- રાજકોટ રમતાં-રમતાં 4 વર્ષના બાળકે નાકમાં મોતી નાખી દેતાં રૂંધાવા લાગ્યો શ્વાસ
- ડોક્ટરે માત્ર 13 સેકન્ડમાં મોતી બહાર કાઢતાં બચ્યો જીવ
Rajkot : 4 વર્ષનું બાળક મો*તના મુખમાં જતા બચી ગયું હતું. જેમાં તબીબ દ્વારા ગણતરીની સેકેન્ડોમાં સારવાર કરી દેવામાં આવતા બાળકનો જીવ બચ્યો હતો.
રાજકોટમાં 4 વર્ષના બાળક સાથે આજે ગંભીર ઘટના ઘટી હતી. જેમાં રમત રમતી વખતે મોતી બાળકના નાકમાં સરી ગયું હતું. તેના કારણે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. ત્યારે આ સમગ્ર ઘટનામાં બાળકને તુરંત ડોક્ટર પાસે લઇ જવામાં આવતા ડોક્ટરે ગણતરીની સેકન્ડોમાં મોતીને નાકમાંથી સલામત રીતે બહાર કાઢ્યું હતું.
આ દરમિયાન ડોક્ટર દ્વારા તુરંત કેમેરાની મદદથી નાકમાં સરી ગયેલો મોતી કાઢી નાખવામાં આવ્યો હતો. તેમજ મોતીને સરળતાથી બાળકને તકલીફ ન પડે તે રીતે કાઢી લેવામાં આવ્યું હતું અને હાલ બાળકની સ્થિતી સારી હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.
શહેરના ધ્રુવ સોલંકી નામના બાળકે રમતમાં ને રમતમાં મોતી નાકમાં નાખી દીધું હતું. ત્યારે આ ઘટનાને લઇ અન્ય માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો હતો. તેમાં બાળકોની આસપાસ નાની વસ્તુઓ ન મૂકવી અને રમત રમતા બાળકનું ચોકસાઇપૂર્વક ધ્યાન રાખવા જણાવ્યું હતું.