- બનાવને લઇ રહસ્ય અકબંધ: ઘટનાને લઇ તરેહ-તરેહની ચર્ચાએ જોર પકડ્યું
- જમવા બાબતે માથાકુટ થઇ હતી, સંબંધ હોવાથી મામલો ઘરમેળે ઉકેલી દેવાનો: સન્ની પાજી
- હાથમાં ઇજા પહોંચી અને અમદાવાદ ખસેડાયાની સોશ્યલ મિડીયામાં વાયરલ થતા ઘટનાને અફવા ગણાવતા ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા
શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્ર્વર નજીક “સન્ની પાજી દા ઢાબા” ખાતે નજીવી બાબતે ગ્રાહક સાથે સંચાલકને માથાકુટ થતા છરીઓ ઉડીઓ છે. આ ઘટનાને પગલે સોશ્યલ મિડીયામાં રાજકોટના ડેપ્યૂટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઇ સહિત ત્રણને ઇજા પહોંચી હતી. જેમાં નરેન્દ્રસિંહ જાડેજાને હાથમાં ઇજા પહોંચી હોવાથી અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યાની ચર્ચા હોવાની તરેહ-તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે.
બનાવને લઇ રહસ્ય અંકબંધ છે. નરેન્દ્રસિંહ જાડેજાએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં આ બનાવમાં ડેપ્યૂટી મેયર ઉપર હુમલાના સમાચાર ખોટા છે. આ માત્ર અફવા છે. જેના ઉપર કોઇએ ધ્યાન દેવું નહીં. આ બનાવમાં સન્નીને પણ માર પડ્યો હોવાની અફવા ગણાવતો સન્ની પાજીએ જણાવ્યું કે જમવા બાબતે માથાકુટ થઇ છે. બંને વચ્ચે સંબંધ હોવાથી મામલો ઘરમેળે ઉકેલી દેવાનો હોય ફરિયાદ નોંધાવા અનિચ્છા દર્શાવી છે. પોલીસ ચોંપડે કોઇ નોંધ કે ફરિયાદ નોંધાય નથી. હાલ “સન્ની પાજી દા ઢાબા” ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
વધુ વિગત મુજબ રાજકોટ શહેરમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાથી ગુનાખોરીનો આંક શેરબજારના સેન્સેક્સ ગ્રાફની જેમ ઉંચો જઇ રહ્યો છે. તેમજ શહેરમાં છાશવારે નજીવી બાબતે બનતા હુમલાથી પોલીસ માટે પડકાર છે. શહેરના સર્વેશ્ર્વર ચોકમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવા જેવી બાબતે હોટલ સંચાલકે યુવાન પર કાર ચડાવી હત્યા નિપજાવ્યાની શાહી સુકાઇ નથી ત્યાં શહેરના જામનગર રોડ પર આવેલી “સન્ની પાજી દા ઢાબા” ખાતે ગત મોડી રાત્રે ગ્રાહક સાથે સંચાલક સન્ની પાજીને કોઇ મુદ્ે માથાકુટ થઇ હતી. તે મુદ્ે બંને વચ્ચે ઉગ્રસ્વરૂપ ધારણ કરતા છરીઓ ઉડી હતી. આ ઘટનાને લઇ તરેહ-તરેહની ચર્ચાઓ જાગી હતી. બનાવને લઇ રહસ્ય અંકબંધ છે. પરંતુ સોશ્યલ મિડીયામાં રાજકોટ મહાપાલિકાના ડેપ્યૂટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઇ રવિરાજસિંહ સહિત ત્રણ લોકો ઘવાયાના સમાચાર વાયરલ થયા હતા અને ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજાને અમદાવાદ ખાતેની હોસ્પિટલ ખાતે હાથની સર્જરી કર્યાની ઘટના સામે આવી હતી.
ડેપ્યૂટી મેયર અને તેમના ભાઇ ઉપર હુમલાના વાયુવેગે સમાચાર સોશ્યલ મિડીયામાં ચાલી રહ્યા છે. આ બાબતને ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ હુમલાના સમાચારને ખોટા છે. આ માત્ર અફવા છે. જેના ઉપર કોઇએ ધ્યાન દેવું નહીં. તેવી પોસ્ટ મુકી છે.
જ્યારે સન્ની પાજીએ પણ જણાવ્યું હતું કે જમવા બાબતે માથાકુટ થઇ હતી અને બંને પક્ષે સંબંધ હોવાથી મામલો ઘરમેળે ઉકેલી દેવાનો હોય ફરિયાદ કરવાનો કોઇ સવાલ નથી. પોલીસ બોલાવ્યો હોવાથી ત્યાં ગયો છું.
કોઇ અનિચ્છનીય બનાવ ન બંને તે માટે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફ દ્વારા સન્ની પાજી દા ઢાબા ખાતે ચુસ્ત બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. ઘીના ઠામમાં ઘી પાડી દેવાનો મધ્યસ્થી દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.