- મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા
- પંચમહાલ જિલ્લા પંચાયત કચેરીના બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ
- ભ્રષ્ટાચાર થયો હોવાની જિલ્લા વિકાસ અધિકારીને મળી હતી રજૂઆત
વર્ષ 2015 – 16 થી વર્ષ 2020-22 દરમ્યાન મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી ને મળી હતી જેના આધારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન સરકારની અનેક વિવિધ યોજનાઓમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર આચરેલ હોવાનું સામે આવ્યું હતુ. અને તત્કાલીન સરપંચ સહિત અનેક કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે શહેરા પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આ સાથે આ બંને આરોપીઓને શહેરા તાલુકાના મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરીને ભ્રષ્ટાચાર આચરનાર બંને અધિક મદદનીશ ઈજનેરનો ફરજ મોકૂફીનો ઓર્ડર કરવામાં આવતા જ પંચમહાલ જિલ્લા પંચાયત કચેરીના બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો
અનુસાર માહિતી મુજબ, શહેરા તાલુકાના મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા. ત્યારે પંચમહાલ જિલ્લા પંચાયત કચેરીના બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો.
પ્રાપ્ત માંહિતી અનુસાર વર્ષ 2015 – 16 થી વર્ષ 2020-22 દરમ્યાન મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીને મળી હતી. તેના આધારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન સરકારની અનેક વિવિધ યોજનાઓમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર આચરેલ હોવાનું સામે આવ્યું હતુ. તત્કાલીન સરપંચ સહિત અનેક કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે શહેર પોલીસ મથકમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
મોરવા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઈજનેર ધીરેન્દ્રસિંહ રાઠોડ અને કાલોલ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા શીતલ પટેલની સંડોવણી બહાર આવતા ધરપકડ કરીને જેલ હવાલે મોકલવામાં આવ્યા હતા. આ બંને આરોપીઓને શહેર તાલુકાના મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરીને ભ્રષ્ટાચાર આચરનાર બંને અધિક મદદનીશ ઈજનેરનો ફરજ મોકૂફીનો ઓર્ડર કરવામાં આવતા જ પંચમહાલ જિલ્લા પંચાયત કચેરીના બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
અહેવાલ : સબીર અલીઠા