- નાગરિક સહકારી બેન્ક લિ.ની ચૂંટણી અંતર્ગત પોલીંગ સ્ટાફને પ્રસ્થાન કરાવાયું
- પ્રભવ જોશીના નેતૃત્વમાં આવતી કાલે યોજાશે ચૂંટણી
- કુલ 7 મતદાન મથક પર યોજાશે ચૂંટણી
Rajkot :નાગરિક સહકારી બેન્ક લિમિટેડની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના નેતૃત્વમાં 17મી નવેમ્બરના રોજ મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતેથી પોલીંગ સ્ટાફને પ્રસ્થાન કરાવાયું હતું. રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણી મુક્ત અને પારદર્શી વાતાવરણમાં યોજવા માટે ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ ચૂંટણીમાં કુલ 7 મતદાન મથક રાજકોટ શહેર, જેતપુર, મોરબી, જસદણ, અમદાવાદ, સુરત તથા મુંબઈ ખાતે બનાવવામાં આવ્યા છે. રાજકોટ મતક્ષેત્રની 13 જનરલ સીટ માટે કુલ 23 ઉમેદવાર તથા અનામત 2 મહિલા સીટ માટે કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીમાં 17મી નવેમ્બરે કુલ 332 મતદારો સવારે 8 થી સાંજે 4 કલાક સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
અનુસાર માહિતી મુજબ, રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના નેતૃત્વમાં 17મી નવેમ્બરના રોજ મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતેથી પોલીંગ સ્ટાફને પ્રસ્થાન કરાવાયું હતું.
રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણી મુક્ત અને પારદર્શી વાતાવરણમાં યોજવા માટે ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ ચૂંટણીમાં કુલ 7 મતદાન મથક રાજકોટ શહેર, જેતપુર, મોરબી, જસદણ, અમદાવાદ, સુરત તથા મુંબઈ ખાતે બનાવવામાં આવ્યા છે.
રાજકોટ મતક્ષેત્રની 13 જનરલ સીટ માટે કુલ 23 ઉમેદવાર તથા અનામત 2 મહિલા સીટ માટે કુલ 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીમાં 17મી નવેમ્બરે કુલ 332 મતદારો સવારે 8:00થી સાંજે 4:00 કલાક સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
આ ચૂંટણી પ્રક્રિયા માટે 35 પોલીંગ સ્ટાફ તથા 21 રીઝર્વ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. 50થી વધુ ચૂંટણી સ્ટાફ દ્વારા આ ચૂંટણી પ્રક્રિયાને સંપન્ન જહેમત ઉઠાવી રહ્યાં છે. આજે બપોરે ચૂંટણીમાં મતદાન ફરજ પરના સ્ટાફને ચૂંટણી સામગ્રી સાથે પ્રસ્થાન કરાવાયું હતું.