- આજે વિશ્ર્વ સહિષ્ણુતા દિવસ
આજે ઘણી જગ્યાએ અસહિષ્ણુતા વધી રહી છે, હિંસક ઉગ્રવાદનો ઉદભવ, મોટા પાયે માનવ અધિકારોનું ઉલ્લંધન અને સાંસ્કૃતિક સફાઇ સાથે સાંપ્રદાયિક તણાવ ઘણાં સંઘષોના કેન્દ્રમાં જોવા મળે છે, બીજા વિશ્ર્વ યુઘ્ધ પછી બળજબરીથી વિસ્થાપનની સૌથી મોટી કટોકટીએ શરણાર્થીઓ અને અન્ય લોકો સામે નફરત અને ઝેનો ફોબિયાનો જન્મ આપ્યો છે
1996માં યુએન દ્વારા 16મી નવેમ્બરે આંતરરાષ્ટ્રીય સહિષ્ણુતા દિવસ ઉજવવાનું નકકી કરેલ, જો કે તેના અભ્યાસ કરવાનું આહવાન 70 વર્ષ પહેલા સંયુકત રાષ્ટ્ર સંઘની ઓળખમાં લખવામાં આવ્યું હતું. આજે વિશ્ર્વમાં આજે અશાંતિ અને પરિવર્તનોથી મોટા ભાગના દેશો ધેરાયેલા છે. આજનો દિવસ ટચ સ્ટોન સમાન છે, લોકો વધુ જોડાયેલા છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે ત્યાં વધુ સમજણ છે. બીજા વિશ્ર્વયુઘ્ધ પછી બળજબરીથી વિસ્થાપનની સૌથી મોટી કટોકટીએ શરણાર્થીઓ અને અન્ય લોકો સામે નફરત અને ઝેનો ફોબિયાને જન્મ આપ્યો છે. આપણે સૌ પૃથ્વીવાસીઓએ સંવાદ, સામાજીક એકતા અને પરસ્પર સમજણ દ્વારા વ્યાખ્યાયિત માર્ગ શોધવાનો સંકલ્પ કરવો પડશે.
આજે ઘણી જગ્યાએ અસહિષ્ણુતા વધી રહી છે, હિંસક ઉગ્રવાદનો ઉદભવ, મોટા પાયે માનવ અધિકારોનું ઉલ્લંધન અને સાંસ્કૃતિક સાથે સાંપ્રદાયિક તણાવ ઘણા સંઘષોના કેન્દ્રમાં જોવા મળે છે. દક્ષિણ આફ્રિકામાં રંગભેદ દરમ્યાન અશ્ર્વેત લોકોને તેમના મૂળભૂત માનવીય અને રાજકીય અધિકારોથી વંચિત રખાયા હતા, ત્યારે કેપટાઉનમાં બે નાના બાળકોએ એક બીજાને ફૂલ આપીને રંગભેદ નાબૂદ કરવાની પહેલ કરી હતી. માનવ જાતિમાં તમામ માનવોને આદર આપવા માટે દર વર્ષે આ દિવસ વૈશ્ર્વિક સ્તરે ઉજવાય છે. સમગ્ર વિશ્ર્વમાં સમાનતા અને વિવિધતાને સૌએ પ્રોત્સાહિત કરવી જ જોઇએ. યુ.એન. યર ફોર ટોલરન્સ મહાત્મા ગાંધીજીના જન્મની 1રપમી વર્ષ ગાંઠને સમર્પિત કરવામાં આવ્યું હતું.
યુનાઇટેડ નેશન્સ સહિષ્ણુતાને વિશ્ર્વની સંસ્કૃતિઓની વિવિધતા અને લોકો માનવ છે તે તમામ રીતે આદર, પ્રસંશા અને સ્વીકૃતિ તરીકે વ્યાખ્યાયિન કરે છે. સહિષ્ણુતા પ્રાપ્ત કરવાનો મૂળભૂત માનવ અધિકાર મનાય છે, અને તે માત્ર વ્યકિત દ્વારા જ નહીં, પણ જાુથો અને રાજય દ્વારા અનુસરવા કે આચરવામાં આવે તેવી અપેક્ષા રાખવી જોઇએ. આ અધિકારના મુળમાં છે, જેમ કે માનવતાને શાંતિથી જીવવાનો અધિકાર છે. શિક્ષણ એ સમગ્ર માનવ જાતિમાં અસહિષ્ણુતાને રોકવાનું મુખ્ય પરિબળ છે. વિશ્ર્વભરના લોકોને વધુ શિક્ષિત બનવાર અને વંશીય, સામાજીક અને સાંસ્કૃતિક જાુથો વચ્ચે એકતા કેવી રીતે થાય તે બાબતે કાર્ય કરવું જોઇએ.
આ વર્ષની થીમમાં ‘મઆપણી વિશ્ર્વની સંસ્કૃતિઓની સમૃઘ્ધ વિવિધતા, આપણી અભિવ્યકિતના સ્વરૂપો અને માનવ બનવાની રીતોના આદર, સ્વીકૃતિ અને કદર’ ને પ્રોત્સાહન આપવાની વાત કરી છે. સહનશીલતાની આસપાસનું આર્ટ વર્ક બનાવીને સૌ જોડવાની વાત ખાસ ભાવી નાગરીકોને સમજાવવાની જરુર છે. ચિત્રો, રેખાંકનો, શિલ્પ અને કલાના પ્રદર્શન જેવા માઘ્યમથી સૌને જોડવા જોઇએ.
સમગ્ર વિશ્ર્વમાં લોકો કુદરતી રીતે વૈવિઘ્ય સભર છે. આજનો દિવસ કોઇપણ વ્યકિત માટે તેમના ફરતા અલગ હોય તેવા વ્યકિત વિશે થોડું શિખવા અને જાણવાની તક પૂરી પાડે છે. શાળા – કોલેજના છાત્રોને વિશ્ર્વની અન્ય સંસ્કૃતિઓ વિશે શિક્ષિત કરવા જોઇએ. સહનશીલતાએ સંસ્કૃતિની એક માત્ર વાસ્તવિક કસોટી છે. વિશ્ર્વમાં જયાં જયાં અસહિષ્ણુતા જોવા મળે છે, ત્યાં અપૂરતા શિક્ષણનું કારણ વિશેષ જોવા મળે છે, બધાં બંધ દરવાજા ખોલવામાં સહનશીલતા ચાવીરુપ ભૂમિકા ભજવે છે. માનવ જાતની આજે સૌથી મોટી બીમારી વિખવાદ છે, અને તેનો ઉપાય એક માત્ર સહન શિલતા છે.
શાંતિપૂર્ણ અને સમાવિષ્ટ સમાજોના નિર્માણ માટેના મૂળભૂત સિઘ્ધાંત તરીકે સહિષ્ણુતાના મૂલ્ય પર ભાર મુકવામાં આવ્યો છે. વિશ્ર્વની વિવિધ સંસ્કૃતિઓ, ધર્મા અને રાષ્ટ્રીયતાઓમાં પરસ્પર સમજણ અને આદરને પ્રોત્સાહન આપે તે રીતે બધા દેશોએ કાર્ય કરવું જરૂરી છે. અસહિષ્ણુતા, ભેદભાવ અને હિંસાનો સામનો કરવા અને વિશ્ર્વને જાગૃત કરવા જ આ દિવસની ઉજવણી થઇ રહી છે. ટકાઉ વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવા અને શાંતિપૂર્ણ અને સમાવિષ્ટ સમાજો બનાવવા માટે સહિષ્ણુતા અનિ મહત્વની બાબત છે, જેમાં ગુણવતાયુકત શિક્ષણ, અસમાનતા, શાંતિ, ન્યાય અને મજબુત સંસ્થાઓ અસરકારક હોવી જરુરી છે.
સહનશિલતાએ આપણી વિશ્ર્વની સંસ્કૃતિઓ, અભિવ્યકિતના સ્વરુપો અને માનવ બનવાની રીતોની સમૃઘ્ધ વિવિધતાને આદર, સ્વીકૃતિ અને પ્રસંસા આપવાનો ે. સાંસ્કૃતિક અને ભાષાકિય વિવિધતા અને જ્ઞાનની વિવિધતા ખાસ કરીને સ્વદેરી જ્ઞાનને બચાવવા પ્રોત્સાહન આપવું જોઇએ, જેના કારણે તમામ દ્રષ્ટિકોણ અને વિશ્ર્વને જોવાની રીતો, સંવાદ અને વિનિમય દ્વારા માનવ જાત માટે નવા દ્રશ્યો ખોલી શકાય આજે બધાને અભિવ્યકિતની સ્વતંત્રતા છે.
સહિષ્ણુતા એટલે શું ?
- સહન કરી લેવાની શકિત કે સહન કરવાનો ગુણ, ધીરજપૂર્વક, વિનયપૂર્વક સમભાવ કેળવવાની ક્ષમતાને સહિષ્ણુતા કહેવાય છે.