- 125 વર્ષથી ઉપલેટામાં જવેલર્સના બિઝનેસ સાથે સંકળાયેલા ઘોળકિયા પરિવારને ગ્રાહકો સાથે કુટુંબ જેવો આત્મીય નાતો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા
- અને સ્કીલ ડેવલપમેન્ટના સુત્રને ખરા અર્થમાં સાકાર કરતું ડી.ડી. જવેલર્સ ગ્રુપ: ધાતુની જેમ ઘસાઇને પરિશ્રમ એ જ પારસમણીની જેમ ચમકયા
ધોળકિયા પરિવારની આગવી મેનેજમેન્ટ સિસ્ટમ અને પરિવારના દરેક સભ્યો સાથે તમામ કર્મચારીઓની નમ્રતા આખી ઉડીને વળગે તેવી છે. બે વર્ષ પહેલા ડીડી જ્વેલર્સ છે સોનાના દાગીના ની ખરીદી સાથે એટલાજ વજનની ચાંદી ફ્રીમાં આપવાની સ્કીમમાં ગ્રાહકોનો ભારે પ્રતિસાદ મળતા આનું અનુકરણ કરી આ સ્કીમ સમગ્ર સૌરાષ્ટ્રના વેપારીઓએ પણ અમલમાં મૂકી હતી. ડી ડી જ્વેલર્સ આગામી દિવસોમાં ખાસ કરીને દશેરા અને દિવાળીના તહેવારને ધ્યાને લઈ દેવેનભાઈ અને માધવભાઈ ખાસ મોટી ઓફરો ગ્રાહકો માટે મૂકી છે જેમાં ટાટા પંચ કાર, બુલેટ જેવી ઓફર અમલમાં મૂકી છે.
નાની એવી ચૂકથી માંડી સોના ચાંદી અને રીયલ ડાયમંડની જ્વેલરી એમાં લાઈટવેઇટ,હેવી અને વેડિંગ કલેક્શન ઉપરાંત ઠાકોરજીના શૃંગારથી લઈ ગોલ્ડ સિલ્વર અને પ્લેટિનિયમ માં ગ્રાહકોને પોસાય તેવા બજેટમાં ગિફ્ટની વેરાઈટી મળી રહે છે.
સફળ બિઝનેસમેનની સાથે ધોળકિયા પરિવાર સામાજિક અને સેવાકીય કાર્યોમાં પણ સારથી બનીને રહ્યા છે એ પછી તેમના શોરૂમના કર્મચારી પરિવાર હોય કે ઉપલેટા પંથક ના લોકો હોય, આ વેપારી પરિવાર માં જીવદયા માટે કરુણાનો સાગર છલકાય છે. શોરૂમના સંચાલક દેવેનભાઈ ઉપલેટા નગરપાલિકાની એનિમલ હોસ્ટેલના ટ્રસ્ટી પણ છે તો શ્રી વલ્લભ ગૌશાળા નું વલ્લભ કુળના આશીર્વાદ અને પૂજ્ય ગુરુદેવ ગોવિંદરાયજીની આજ્ઞાથી કોઈપણ જાતના ફંડ કે દાન લીધા વગર સંપૂર્ણ સંચાલન ધોળકિયા પરિવાર કરી રહ્યો છે આ ગૌશાળામાં 125 જેટલી ગૌ માતાઓ તેમજ ગૌવંશ છે આ ઉપરાંત ગીર ગાયના બિડિંગ માટે તેઓ સતત સક્રિય રહ્યા છે.
ઉપલેટા સોના ચાંદી એસોસિએશનના પ્રમુખ તરીકે ઘણા સમયથી કાર્યરત દેવેન ધોળકિયાએ ઝવેરીઓના પ્રશ્નોને પણ વાચા આપી છે પ્રમુખ પદે રહી રહેલા દેવેનભાઈ પોતે સોની વેપારીઓને સ્પર્શતા પ્રશ્નોને લઈને માહિતગાર હોવાથી નિયમોની આંટી ઘુટી થી વેપારીઓને થતી હેરાનગતિ દૂર કરવા સરકારમાં અનેક વખત રજૂઆતો કરીને અસરકારક પગલાં લેવડાવવાની જવાબદારી નિભાવી સફળ નેતૃત્વ કર્યું છે. આ ઉપરાંત તેઓ ઉપલેટાની દિનદયાળ કો ઓપરેટિવ સોસાયટીમાં ડિરેક્ટર તરીકે પણ મહત્વપૂર્ણ કાર્ય સંભાળી રહ્યા છે.
દેવેનભાઈ એ મીડિયા સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમના દાદાના વખતથી ડી.ડી. જ્વેલર્સ જે નીતિમત્તા પર ચાલી રહ્યો છે તે આજે પણ નવી પેઢી તેને ભૂલી નથી અને બાર બાર દસકાથી અત્યાર સુધીમાં હજારો ગ્રાહકો ડી.ડી જ્વેલર્સ નો પરિવાર બની ચૂક્યા છે. આજે શુદ્ધ અને ગુણવત્તા તેમજ વ્યાજબી ઘડામણ સાથે સોના ચાંદી અને ડાયમંડની જ્વેલરી ખરીદી કરવા માટે આજે ગ્રાહકોની પણ પાંચ પાંચ પેઢી અમારા ડી.ડી. જ્વેલર્સને પ્રાધાન્ય આપી રહ્યું છે ઉપલેટા શહેર ઉપરાંત આજુબાજુના બાવન જેટલા ગામો અને મેટ્રો સીટી જેવા કે સુરત બરોડા અમદાવાદ રાજકોટ જુનાગઢ જામનગર પોરબંદર ના ગ્રાહકો અને તેમના પરિવારજનો દેશ અને વિદેશના અન્ય ખૂણે સ્થાયી થયા છે તેઓ પણ ખરીદી માટે અમારા શો રૂમ પર પસંદગી ઉતારે છે.
વડાપ્રધાન મોદીના લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કરતો ધોળકિયા પરિવાર
આજે મેટ્રોસિટી તરફ લોકોએ દોટ મૂકી છે ત્યારે આ જવેલર્સના પરિવારજનોએ છેલ્લા 126 વર્ષથી ઉપલેટાને પોતાની કર્મભૂમિ બનાવી છે. એટલું જ નહીં મેન્યુફેક્ચરિંગ થી લઇ રિટેલર વેપાર ઉપલેટામાં જ કાર્યરત રાખ્યો છે જેના લીધે 200 થી વધારે લોકોને સ્વરોજગારી મળી રહે છે અને મેક ઇન ઇન્ડિયા, લોકલ ફોર વોકલ ના વડાપ્રધાન ના સૂત્રને પણ ધોળકિયા પરિવારએ ખરા અર્થમાં સાર્થક કર્યું છે. ડી.ડી. જ્વેલર્સમાં 200 થી વધુ લોકો કામ કરી રહ્યા છે.
ધોળકિયા પરિવાર દ્વારા ગાયનું પુજન કરી કરાય છે લાલન પાલન
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવપ્રસાદ તેમના નિવાસ્થાને ગીર ગાયનું લાલન પાલન કરી પૂજન કરે છે તેવી જ રીતે ઉપલેટા ના ધોળકિયા પરિવારનું ડીડી ગ્રુપ કાઠીયાવાડી ગીર ગાયોનો ઉછેર કરી રહ્યું છે
તમામ સભ્યોએ કાંટાળી કેડી પર ચાલીને સફળતાની ચમક મેળવી
126 વર્ષથી કાર્યરત ડી.ડી જ્વેલર્સ ઉપલેટા જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે નામના ધરાવે છે આજે આ શોરૂમ એટલે કે આ પેઢીની સ્થાપના કરવાથી લઈ અત્યારે શોરૂમના સંચાલન કરતી નવી પેઢી પણ શો રૂમ પર તૈયાર ભાણે બેઠી નથી. આ ખાસિયતને જણાવતા દેવીનભાઈ અને માધવભાઈ એ જણાવ્યું હતું કે અમારા દાદા લોકોએ પણ જ્યારે અમારી નાની એવી પેઢી હતી ત્યારે સાવરણી વાળી છે અને પસીનો વહાવીને પેઢીની સ્થાપના કરી છે જ્યારે હવે આ શો રૂમ હતી આધુનિક બન્યો છે તેમ છતાં પણ અમે અને અમારા સંતાનો પણ સીધે સીધા “શેઠ” બની ગયા નથી તેમને પણ અગાઉ શોરૂમ પર લાગતા પહેલા નાની એવી નોકરીથી શરૂઆત કરાવી હતી જેથી કરીને સંઘર્ષ શું છે તેઓને પણ ખબર પડે. એકંદરે તમામ સભ્યોએ કાંટાળી કેડી પર ચાલીને સફળતાનો માર્ગ શોધ્યો છે.
ડી.ડી.જવેલર્સના ‘મૌર્ય’કલેકશન પર ગ્રાહકોનો ક્રેઝ
ડી.ડી. જ્વેલર્સ નું મૌર્ય કલેક્શન ખૂબ જ સુપરહિટ સાબિત થયું છે. જેમાં પરંપરાગત ડિઝાઇન સાથે વૂડ જ્વેલરી ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ જ્વેલરીની ખૂબ જ ડિમાન્ડ હોવાથી તેને મૌર્ય કલેક્શન નામ આપવામાં આવ્યું છે મૌર્ય હેરિટેજ જ્વેલરીએ ડિઝાઇનનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.