકનુ વિમોચન કરાયુ હતુ.
ભારત જેવા વૈવિધ્યસભર અને ગતિશીલ રાષ્ટ્રમા, તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના હૃદયના ધબકારા તેના આદિવાસી સમુદાયોમા સૌથી વધુ પડઘાયા છે. આ સમુદાયો, તેમની વિશિષ્ટ પરંપરાઓ, ભાષાઓ અને જીવનશૈલી સાથે, ભારતની વૈવિધ્યસભર ઓળખની ભાવનાને મૂર્તિમંત કરે છે. આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સામે ‘Modi with Tribals’ પુસ્તક માત્ર પહેલ અને સિદ્ધિઓના સંચય તરીકે નહીં, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમા સશક્તિકરણ, સમાવેશીતા અને પરિવર્તનની કરુણ કથા તરીકે ઉભરી આવે છે.
‘Modi with Tribals’ વાચકોને પરિવર્તનાત્મક પહેલ પર ધ્યાન આપવા આમંત્રિત કરે છે. જેણે ભારતના આદિવાસી સમુદાયોના જીવન પર અવિશ્વસનીય અસર છોડી છે. જનજાતિ ગૌરવ દિવસથી માંડીને આદિવાસીઓ માટે શિક્ષણ, વીજળી, રસ્તા, આરોગ્ય સંભાળ, પોષણ અને ટેલિકોમ્યુનિકેશન કનેક્ટિવિટી સાથે રોજગારની તકો પ્રદાન કરવા માટે, PM જનમન સુધી, દરેક પ્રકરણ આશાવાદ, પ્રગતિ અને સર્વસમાવેશક વિકાસની વાર્તા વર્ણવે છે. પરિવર્તનની દીવાદાંડી તરીકે આ પુસ્તક વાચકને દરેક આદિવાસી વ્યક્તિના ઉત્થાન માટે સતત પ્રતિબદ્ધતા અને સહયોગની પ્રેરણા આપી ક્રિયાશીલ રહેવા માટે સંકેત આપે છે. અંગ્રેજી ભાષામા લખાયેલા આ પુસ્તકમા ૩૪ પ્રકરણો છે. ૧૫૮ પાનાના આ પુસ્તકની પ્રસ્તાવના સામાજિક કાર્યકર એવા પદ્મશ્રી રમિલા ગામીતે લખી છે. જ્યારે JAI3E Studio Private limted-Noida એ આ પુસ્તક પબ્લિશ કર્યું છે.