- દેવભૂમિ દેવળીયા ગામે 2 કરોડના ખર્ચે તૈયાર થયેલ એપ્રોચ રોડનું કાર્ય કરાયું શરૂ
- એપ્રોચ રોડનો કૌશિક વેકરીયા એ કરાવ્યો શુભારંભ
- ગામ માટે વિકાસ કર્યો માટે મહેનત કરતા નાથાલાલ સુખડીયાની મહેનત રંગ લાવી
Amreli : દેવભૂમિ દેવળીયાથી અમરેલી રોડને જોડતો સાડા ત્રણ કિલોમીટર રસ્તો ડબલ પટ્ટીમાં બે કરોડના ખર્ચે બનતો રોડ ગામ માટે સતત કાર્યશીલ નાથાલાલ સુખડીયા અને ધારાસભ્ય કૌશિક વેકરીયાની મહેનતથી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે. મંજૂર થયેલા ત્રણ કિલોમીટર એપ્રોચ રોડના ડામરનું કામ આજે ધારાસભ્ય કૌશિક વેકરીયાએ શરૂ કરાવ્યું હતું. જે આગામી પાંચ દિવસોમાં પૂર્ણ કરી લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે, આ કાર્યક્રમમા દેવભૂમિ દેવળીયા સરપંચ સહિત ગ્રામજનો આ તકે ઉપસ્થિત રહી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
અનુસાર માહિતી મુજબ, દેવભૂમિ દેવળીયા ગામે 2 કરોડના ખર્ચે એપ્રોચ રોડનું કૌશિક વેકરીયાએ શરૂ કરાવ્યું હતું. આ દરમિયાન સતત ગામ માટે વિકાસ કર્યો માટે મહેનત કરતા નાથાલાલ સુખડીયાની મહેનત રંગ લાવી. આ ઉપરાંત અમરેલી તાલુકાના દેવભૂમિ દેવળીયા ગામ આમ તો સરપંચ ભાવના સુખડીયાના પ્રયાસોથી સતત વિકાસની હરોળમાં આગળ રહ્યું છે, ત્યારે આજે દેવભૂમિ દેવળીયાથી અમરેલી રોડને જોડતો સાડા ત્રણ કિલોમીટર રસ્તો ડબલ પટ્ટીમાં 2 કરોડના ખર્ચે બનતો રોડ ગામ માટે સતત કાર્યશીલ નાથાલાલ સુખડીયા અને ધારાસભ્ય કૌશિક વેકરીયાની મહેનતથી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત મંજૂર થયેલા 3 કિલોમીટર એપ્રોચ રોડના ડામરનું કામ આજે ધારાસભ્ય કૌશિક વેકરીયાએ શરૂ કરાવ્યું હતું. જે આગામી 5 દિવસોમાં પૂર્ણ કરી લોકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે, આ કાર્યક્રમમા દેવભૂમિ દેવળીયા સરપંચ સહિત ગ્રામજનો આ તકે ઉપસ્થિત રહી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ : પ્રદિપ ઠાકર