- મોડીરાત્રિએ ઓખાની બોટ પર પાક. મરીને ફાયરિંગ કરતાં ડૂબી બોટ
- ભારતીય કોસ્ટ ગાર્ડે દ્વારા માછીમારોનો કરાયો બચાવ
ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન જાણે સુધરવાનું નામ જ નથી લઈ રહ્યો. ત્યારે રવિવારે મોડી રાત્રે પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે માછીમારોની બોટ ડૂબી ગઈ હતી. જોકે, સદનસીબે માછીમારોનો બચાવ થયો હતો, પરંતુ માછીમારની બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. આ સમગ્ર ઘટનામાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોનો બચાવ કરવામાં આવ્યો હતો.
કોસ્ટગાર્ડે માછીમારોનો કર્યો બચાવ
અનુસાર માહિતી મુજબ, રવિવારે અરબી સમુદ્રમાં IMBL નજીક ફાયરિંગની ઘટના બની હતી. ત્યારે તેમાં ભારતીય માછીમારોની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરાવામાં આવ્યું હતું. જોકે, પાકિસ્તાન તરફથી ફાયરિંગ થતાં જ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી અને માછીમારોનો આબાદ બચાવ કર્યો હતો. આ સમગ્ર ફાયરિંગની ઘટનામાં માછીમારોની બોટમાં નુકસાન થતાં તે પાણીમાં ડૂબી ગઈ હતી. તે દરમિયાન નોંધનીય છે કે, સમગ્ર ઘટના દરમિયાન કોઈ જાનહાનિ નોંધાય નથી.
ગુજરાતના માછીમારોમાં ભયનો માહોલ
ત્યારપછી, બપોર બાદ કોસ્ટગાર્ડની ટીમ માછીમારોને ઓખા બંદરે લઈને આવશે તેવું જાણવા મળી રહ્યું છે. આ દરમિયાન ભારતીય જળ સીમા નજીક પાક મરીન દ્વારા ફાયરિંગની ઘટના બનતા ગુજરાતના માછીમારોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
માછીમારોમાં ભય ફેલાયો
આ ઘટના ક્યા સમયે બની છે તેની ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. જો કે કહેવાય છે કે ઘટના મોડી રાતે બની હતી. અને ભારતીય કોસ્ટ ગાર્ડે જે માછીમારોને બચાવ્યા છે, તેમને બપોર બાદ ઓખા બંદરે લાવવામાં આવશે. તેમજ હાલ આ ફાયરિંગની ઘટનાથી માછીમારોમાં ભય ફેલાયો છે.