- ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગમાલ આર્ય જૂનાગઢની મુલાકાતે
- મેંદરડા માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડુતો સાથે કર્યો સંવાદ
- ઈકો સેન્સેટીવ ઝોનના કાળા કાયદાથી ખેડૂતોને પડતી મુશ્કેલીનો મેળવ્યો તાગ
ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગમાલ આર્ય જૂનાગઢની મુલાકાતે પધાર્યા હતા. જેમાં તેઓએ મેંદરડા માર્કેટીંગ યાર્ડ ખાતે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જીલ્લાના ખેડુતો સાથે સંવાદ કર્યો હતો. જ્યાં તેઓએ ઈકો સેન્સેટીવ ઝોનના કાળા કાયદાથી ખેડૂતોને પડતી મુશ્કેલીનો તાગ મેળવ્યો હતો તેમજ માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે ઈકો સેન્સેટીવ ઝોન મુદ્દે કિસાન સંઘે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે કરેલી બેઠકમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. ઉપરાંત બીન ખેડૂતોને ખેતીની જમીન આપવા અંગે સરકાર પહેલાં ખેડૂતોને સાંભળીને બાદમાં નિર્ણય કરવા તેમજ વહેલી તકે ખાતર પુરૂં પડવાની માંગ પણ કરી હતી.
અનુસાર માહિતી મુજબ, ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગમાલ આર્ય જૂનાગઢની મુલાકાતે પધાર્યા હતા. તેમાં તેઓએ મેંદરડા માર્કેટીંગ યાર્ડ ખાતે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જીલ્લાના ખેડુતો સાથે સંવાદ કર્યો હતો. જ્યાં તેણે ઈકો સેન્સેટીવ ઝોનના કાળા કાયદાથી ખેડૂતોને પડતી મુશ્કેલીનો તાગ મેળવ્યો અને માર્ગદર્શન આપ્યું હતું.
ઈકો સેન્સેટીવ ઝોન મુદ્દે કિસાન સંઘે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી હતી. જેમાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાશે તેવું આશ્વાસન મળ્યું હતું. આ ઉપરાંત બીન ખેડૂતોને ખેતીની જમીન આપવા અંગે સરકાર પહેલાં ખેડૂતોને સાંભળીને ત્યારપછી નિર્ણય કરે તેવી માંગ કરી હતી. તેમજ ખરીફ પાકમાં નુકશાની થઈ છે અને રવિ પાક માટે DAP ખાતરની જરૂર છે, ત્યારે સરકાર વહેલી તકે ખાતર પુરૂં પાડે તેવી માંગ કરવામાં આવી હતી.