- થોડા સમય પૂર્વે આવેલા ટેન્ડરમાં ભાવ ઓછો જણાતા સ્ટેન્ડીંગે રિ ટેન્ડરીંગના આદેશ આપ્યા હતા
કોર્પોરેશન દ્વારા 33 સ્થળે પે એન્ડ પાર્કિંગ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરાયા છે. આ અંગે થોડા સમય પહેલા દરખાસ્ત આવી હતી પરંતુ ઓછા લાગતા દરખાસ્ત પરત કરી રિટેન્ડર કરવાના આદેશ અપાયા હતા. જેનું ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.વાહન પાર્કિંગ માટે શહેરીજનોએ વધુ ચાર્જ ચૂકવવો પડશે.
33 સ્થળે પે એન્ડ પાર્ક સાઈડ માટે ટેન્ડર પ્રસિદ્ધ કરાયા છે. અગાઉ પણ આ મુદ્દે ટેન્ડર થયેલ પરંતુ એજન્સીઓ દ્વારા ઓછા ભાવ આવતા દરખાસ્ત રદ કરવામાં આવી હતી. શહેરમાં લોકોને પાર્કિેંગ કરવા માટે પૈસા આપવા પડે તે વાત મંજુર ન હોય તેવું ફરી એક વખત સાબિત થયું છે. પે એન્ડ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ રાખનાર એજન્સીઓને વાહનોના અભાવે નુક્શાની જતી હોવાની ફરિયાદો અગાઉ ઉઠવા પામી છે. જેના લીધે ગત માસે 33 સ્થળે પે એન્ડ પાર્કિંગ માટે ટેન્ડર કરવામાં આવેલ જેમાં પણ ઓછાભાવથી એજન્સીઓએ ટેન્ડર ભર્યા હતાં. વધુ ભાવના ટેન્ડર શા માટે નથી આવતા તેની ચર્ચા કરવાના બદલે સ્ટેન્ડીંગ કમિટિએ તમામ પ્રક્રિયા રદ કરી રિ ટેન્ડરના આદેશ આપ્યા હતાં. જેના પગલે મનપાએ ફરી વખત 33 સ્થળે પે એન્ડ પાર્કિંગ માટેની સાઈટ જાહેર કરી ટેન્ડર પ્રસિદ્ધ કર્યા છે. પે એન્ડ પાર્કિંગની જૂની સાઈટો તેમજ અમુક નવી સાઈટો જાહેર કરવામાં આવી છે. જેમાં વધુ ભાવની આશા તંત્ર દ્વારા રાખવમાં આવી રહી છે. અને સાથો સાથ સરકારને નવી ગાઈડલાઈન મુજબ પે એન્ડ પાર્કિંગ માટેના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેના લીધે હવે વાહન ચાલકોએ સરકારે નક્કી કરેલા નવા ભાવ પાર્કિંગ માટેના ચુકવવાના રહેશે.
રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાએ પે એન્ડ પાર્કિંગ માટે અનેક સ્થળે સાઈટો એજન્સીને ફાળવેલ છે. અને લોકો પૈસા આપીને વાહન પાર્ક ન કરતા હોય એજન્સીઓ નુક્શાની ભોગવી રહી છે. અને પે એન્ડ પાર્કિંના કોન્ટ્રાક્ટમાં તંત્ર દ્વારા ઓછા ભાવ લેવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. છતાં તેની વિરુદ્ધ તંત્રએ વધુ પૈસા રડવાની લાલચ રાખી પે એન્ડ પાર્કિંગની સાઈટોના ઉંચા ભાવ માટે રિટેન્ડર કર્યુ છે. જેને કેવો પ્રતિસાદ સાપડશે તે આવનાર દિવસોમાં જોવા મળી રહેશે.
મહાનગરપાલિકા દ્વારા સાઈટો નક્કીક રાઈ છે જેમાં ડોમિનોઝ પીઝાથી જય સીયારામ ચા ની સામેનાં બ્રીજ ની બન્ને સાઈડ (વોર્કહાર્ટ હોસ્પિટલ ની સામે નો ભાગ) કે.કે.વી મલ્ટી લેવલ બ્રીજ જડુસ ચોકથી પુષ્કરધામ સુધી બ્રિજની નીચે બંને સાઈડ 860 ચો.મી. જડુસ ચોકથી મોટા મવા સુધી બ્રિજની નીચે બંને સાઈડ 852 ચો.મી. મવડી ચોકડીથી નાનામવા ચોકડી તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનોભાગ (2) મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનોભાગ (4) મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનોભાગ (1) હોસ્પિટલ ચોકથી જામનગર રોડ બ્રીજ નીચેનો ભાગ હોસ્પિટલ ચોકથી કેસરી હિન્દ પુલ બ્રીજ નીચેનો ભાગ હોસ્પિટલ ચોકથી ધ ગ્રાન્ડ ઠાકર હોટેલ બ્રીજ નીચેનો ભાગ શાસ્ત્રી ધર્મજીવનદાસજી આંખની હોસ્પિટલની બાજુમાં રેલ્વેઓવરબ્રિજ નીચેનો ભાગ વિવેકાનંદ ઓવરબ્રિજ/મવડી ઓવરબ્રિજ નીચેની જગ્યા ઓપન પ્લોટ નહેરુનગર 80 ફૂટ રોડ યોગેશ્વર સોસાયટી મોચી બજાર કોર્ટ થી પેટ્રોલ પંપ રોડ. જયુબેલીશાક માર્કેટ લાખાજીરાજ રોડ વોર્ડ નં.7માં સ્થિત રાષ્ટ્રીય શાળા પાસે આવેલ મહાનગરપાલિકાની જમીન સર્વેશ્વરચોક ધનરજની બિલ્ડીંગ, (ઈમ્પીરીયલ હોટેલ) થી જીલ્લા પંચાયત ચોક સુધી, બન્ને બાજુ ઓપન પ્લોટપંચાયત નગર, રામદેવપીર ચોકથી શીતલ પાર્ક ચોક ઉગમણી બાજુ બ્રીજ નીચેનો ભાગ રામદેવપીર ચોકથી શીતલ પાર્ક ચોક આથમણી બાજુ બ્રીજ નીચેનો ભાગ રામદેવપીર ચોકથી નાણાવટી ચોક આથમણી બાજુ બ્રીજ નીચેનો ભાગ રામદેવપીર ચોકથી નાણાવટી ચોક ઉગમણી બાજુ બ્રીજનીચેનો ભાગ કે.કે.વી.ચોક થી બીગ બજાર તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનોભાગ (1) નાના મવા સર્કલથી બિગ બજાર આથમણી બાજુ બ્રીજ નીચેનો ભાગ નાના મવા ચોકથી બાલાજી હોલ આથમણી બાજુ બ્રીજનીચેનો ભાગ રૈયા ચોકડીથી ઇન્દિરા સર્કલ તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજનીચેનો ભાગ (4) રૈયા ચોકડીથી નાણાવટી ચોક તરફનો ઉગમણી બાજુએ (ઇસ્ટ) બ્રીજ નીચેનોભાગ (2) રૈયા ચોકડીથી નાણાવટી ચોક તરફનો આથમણી બાજુએ (વેસ્ટ) બ્રીજ નીચેનોભાગ (3) સત્યસાઈ મેઈન રોડ (પરિમલ સ્કુલ) થી આત્મીય કોલેજ નાં ગેટ સુધી (સ્વિમિંગ પુલ સામે) બ્રીજ ની બન્ને સાઈડ કે.કે.વી મલ્ટી લેવલ બ્રીજ શ્રીજી હોટલ થી રોયલ પાર્ક મેઈન રોડ( ક્રિશ્ના મેડીકલ સ્ટોર સુધી)બ્રીજ ની બન્ને સાઈડ કે.કે.વી મલ્ટી લેવલ બીજ સહિતના સ્થળે પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાશે.