- ગીર પંથકના કિસાનોની માંગના સરકારમાં પડઘા, ઇન્ડિયન પોટાશ લિમિટેડ ડિસેમ્બર-2025 સુધીમાં ફેક્ટરી ચાલુ કરશે
તાલાલા અને ગીર પંથકની જીવા દોરી જેવી દાયકાથી બંધ પડેલી તાલાલા સુગર ફેક્ટરી ફરીથી શરૂ કરવાના નિર્ણયથી ખેડૂતોને સમગ્ર પ્રજામાં દેવ દિવાળી એ દિવાળી જેવો માહોલ ઉભો થયો છે. તાલાલા સુગર ફેક્ટરી શરૂ કરવા માટે લાંબા સમયથી ખેડૂતોને લોકોમાંથી માંગ ઉઠી હતી, બંધ થયેલી સુગર ફેક્ટરી ફરીથી શરૂ કરવા માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ સહિતના આગેવાનોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ થી લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી તાલાલાની સુગર ફેક્ટરી શરૂ કરવા બી લોકમાર્ગ નો પ્રશ્ન પહોંચાડ્યો હતો.
આજે એક દસકા થી બંધ થયેલી તાલાલા સુગર ફેક્ટરી ફરી શરૂ કરવાના લેવાયેલા નિર્ણયથી ખેડૂતો અને સમગ્ર પ્રજામાં ભારે આનંદ વ્યાપ્યો છે. ભારત સરકારની ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની આવતા ડિસેમ્બર 25 સુધીમાં ફેક્ટરી ચાલુ કરવા મક્કમ બની છે એક દસકા પહેલા તાલાલા સુગર ફેક્ટરી બંધ થયેલ હતી. અને ફેક્ટરી પર 40 કરોડથી વધુનું કરજ હતું. જે વ્યાજ સહિત વધીને 60 કરોડ આસપાસ પહોંચ્યો હતો. જે કંપનીના ખેડૂત સભાષદો ભરી શકે તેમ ન હતા. ત્યારે સુગર ફેક્ટરી એક દસકામાં ખંઢેર બની ગઈ હતી તે અંગે સાંસદ રાજેશ ચુડાસમા અને તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ સહિતનાઓએ મુખ્યમંત્રી વડાપ્રધાન અને સહકાર અને ગૃહ મંત્રીઅમિત શાહને ગીરની તાલાળા ફેક્ટરી ફરી ધમધમતી કરવા વિનંતી કરી હતી..ગીર પંથકનીરજૂઆતને આધારે દેશમાં બંધ પડેલી સુગર મિલો શરૂ કરવાની કામગીરી કરી રહેલી ઇન્ડિયન પોટાશ લિમિટેડને સુગર ફેક્ટરી 30 વર્ષના ભાડાપટ્ટે શરૂ કરવા નિર્ણય લેવાયો છે. ત્યારે શનિવારે સુગર ફેક્ટરી ની ખેડૂત સભાસદોની મીટીંગ મળી હતી. જેમાં ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમા. તાલાલા ના ધારાસભ્ય ભગવાન બારડ. સહિત વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ એક જ સૂરમાં સુગર ફેક્ટરી વહેલી શરૂ થાય તેમાં સહમતી આપતો ઠરાવ શર્વાનુંમતે મંજૂર કર્યો હતો..
છેલ્લા એક દસકાથી આ ફેક્ટરી બંધ થતાં સમગ્ર ગીર પંથકના તાલાળા વિસાવદર ઉના સહિતના ખેડૂત સભાસદો અને આમ પ્રજા નિરાશામાં ધકેલાઈ હતી ત્યારે આ સુગર ફેક્ટરી ફરીથી શરૂ થાય એટલે હજારો પરિવારો ને તેમાંથી રોજીરોથી મળશે તાલાળા પંથકમાં એક પણ મોટો ઉદ્યોગ ન હોય ત્યારે ખાંડ ફેક્ટરી ગીરની જીવા દોરી બની અને લોકોમાં નવો સંચાર પેદા કરશે તેવી આશા ગીરના લોકો સેવી રહ્યા છે સાંસદના જણાવ્યા મુજબ ડિસેમ્બર 20 25 માં આ ફેક્ટરી ચાલુ થાય તેવા સૌના પ્રયાસો છે અને તેમાં સફળતા પણ મળવાની છે.
સુગર ફેક્ટરીથી ગીર પંથકના ખેડૂતો અને ખેતી સમૃદ્ધ બનશે: ભીમસીભાઈ
તાલાલાની સુગર ફેક્ટરી શરૂ કરવાના સરકારના નિર્ણયને વધાવી સામાજિક આગેવાન ભીમશીભાઈ જણાવ્યું હતું કે સુગર ફેક્ટરી ગીર પંથકની જીવા દોરી છે આ ફેક્ટરી શરૂ થતા વીરબંથકના ખેડૂતોને ખેતી સમૃદ્ધ થશે તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહકાર મંત્રી અમિત શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ વિસ્તારના સાંસદ રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ અને આગેવાનોનો આ પ્રશ્નો ઉકેલવા બાબતે આભાર માન્યો હતો
સુગર ફેક્ટરી શરૂ કરાવવામાં પ્રજા ની લાગણીનો વિજય થયો છે: ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ
તાલાલાની સુગર ફેક્ટરી એક દાયકા બાદ ફરી શરૂ થઈ રહી છે સુગર ફેક્ટરી શરૂ કરવાની જરૂરિયાત હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રહ મંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સમગ્ર ગીર પંથકની પ્રજા ની લાગણી અને માન આપી સુગર ફેક્ટરી શરૂ કરાવવા લીધેલા નિર્ણયને આવકારી ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે સુગર ફેક્ટરી શરૂ થતા સમગ્ર પંથક ની અર્થવ્યવસ્થા માં નવા પ્રાણ ફૂકાશે તેમણે ફેક્ટરી શરૂ થવામાં પ્રજા પ્રજાની લાગણી નો વિજય ગણાવ્યો હતો
સુગર ફેક્ટરી શરૂ થવાનું સપનું અંતે પૂરું થયુેં : સાંસદ રાજેશ ચુડાસમા
તાલાલાની બંધ સુગર ફેક્ટરી ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની દ્વારા આવતા વર્ષ સુધીમાં શરૂ થઈ જશે એક દાયકાથી અધરતાલ આ પ્રશ્નના ઉકેલ માટે તાલાલા ગીર અને સોરઠ પંથકની જનતાની લાગણી નો પડઘો પાડી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના પ્રયત્નોથી ચલાલાની બંધ સુગર ફેક્ટરી શરૂ થવાનું પ્રજાનું સપનું પૂરું થયું છે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ સુગર ફેક્ટરી શરૂ થવા માટે ભાજપની ડબલ એન્જિન સરકાર ને પ્રજા વતિ આભાર સહ અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે સરકારની ઈચ્છા શક્તિથી સુગર ફેક્ટરી શરૂ થવાનું સપનું પૂરું થયું છે
સુગર ફેક્ટરી એકાદવર્ષમાં શરૂ જશે: આઇપીએલ મેનેજર-વી.ડી.ચૌધરી
દેશમાં બંધ સુગર ફેક્ટરી ચાલુ કરવાનું કામ કરતી ઇન્ડિયન પોટાશ લિમિટેડ અને તાલાલા સુગર ફેક્ટરીસોંપવામાં આવી છે આ સુગર ફેક્ટરી 2025 સુધીમાં શરૂ થઈ જશે તેમ આઇપીએલ મેનેજર વીડી ચૌધરી એ જણાવ્યું હતું