મેમરી ચીપની ડિમાંડનો મળ્યો લાભ: કર્મચારીઓને બોનસ પણ તગડું
નાણાંકીય વર્ષ ૨૦૧૭ના ઓકટોબર-ડિસેમ્બર કવાર્ટરમાં દુનિયાની સૌથી મોટી સ્માર્ટ ફોન્સ મેન્યુફેકચરર્સ કંપની સેમસંગ ઈલેકટ્રોનિકસનો નફો ૬૪ ટકા વધીને રૂ. ૯૧,૫૬૦ કરોડ (૧૪૧૦ કરોડ ડોલર) થયો છે.
ગયા વર્ષે કંપનીનો નફો ૯૨૦ કરોડ ડોલર હતો. સેમીક્ધડકટર બિઝનેસમાં વૃધ્ધિથી ચોથા કવાર્યરમાં કંપનીને રેકોર્ડ પ્રોફીટ થયો છે.
જોકે, કંપનીનાં રીઝલ્ટે એકસપર્ટસની આશા પર પાણી ફરી વળ્યું છે. એકસપર્ટસે ૧૬.૨ ટ્રિલિયન વોનનો ઓપરેટિંગ પ્રોફિટ થવાનું અનુમાન રાખ્યુંં હતુ. નોમુરાનું માનવું છે કે સેમસંગ કર્મચારીઓના બોનસ પર ૬૫.૫ કરોડ ડોલર ૭૦ અબજ વોન ખર્ચ કરશે.