- કાપડ બજારમાં દિવાળી અને લગ્નસરાની ઘરાકી જામતા વેપારીઓમાં ખુશી
- આગામી 6 મહિનામાં કાપડ બજારમાં 40થી 50 હજાર કરોડનો કારોબાર થાય તેવી શક્યતા
- વેપારીઓએ દિવાળીનું વેકેશન ટૂંકાવી દુકાનોના વધામણા કર્યા શરૂ
Surat News : સુરત કાપડ બજારમાં જોરદાર તેજી આવી છે. વેપારીઓનું કહેવું છે કે, કોરોના બાદ પહેલીવાર આટલી જોરદાર તેજી આવી છે. આ જોરદાર તેજીના કારણે હાલ કાપડ વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
સુરતમાં દિવાળી પછી કાપડ બજારમાં લગ્નસરાની ઘરાકી જામતા વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. કાપડ બજારમાં લગ્નપ્રસંગની ઘરાકી નીકળતા દર વર્ષ કરતા આ વર્ષે બજારમાં દિવાળી વેકેશન પણ ઓછા દિવસનું રાખવામાં આવ્યું હતું.
કોરોના બાદ સુરતના કાપડ બજારમાં આ વર્ષ દિવાળી દરમિયાન ખૂબ જ સારો કારોબાર થયો છે. દિવાળી વેકેશન બાદ કોલકાતા, બેંગ્લોર, મુંબઈ તેમજ સાઉથ સહિતના બજારમાંથી ઇન્કવાયરી શરૂ થતા સુરતના કાપડ માર્કેટમાં ચહલપહલ જોવા મળી રહી છે. જેથી વેપારીઓએ વેકેશન ટૂંકાવી દુકાનોના વધામણા શરૂ કરી દીધા છે. લગ્ન પ્રસંગની સિઝનને લઈને આગામી 6 મહિનામાં સુરતના કાપડ બજારમાં 40થી 50 હજાર કરોડનો કારોબાર થાય તેવી શક્યતા જોવા મળી રહી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય