- હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતો નકલી PSI ઝડપાયો
- કોન્ટ્રાકટરને માર મારી 5 લાખ પડાવ્યા
- કોન્ટ્રાક્ટરે ઉમરા પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ
- ફરિયાદ બાદ પોલીસે કુખ્યાત અમિત ઠક્કર સહિતની ટોળકીની કરી ધરપકડ
Surat News : ગુજરાતમાં નકલી જજ બાદ હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતો નકલી PSI ઝડપાયો છે. સુરતના અડાજણ વિસ્તારના 45 વર્ષીય કોન્ટ્રાકટરને ફસાવી 5 લાખ પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. જે અંગે મળતી માહિતી અનુસાર હની ટ્રેપ માટે કુખ્યાત અમિત ઠક્કર અને તેના સગરિતોનું કારસ્તાન હોવાનું ખુલ્યુ છે. જેમાં અમન ઉલ્લા શેખે તેના કોન્ટ્રાક્ટર મિત્રને અર્જન્ટ કામનું કહી ઘરે બોલાવ્યો હતો. ત્યાર બાદ કોન્ટ્રાકટરને હથકડી પહેરાવી, નગ્ન કરી માર મારીને વીડિયો બનાવ્યો હતો
આમ કરી પીડિત પાસેથી ટોળકીએ 5 લાખ રુપિયા પડાવ્યા હતા. સમગ્ર મામલે કોન્ટ્રાક્ટરે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉમરા પોલીસે અને હની ટ્રેપ માટે કુખ્યાત તેવા અમિત મનસુખ મશરુ ઠક્કર ,વિજય મણીલાલ માળી, અલ્પેશ જગદીશ પટેલ, અને અમન ઉલ્લા શેખની કરી ધરપકડ .
અમન ઉલ્લા શેખે પોતાના મિત્ર એવા કોન્ટ્રાક્ટરને અર્જન્ટ કામ છે એમ કહી ઘરે બોલાવ્યો હતો. ઘરમાં અંદર બેસાડી રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. થોડીવારમાં ડિ સ્ટાફ PSI તરીકે ઓળખાણ આપી કુખ્યાત અમિત ઠક્કર અને તેના સાગરીતો આવી પહોંચ્યા હતા. કોન્ટ્રાક્ટરને નગ્ન કરી હાથમાં હાથકડી પહેરાવી માર મારી વિડીયો બનાવી લીધો હતો. ત્યારબાદ પાંચ લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે મામલે મોડી સાંજે ઉમરા પોલીસમાં નોંધાઈ હતી ફરિયાદ. ફરિયાદ બાદ ઉમરા પોલીસે અને હની ટ્રેપ માટે કુખ્યાત તેવા અમિત મનસુખ મશરુ ઠક્કર ,વિજય મણીલાલ માળી, અલ્પેશ જગદીશ પટેલ, અને અમન ઉલ્લા શેખની કરી ધરપકડ.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય