- રેલવે વિભાગના મુંબઈ ડિવીઝન DRM નીરજ વર્મા અને GM અશોક મિશ્રા ઉમરગામની મુલાકાતે
- અધિકારીઓએ રેલવે સ્ટેશન સાથે ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝની લીધી મુલાકાત
- અધિકારીઓએ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનનાં અગ્રણીઓ સાથે રેલવેનાં પ્રશ્નો બાબતે કરી ચર્ચા
Umargam : રેલવે વિભાગના મુંબઈ ડિવીજન DRM નીરજ વર્મા અને GM અશોક મિશ્રા એ રેલવે સ્ટેશન સાથે ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ રેલવે સ્ટેશનના કામો સાથે સાથે ઉમરગામનાં ઉદ્યોગ જગતના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. રેલવે સાથે ઉદ્યોગો નો વ્યવસાય જોડાયેલો છે. ત્યારે તો હજારો મુસાફરો ઉમરગામનાં ઉદ્યોગો સાથે જોડાયેલા છે. ત્યારે રેલવેના DRM એ ઉમરગામનાં ઉદ્યોગોનાં વિકાસમાં રેલવે કોઈ નવું આયોજન કરશે અને આવનારા દિવસોમાં ઉદ્યોગોનાં ગુડ્સ પ્રોડકટનેં વધુ વેગ મળશે એવું જણાવ્યું હતું. સાથે જ રેલવેનાં પ્રશ્નોનાં નિરાકરણ સાથે વ્યાવસાયિક ક્ષેત્રે ઉમરગામ સારી પ્રગતિ કરશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત નવા રેલવે સ્ટોપેજ થી ઉમરગામ નાં ઉદ્યોગો નેં વેગ મળી શકે એવી રજૂઆત કરવામાં આવી હતી.
અનુસાર માહિતી મુજબ, રેલવે વિભાગના મુંબઈ ડિવીજન DRM નીરજ વર્મા અને GM અશોક મિશ્રાએ ઉમરગામનીં મુલાકાતે ખાસ સેલુન ટ્રેનથી આવ્યા હતા. ઉમરગામ રેલવે સ્ટેશનના કામો સાથે સાથે ઉમરગામનાં ઉદ્યોગ જગતના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. ત્યારે રેલવે સાથે ઉદ્યોગોનો વ્યવસાય જોડાયેલો છે. આ ઉપરાંત હજારો મુસાફરો ઉમરગામ નાં ઉદ્યોગો સાથે જોડાયેલા છે.
તેમજ રેલવેના DRM એ ઉમરગામનાં ઉદ્યોગોનાં વિકાસમાં રેલવે કોઈ નવું આયોજન કરશે અને આવનારા દિવસોમાં ઉદ્યોગોનાં ગુડ્સ પ્રોડકટનેં વધુ વેગ મળશે એવું જણાવ્યું હતું. તેમજ ઉમરગામનાં રેલવેનાં પ્રશ્નોનાં નિરાકરણ સાથે વ્યાવસાયિક ક્ષેત્રે ઉમરગામ સારી પ્રગતિ કરે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે નવા રેલવે સ્ટોપેજથી ઉમરગામનાં ઉદ્યોગોનેં વેગ મળી શકે એવી રજૂઆત કરવામાં આવી હતી.
અહેવાલ : રામ સોનગઢવાલા