રિક્ષા, બાઈક, ધરેણા અને રોકડા મળી રૂ.૨.૫૫ લાખનો મુદામાલ કબજે..
આધુનિક યુગમાં માણસ શારીરિક અને માનસિક રીતે પીડાતો હોવાથી દવા અને દુઆ માટે ભટકતો માણસ પાંખડી લોકોના વિશ્ર્વાસમાં આવી સર્વસ્વ ગુમાવી દેવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા હોવા છતાં દુ:ખ માણસ અંધશ્રદ્ધામાં વિશ્ર્વાસ રાખતા હોય છે.
રાજકોટ શહેર અને ગ્રામ્યમાં ભાવનગર, અમરેલી, મોરબી અને જામનગર સહિત સ્થળોએ વિધિના બહાને છેતરપીંડી કરતી ટોળકીના સાત શખ્સોને ક્રાઈમ બ્રાંચના સ્ટાફે ઝડપી લઈ રિક્ષા, બાઈક, સોનાના ઘરેણા અને રોકડા મળી રૂ.૨.૫૦ લાખનો મુદામાલ કબજે કરી ૧૬થી વધુ લોકોને શિકાર બનાવ્યાની કબુલાત આપી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આફતને અવસરમાં પલ્ટાવવાની લાલચ આપી શહેરના અનેક લોકોને વિધિના બહાને શીશામાં ઉતાર્યાની ક્રાઈમ બ્રાંચને મળેલી માહિતીના આધારે સ્ટાફે બાતમીદારોને કામે લગાડયા હતા. અંતે ગેંગના સભ્યો આજીડેમ ચોકડી વિસ્તારમાં રખડતા હોવાની અને અન્ય કોઈ નિર્દોષ લોકોને શિકાર બનાવે તે પૂર્વે ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ ખાનગી રાહે વોચમાં હતો ત્યારે શંકાસ્પદ હાલતમાં જણાતા અને ભારતનગર મેઈન રોડ પર રહેતા અરવિંદ બાબુ માંગરોળીયા, જસદણનો સુરેશનાથ નારણનાથ, રોહિતનાથ ભગવાનનાથ બાવાજી ભારતનગરમાં રહેતો રમેશ ઝવેર લકુમ, સાયલાનો જીતેન્દ્રનાથ મીઠાનાથ બાવાજી અને જેસલનાથ ભુરાનાથ બ્લોચને ઝડપી લેવામાં ક્રાઈમ બ્રાંચને અંતે સફળતા મળી છે. રૂ.૧.૨૦ લાખના ઘરેણા, રોકડા રૂ.૫૭ હજાર, પિયોગો રિક્ષા અને બાઈક મળી ‚ા.૨.૫૫ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ક્રાઈમ બ્રાંચે ઝડપેલી ઢોંગી ભુવા ગેગંની આકરી પુછપરછમાં ભાંગી પડી એક પછી એક ગુનાની કબુલાત આપી વિધિના બહાને ૧૬ પરિવારોને ભોગ બનાવ્યાની કબુલ્યું હતું. મોરબી રોડ પર આવેલા રાધિકા પાર્ક શેરી નં.૧માં રહેતા પટેલ પરિવારના ઘરે જઈ રામદેવપીરના ભુવા તરીકે ઓળખ આપી પરિવારજની નજર ચૂકવી રોકડ અને સોનાનો ચેન મળી રૂ.૫૨ હજારની ઠગાઈ કરી હતી. જયારે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના મેટોડા ગામે ભીખ માંગવાના બ્હાને પટેલ પરિવારની નજર ચુકવી રોકડા અને સોનાના ઘરેણા મળી રૂ.૯૬ હજાર તથા ન્યારા ગામે પટેલ દંપતિને ભુવા તિરીકે ઓળખ આપી અને નજર ચૂકવી રોકડ અને ઘરેણા મળી રૂ.૨૪ હજાર સેરવી લીધા હતા. રાજકોટ તાલુકા ગવરીદડ પટેલ પરિવારના ઘરે જઈ ભુવા તરીકેની ઓળખ આપી અને વિધિ કરવાના બહાને રોકડા ૫ હજાર અને ટંકારાના ધુનડા અને હડમતિયા ગામે પટેલ પરિવારને વિધિ કરવાના બહાને બંને પરિવારજનોને રૂ.૨૦ હજારની ઠગાઈ કરી હતી. જસદણના કાનપર, આટકોટ, જીવાપર, ગરઈન અને સનાણી ગામના પટેલ પરિવારને વિધિ કરવાના બહાને રૂ.૧૫ હજારની ઠગાઈ કરી હતી. જયારે બાબરાના વાનોળીયા, કોટડા, દેવળીયા, સરખા, ત્રંબાડા, પીપળી અને ચાવંડ ગામે ભીખ માંગવા જઈ પટેલ પરિવારો પર આવેલા દુ:ખ દૂર કરવા વિધિ કરવી પડશે તે કરી અનેક દુ:ખી પરિવારો પાસેથી વિધી કરવાના બહાને આશરે રૂ.૪૦ હજાર પડાવી લીધા છે. અમરેલીના માછીયાળા, મતીરાળા અને નાના આંકડીયાના દુ:ખી પરિવારને વિધિ કરવાના બહાને ભુવા તરીકેની ઓળખ આપી રૂ.૧૦ હજારની ઠગાઈ કરી હતી.
ધ્રોલના લભપુર અને કાલાવડના નિકાવા ગામે બે પરિવારોને અગાઉ કરાવેલી વિધિ ખોટી કરી હોવાનું કરી અને ફરિવાર વિધી કરવી પડશે તે કરી હોવાનું કરી અને ફરીવાર વિધિ કરવી પડશે તે કરી નાસ્તાના વેપારી સહિત બે પરિવારોને રૂ.૧૫ હજારની છેતરપિંડી કરી હતી.