- 8માં માળે લાગેલી આગ પ્રસરી 22માં માળ સુધી
- 200થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યુ, 3 લોકો સારવાર હેઠળ
Ahmedabad: અમદાવાદમાં બોપલ ખાતે આવેલા ઇસ્કોન પ્લેટિનમમાં ગઈ કાલે રાત્રે આગ લાગ્વાની ઘટના સામે આવી હતી. તે દરમિયાન મળતી માહિતી મુજબ, 8માં માળે ફટાકડાના કારણે શોર્ટ શર્કિટના કારણે આગ લાગી હતી જે છેક 22માં માળ સુધી પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુમાં લેવાની તજવીજ પણ હાથ ધરી દેવામાં આવી હતી. આ દરમિયાન વધુ વાત કરવામાં આવે તો, આગની ઘટનાને લઈને 200થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું, 3 લોકો સારવાર હેઠળ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.
3 વ્યક્તિ સારવાર હેઠળ
મળતી માહિતી મુજબ, આ સમગ્ર ઘટના દરમિયાન આગ સમયે બિલ્ડિંગમાં રહેલા 200થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાંથી 3 લોકોને ગૂંગળામણ થતા સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
ફાયર ટીમ ઘટના સ્થળે
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલી 22 માળની ઈસ્કોન પ્લેટિનમ બિલ્ડિંગની વિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. 10 થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા, એમ્બ્યુલન્સ પણ ઈસ્કોન પ્લેટિનમ પહોંચી. તેમજ ફાયર વિભાગ દ્વારા મોટી કોલ જાહેર કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમે બારીઓ તોડીને ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.