- રિલાયન્સ પાસે 16.34 ટકા, વાયકોમ 18 પાસે 46.82 ટકા અને ડિઝની પાસે 36.84 ટકા હિસ્સો: રિલાયન્સ અને ડિઝની ના આ સંયુક્ત સાહસ ભારતીય મનોરંજન વિશ્વમાં એક નવું અધ્યાય લખશે
રિલાયન્સ અને ડિઝનીનું મર્જર થયું છે. બંને કંપનીઓએ સાથે મળીને એક ખાસ કંપનીનું રૂ. 70,352 કરોડ માં નિર્માણ કર્યું છે. ત્યારે આ ડીલમાં રિલાયન્સેરુ. 11,500 કરોડનું રોકાણ કર્યું છે. ત્યારે આ કંપનીમાં રિલાયન્સ તરફથી નિતા અંબાણી મુખ્યરૂપે કમાન સંભાળશે. ત્યારે નિતા અંબાણી આ નવી કંપનીમાં ચેયરપર્સન તરકી કાર્યભાળ સંભાળશે. તો આ કંપનીમાં 3 સીઈઓ પણ હશે. આ કંપનીમાં કેવિન વાજ દરેક પ્લેટફોર્મ ઉપર ઈન્ટરનેટ ઓર્ગેનાઈઝેશનનું નેતૃત્વ કરશે. તો કિરણ મણિએ જોઈન્ટ ડિજિટલ ઓર્ગેનાઈઝેશનની કમાન સંભાળશે. અને સંજોગ ગુપ્તા સ્પોર્ટસ ઓર્ગેનાઈઝેશન પર દેખરેખ રાખશે. જોકે આ કંપની અને ડીલની જાહેરાત ગત વર્ષે કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે આ કંપનીના નિર્માણ ઉપર કામ શરૂ કરવામાં આવ્યું છે. તો આ કંપનીમાં રિલાયન્સ પાસે 16.34 ટકા, વાયકોમ 18 પાસે 46.82 ટકા અને ડિઝની પાસે 36.84 ટકા હિસ્સો હશે.તો ભારતમાં આ કંપનીની મદદથી રિલાયન્સેએ 100 થી વધુ ડીવી ચેનલ, 30,000 કલાકથી પણ વધારે મનોરંજન માટેની વસ્તુઓ અને 5 કરોડ દર્શકોને શરૂઆતના સમયગાળામાં ખાસ સુવિધા આપવામાં આવશે. ત્યારે આ ડીલ માટે મુકેશ અંબાણીએ જણાવ્યું છે કે, આ સંયુક્ત પરિશ્રમ સાથે ભારતીય મીડિયા અને મોનોરંજન ઉદ્યોગમાં એક નવી ક્રાંતિ આવશે. હું સંયુક્ત સાહસના ભવિષ્ય વિશે ખૂબ જ ઉત્સાહિત છું અને તેને સફળતાની ઈચ્છા કરું છું. આ નવા એન્ટરપ્રાઇઝની રચના પ્રેક્ષકોને વિવિધ મનોરંજન વિકલ્પો આપશે. જિઓસિનેમા અને હોટસ્ટાર જેવા પ્લેટફોર્મ પ્રેક્ષકોમાં પહેલેથી જ ખૂબ લોકપ્રિય છે. તો ફૂટબોલ જેવી રમતોના પ્રસારણ અધિકારો પણ આ એન્ટરપ્રાઈઝ સાથે રહેશે. રિલાયન્સ અને ડિઝની ના આ સંયુક્ત સાહસ ભારતીય મનોરંજન વિશ્વમાં એક નવું અધ્યાય લખશે.