- વિવિધ ક્ષેત્રમાં યોગદાન આપનારને મેયર એવોર્ડથી સન્માનીત કરાશે: રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઇનામ અપાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થાપનાની 51-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આગામી મંગળવારના રોજ રાત્રે 8:30 કલાકે ડી.એચ.કોલેજ ગ્રાઉન્ડ, ડો.યાજ્ઞિક રોડ ખાતે સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી પ્રસ્તુત બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ યોજાશે.વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિત ‘મેયર એવોર્ડ’ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે તેમજ રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ આ કાર્યક્રમમાં કરવામાં આવનાર છે.
મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઈ.ચા. કમિશનર પ્રભવ જોશી, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું છે કે રંગીલું રાજકોટ દરેક ઉત્સવ અને અન્ય અવસરની ઉત્સાહપૂર્વક ઉજવણી માટે ખુબ જ જાણીતું છે. મકરસંક્રાંતિ, ધુળેટી, જન્માષ્ટમી, ગણપતિ ઉત્સવ, નવરાત્રિ કે પછી દિવાળી જેવા આપણા મહાપર્વ હોય કે પછી સામાજિક કે સાંસ્કૃતિક પ્રસંગ હોય, રાજકોટવાસીઓનો તહેવારોની ઉજવણી પ્રત્યેનો પ્રેમ અને ઉત્સાહ ખરેખર નોંધપાત્ર બની રહે છે. આ જ કારણ રાજકોટને રંગીલું અને અન્ય શહેરો કરતા અલગ બનાવે છે. રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાની 51-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે આગામી તા.19 ને મંગળવારના રોજ રાત્રે 8:30 કલાકે ડી.એચ.કોલેજ ગ્રાઉન્ડ, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે સુપ્રસિદ્ધ બોલિવૂડ સિંગર અમાલ મલિક અને નિકિતા ગાંધી પ્રસ્તુત ભવ્ય બોલિવૂડ મ્યુઝિકલ નાઈટ કાર્યક્રમનું આયોજન કરેલ છે.
વિશેષમાં, વિવિધ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્ઠિત ‘મેયર એવોર્ડ’ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે તેમજ રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને યોજાશે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય સામાજિક અગ્રણી મૌલેશભાઈ ઉકાણી(બાન લેબ્સ)ના વરદ હસ્તે કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુ બાબરીયા, સાંસદ પરસોતમ રૂપાલા, રામ મોકરીયા, મેયર નયના પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય ઉદય કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિના આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, ઈ.ચા. કમિશનર પ્રભવ જોશી, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષ રાડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, સંગીત પ્રિય જનતા ઉપસ્થિત રહેશે.