Gir Somnath : લોકોના ગળામાંથી સોનાના ચેઇન અને ઘરેણાંની ચીલઝડપ કરતી એક ગેંગને ઝડપી પાડી છે, જેમાં પોલીસે 1 મહિલા સહિત 9 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગના સભ્યો વિવિધ વિસ્તારોમાં રીક્ષા લઈને જતી અને પોતાના ચોરીના કામને અંજામ આપતા હતા.
વેરાવળમાં થઇ હતી સોનાના ચેઇનની ચીલ ઝડપ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં થોડા દિવસો પહેલા શાકમાર્કેટ પાસેથી એક મહીલાના ગળામાંથી નજર ચુકવી રીક્ષાચાલક ગેંગ સોનાના ચેઇનની ચીલઝડપ કરી નાસી ગઈ હતી. જેની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદના આધારે ગીર સોમનાથ જિલ્લા પોલીસે અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં અને CCTV કેમેરાના માધ્યમથી શોધખોળ શરૂ કરી હતી.
મુખ્ય સૂત્રધાર મહિલા અને ગેંગમાં તેના પરિવારના સભ્યો
ગીર સોમનાથ જિલ્લા પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ગેંગ પોલીસે ઝડપી પાડી છે. તેમજ આ ગેંગની મુખ્ય મહિલા છે, જે રાજકોટની રહેવાસી છે અને તેની સાથે 9 લોકો ગુનામાં ભાગીદાર બનતા હતા, જે તમામ તેના પરિવારના સભ્યો હતા.
આ રીતે કરતા હતા સોનાના ચેઇન અને ઘરેણાંની ચીલ ઝડપ
આ ગેંગ પર્યટન સ્થળ કે ભરચક વિસ્તારમાં રીક્ષા લઇને અને સોનાનો ચેઇન કે ઘરેણાં પહેરેલી મહિલાને વચ્ચે બેસાડી વાતોમાં વ્યસ્ત કરી ચેઇનની ચીલઝડપ કરી નાસી જતા હતા. તેમજ તેમના વિરુદ્ધ અનેક ગુન્હાઓ નોંધાયા છે. પોલીસે આ ગેંગના મુખ્ય સૂત્રધાર મહિલા સહિત 9 આરોપીઓ, 3 રીક્ષા અને 3 લાખના મુદ્દામાલ સાથે ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .
અહેવાલ: અતુલ કોટેચા