- સહકાર પેનલના 1પ અને સંસ્કાર પેનલના 11 સહિત કુલ 26 ઉમેદવારો વચ્ચે જંગ: 6 બેઠકો અગાઉ જ બિનહરીફ જાહેર થઇ ચૂકી છે
- મંગળવારે મત ગણતરી હાથ ધરાશે: ર3મીએ નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની કરાશે વરણી
રાજકોટ નાગરીક સહકારી બેન્કના 1પ ડિરેકટરોની ચુંટણી માટે આવતીકાલે રવિવારે સવારે 8 કલાકથી બપોરે 4 કલાક સુધી મતદાન યોજાશે. સહકાર પેનલના 1પ અને સંસ્કાર પેનલના 11 ઉમેદવારો સંહિત કુલ ર6 ઉમેદવારો વચ્ચે જંગ જામશે આગામી મંગળવારે મત ગણતરી હાથ ધરવામાં આવશે. ર3મી નવેમ્બરના રોજ નવા ચૂંટાયેલા ડિરેકટરોની બેઠક મળશે. જેમાં બેન્કના નવા ચેરમેન તથા વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવશે.
ગુજરાતની કદાવર સહકારી સંસ્થા રાજકોટ નાગરીક સહકારી બેન્કની ચૂંટણીએ આ વખતે દેશભરમાં ભારે ઉત્તેજના જગાડી છે. ભાજપ વિરૂઘ્ધ ભાજપ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ભાજપ અને સંઘના સમર્થન વાળી સહકાર પેનલ સામે બેઠકના પૂર્વ ચેરમેન કલ્પકભાઇ મણીયારની સંસ્કાર ચેરમેનની વરણી કરવામાં આવશે.
ગુજરાતની કદાવર સહકારી સંસ્થા રાજકોટ નાગરીક સહકારી બેન્કની ચૂંટણીએ આ વખતે દેશભરમાં ભારે ઉત્તેજના જગાડી છે. ભાજપ વિરૂઘ્ધ ભાજપ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ભાજપ અને સંઘના સમર્થન વાળી સહકાર પેનલ સામે બેન્કના પૂર્વ ચેરમેન કલ્પકભાઇ મથીયારની સંસ્કાર પેનલ મેદાનમાં ઉતારી છે. આર.એમ.એસ. બીના ર1 ડિરેકટરો માટે ચુંટણી જાહેર કરવામાં આવી હતી. સહકાર પેનલ દ્વારા તમામ ર1 બેઠકો માટે ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે જેની સામે સંસ્કાર પેનલ દ્વારા 1પ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા હતા. ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન ડયુઅલ મેમ્બર શીપના કારણે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા કલ્પકભાઇ મણીયાર, મિહીરભાઇ મણીયાર, હિમાંશુભાઇ ચિનોય તથા નિમેશભાઇ કેશરિયાના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા જેના વિરૂઘ્ધમાં તેઓએ હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરી હતી. હાઇકોર્ટે જિલ્લા કલેકટરના નિર્ણયને યથાવત રાખ્યો હતો.
દરમિયાન સહકાર પેનલના સુરેન્દ્રભાઇ પટેલ, લલીતભાઇ વોરા, દીપકભાઇ બકરાણીયા, હસમુખભાઇ હિન્ડોચા અને મંગેશજી જોશી ઉપરાંત અનામત કેટેગરી પરથી ચુંટણી લડતા નવનીતભાઇ પટેલને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા. હવે સંસ્કાર પેનલના માધવભાઇ દવે, ચંદ્રેશભાઇ ધોળકીયા, દિનેશભાઇ પાઠક, અશોકભાઇ ગાંધી, ભૌમિકભાઇ શાહ, કલ્પેશભાઇ ગજજર (પંચાસરા), ચિરાગભાઇ રાજકોટટિયા, વિક્રમસિંહ પરમાર, હસમુખભાઇ ચંદારાણા, દેવાંગભાઇ માંકડ, ડો. એન.જે. મેઘાણી, જીવણભાઇ પટેલ, જયોતિબેન ભટ્ટ, સહિત કુલ 1પ ઉમેદવારો મેદાનમાં છે. જયારે સામા પક્ષે સંસ્કાર પેનલના લલીતભાઇ વડેરિયા (કાળુ મામા), જયંતભાઇ ધોળકીયા, ડો. ડી.કે.શાહ, ભાગ્યેશભાઇ વોરા, દિપકભાઇ કારિયા, પંકજભાઇ કોઠારી, વિશાલભાઇ મીઠાણી, દિપકભાઇ અગ્રવાલ, વિજયભાઇ કારીયા, હીનાબેન બોધાણી અને નીતાબેન શેઠ એમ કુલ 11 ઉમેદવારો મેદાનમાં છે.
શહેરના 1પ0 ફુટ રીંગ રોડ પર રાજકોટ નાગરીક સહકારી બેન્કની વડી કચેરી ખાતે મુખ્ય મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મોરબી, જસદણ, જેતપુર અને અમદાવાદમાં મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. રાજકોટના 196 સહિત કુલ 332 મતદારો 1પ ડિરેકટરોને ચૂંટવા મતદાન કરશે. મુંબઇ અને સુરત બેઠકના મતદાન માટે રાજકોટથી ત્રણ-ત્રણ સભ્યોની ટીમ આજે બપોરે પોલીસ બંદોબસ્ત સાથે રાજકોટથી ચુંટણીનું સાહિત્ય લઇ રવાના થઇ ગયો છે. સહકાર અને સંસ્કાર પેનલ વચ્ચે ભારે વિવાદ સાથે રાજકોટ નાગરીક સહકારી બેંઠકના 1પ ડિરેકટરો માટે ચુંટણી યોજવામાં આવી રહી હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. મતદાનનું વીડીયો રેકોડીંગ અને વેબ કાસ્ટીંગ કરવામાં આવશે. કલેકટર કચેરી ખાતે રૂમ પણ શરુ કરવામાં આવશે. 70 કર્મચારીઓને ચુંટણી ફરજ સોંપવામાં આવી છે.
આવતી કાલે સવારે 8 વાગ્યાથી લઇ બપોરે 4 વાગ્યા સુધી મતદાન હાથ ધરવામાં આવશે. ર9મીએ મત ગણતરી યોજાશે. બોર્ડ ઓફ ડિરેકટરોનું પરિણામ ર1મી નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. ર3મી નવેમ્બરે નવા ચુંટાયેલા ડિરેકટરોની પ્રથમ બેડક યોજાશે જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરાશે. હાલ સહકાર પેનલનું પલડુ ભારે દેખાય રહ્યું છે. બીજી તરફ સંસ્કાર પેનલ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમારા તમામ 11 ઉમેદવારોને 90 ટકાથી વધુ ડેલીગેટસનું સમર્થન મળી રહ્યું છે.