- બામણબોરના તબીબ પાસે તોડ નહીં થયાનો ખાર રાખી
- સમૂહ લગ્નના લાભાર્થે લોકડાયરાના બેનર લગાડતી વેળાએ કહેવાતા રિપોર્ટર પ્રતિક ચંદારાણાએ સળિયા વડે બાબુ ડાભીને ફટકાર્યો
શહેરના ભાવનગર રોડ પર આવેલા માંડા ડુંગર પાસે પાનની કેબીને બામણબોરના ડોકટર પાસે તોડ ન થવાં દેવાનો ખાર રાખી પત્રકાર બાબુ ડાભી પર બુટલેગર પ્રતિક ચંદારાણાએ સળીયા વડે હુમલો કર્યો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.બનાવની જાણ આજીડેમ પોલીસને થતાં દોડી જઈ ધોરણસરની કાર્યવાહી કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બામણબોર ગામમાં રહેતાં અને બાબુભાઈ રવજીભાઈ ડાભી (ઉ.વ.49) નામનાં પત્રકાર લોખંડના સળિયા વડે ગઈ કાલે રાત્રિના આંઠ વાગ્યાની આસપાસ પોતે માંડા ડુંગર માર મારીયા અંગેની આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ત્રણેક માસ પહેલા બામણબોર વિસ્તારમાં ડોક્ટરને પત્રકારના નામે ચંદારાણા સહિત ત્રણ શખ્સો તોડ કરવા આવ્યા અંગેની જાણ સરપંચ વિક્રમભાઈને થતા તેઓએ કુવાડવા રોડ પોલીસ મથકને જાણ કરી હતી. પ્રતિક પત્રકારના નામે 7 લાખ નો તોડ કરવો હતો. તે થયેલ નહીં જેનું મન દુ:ખ નો ખાર રાખી તારીખ 21 /1 /25 ના રોજ બામણબોર ખાતે મેલડી માતાજીના મંદિર ખાતે સર્વજ્ઞાતિય 30 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરેલ હોય ગામ સમસ્ત એના પોસ્ટર લગાડવા માટે આયોજન કમિટી એ મને સોંપ્યું હતું બાદ ગઈકાલે લષ 3 એમએલ 1784 નંબરની કાર લઇ સમૂહ લગ્નના દીકરીઓના કરિયાવર ના લાભાર્થે કાળીપટ ગામે તારીખ 19/ 11/ 24 ના રોજ લોક ડાયરાનું આયોજન કરેલ હોય જે લોક ડાયરા ના પોસ્ટર મારવા માટે માંદા ડુંગર વિસ્તારમાં ગત સાંજે 7:30 વાગ્યા ભાવનગર રોડ તરફથી આવતા પાનના કેબીને પોસ્ટર આપતો હતો તે દરમિયાન પ્રતીક ચંદારાણા અને જોઈ ગયેલ તેમ છતાં હું મારી ગાડી લઈને આગળની કેબીને પોસ્ટર લેવા માટે ઉતરેલ તુ એકટીવા લઈ અને પાનની કેબીને ઉભો રહેલ અને પાટીયુ છું કરવાનો સળિયો કાઢી મને માર મારવા લાગે અને લોહી લુહાણ હાલતમાં અને મારું કામ તે બગાડેલ છે આજે તને જીવતો જવા દેવો નથી તેમ કહી મારી નાખવાની ધમકી આપતા અને ગુમા ગુમ કરતા પાનની કેબિન વાળા તેમજ આજુબાજુવાળા આવી જતા મને બચાવી અને 108 મારફતે લોહી લુહાણ હાલતમાં મને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું આજીડેમ પોલીસ મથકના સ્ટાફે બાબુભાઈ રવજીભાઈ ડાભીની ફરિયાદ પરથી પ્રતિક ચંદારાણા સામે ગુનો નોંધી પી.આઈ જાડેજા અને એસ આઈ એસ આર ચુડાસમા સહિતના સ્ટાફે નાસી સુટેલા શખ્સને ઝડપી લેવા દોડધામ આદરી છે.
પ્રતીક ચંદારાણા એગઈ કાલ રાત્રિના આંઠ વાગ્યાની આસપાસ પોતે માંડા ડુંગર પાસે હતા.ત્યારે બુટલેગર પ્રતિક ચંદારાણાએ સળીયા વડે હુમલો કરતાં બાબુભાઇને પગમાં ઈજાઓ થતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર હેઠળ છે. બનાવ અંગે વધુ જાણવા મળ્યું હતું કે બામણબોર ગામમાં ડોકટર પાસેથી પ્રતિક ચંદારાણાને તોડ કરવો હોય જેથી ડોકટર પાસે પ્રતીકે પૈસાની માંગણી કરી હતી. જે વાતની બાબુભાઇને જાણ થતાં તોડ થવા દિધો ન હતો. અને અગાઉ પણ કોઈ બાબતે માથાકુટ થઈ હતી. જેનો ખાર રાખી હુમલો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.