- સેવાની દિલેરી મહેકી
- તુલસી વિવાહમાં 500થી વધુ પોલીસકર્મીઓએ ઠેર-ઠેર સુરક્ષા કાજે રહ્યા ‘ખડેપગે’
તાજેતરમાં ગોંડલ ખાતે ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિહ જાડેજા પરીવારનાં આંગણે તુલશીવિવાહનો અલૌકિક અને ઐતિહાસિક લગ્નોત્સવ ઉજવાયો જેમાં રાજ્ય નાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત કેબીનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા. જેને લઇને ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયુ હતુ. જે માટે 500 થી વધુ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવાયો હતો. એસઆરપી કેમ્પથી લઇ હોસ્પિટલ ચોક, સેન્ટ્રલ સિનેમા ચોક, કોલેજ ચોક, પેલેસ રોડ સ્ટેશન પ્લોટ રોડ,ઉમવાડા ચોકડી અને છેક રમાનાથધામ સુધી ઠેરઠેર પોઇન્ટ ગોઠવી પોલીસ જવાનોને બંદોબસ્ત માટે ફરજ અપાઇ હતી. ભુખ તરસ ભુલી પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા હતા.
આવા સંજોગોમાં સિવિલ હોસ્પિટલ સહિત શહેરમાં સેવાનો પર્યાય બનેલાં શિવમ સાર્વજનિક ટ્રસ્ટે અનોખી સેવાની દિલેરી દાખવી.
શિવમ સાર્વજનિક ટ્રસ્ટનાં પ્રમુખ દિનેશભાઈ માધડ, જય માધડ સહિતની ટીમે એસઆરપી ગ્રાઉન્ડ હેલીપેડ થી લઇ રમાનાથધામ સુધી પોલીસ જવાનો ને ઠંડુ પાણી, લીંબુ સરબત, ચા કોફીનું વિતરણ કરી ખડેપગે રહેલા જવાનો ની એનર્જી વધે તેવું સચ્યુત સેવા કાર્ય કર્યુ હતુ.શિવમ સાર્વજનિક ટ્રસ્ટ નું વાહન બંદોબસ્ત રૂટ પર સતત ફરતુ રહી સેવા પુરી પાડી હતી.