- સોમનાથ નજીક વેણેશ્વર રોડ પર ડીમોલેશન મામલે કરાયો વિરોધ
- જગ્યા સોમનાથ ટ્રસ્ટે કોળી સમાજને આપેલ હોવાનો દાવો
- ટ્રસ્ટે કોઇપણ જાતની જાણ વગર જગ્યા ખાલી કરાવા માટે તંત્ર ની મદદ લીધી હોવાના આક્ષેપો
- કોળીસમાજ , ધારાસભ્ય સહીત અન્ય સમાજ ના આગેવાનો ઘટનાસ્થળે પહોચ્યા
Gir Somnath : સોમનાથ મંદીર નજીક વેણેશ્વર રોડ પર આવેલ કોળીસમાજ ની જગ્યામા ગૌશાળા સહીત ધાર્મીક મંદીરો ને હટાવવાની કામગીરીથી કોળીસમાજ મા ભારે રોષ જોવા મળ્યો હતો. જેમાં તે જગ્યા પર પાલીકાતંત્ર દ્રારા પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલેશન કરવાની કામગીરી હાથ ધરી અને ગૌશાળામા રહેલ ગાયોને પણ ખસેડવાની કામગીરી હાથ ધરાઇ હતી. તેમજ આ જગ્યા ખાલી કરવા માટે સૂચના આપતા મામલો ઉગ્ર બનતા આ જગ્યા પર કોળીસમાજનુ આંદોલન ચાલી રહ્યું છે. આ સાથે બનાવની જાણ થતાં ધારાસભ્ય સહીત અન્ય સમાજના આગેવાનો ઘટનાસ્થળે પહોચ્યા હતા. સાથે જ આ જગ્યા જો ખાલી કરાવે તો વૈકલ્પીક જગ્યા આપવાની લેખિતમાં બાહેધરી આપવાની માંગ પણ કરવામાં આવી રહી છે.
અનુસાર માહિતી મુજબ, ગીરસોમનાથ જીલ્લામા ડીમોલેશન ચાલી રહેલ છે, ત્યારે ગઇકાલે પ્રભાસ પાટણમા વેણેશ્વર રોડ પર આવેલ કોળીસમાજની જગ્યામા ગૌશાળા આવેલ છે. તે જગ્યા પર પાલીકાતંત્ર દ્રારા પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલેશન કરવાની કામગીરી હાથ ધરી અને ગૌશાળામા રહેલ ગાયોને પણ ખસેડવાની કામગીરી હાથ ધરાઇ હતી.
તેમજ આ જગ્યા ખાલી કરવા માટે સૂચના આપતા મામલો ઉગ્ર બન્યો છે. ત્યારે ગઈ કાલથી આ જગ્યા પર કોળીસમાજનુ આંદોલન ચાલી રહેલ છે. આ દરમિયાન સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ તાત્કાલિક આ જગ્યા પર પહોચી ગયા હતા અને આજરોજ સવારથી જ બહોળી સંખ્યામા કોળીસમાજના ભાઇઓ તથા બહેનો, આગેવાનો તેમજ સોમપુરા બ્રહ્મ સમાજના પ્રમુખ સહીત અન્ય સ્થાનિક આગેવાનો પણ બહોળી સંખ્યામા પહોચ્યા છે અને આ જગ્યા સોમનાથ ટ્રસ્ટ દ્રારા કોળીસમાજને આપેલી છે તો શા માટે ખાલી કરવાની ફરજ પડે છે તેમજ આ જગ્યા જો ખાલી કરાવે તો વૈકલ્પીક જગ્યા લેખિતમા બાહેધરી સાથે ફાળવે તેવી માંગ સાથે આગેવાનો આંદોલન કરી રહ્યા છે .
અહેવાલ : અતુલ કોટેચા