- અડાજણ ખાતે આ ગરમ કપડાનો માર્કેટ થયો શરૂ
- પ્રથમ નાગરિક સહિતના લોક પ્રતિનિધિઓના હસ્તે માર્કેટનું કરાયું ઉદ્ઘાટન
- સ્થાનિક નગર સેવકો સહિત આગેવાનો મોટી સંખ્યામાં રહ્યા હાજર
Surat News : શિયાળાની શરૂઆત સાથે જ ગરમ કપડા પહેરી નિકળતા લોકો દેખાય છે. તો સુરતીઓ માટે દર વર્ષે તિબેટિયનો ગરમ કપડા વેંચવા સુરત આવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ તિબેટિયનો સુરતમાં ગરમ કપડા વેંચવા આવી ગયા છે. અડાજણ ખાતે આ ગરમ કપડાનો માર્કેટ શરૂ થયો છે. તો સુરતના પ્રથમ નાગરિક સહિતના લોક પ્રતિનિધિઓના હસ્તે આ માર્કેટની ઉદઘાટન કરાયુ હતું.
રાજ્યમાં હાલ ઠંડીનો ધીમે ધીમે પગપસેરો થઈ રહ્યો હોવાનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રી દરમિયાન ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે ઠંડીની સાથે તિબેટીયન લોકોનું પણ આગમન થઈ ગયું છે. સુરતમાં તિબેટીયન માર્કેટ શરૂ થઈ ગઈ છે. ટીબેટીઆન માર્કેટ છેલ્લા વર્ષો વર્ષોથી સુરતના રાજમાર્ગ અને ત્યારબાદ ગાંધીબાગ પાસે ભરાતી હતી પણ સુરત મેટ્રોની કામગીરી બાદ આ માર્કેટ હવે સુરતના અડાજણ ખાતે તિબેટીયન માર્કેટ ભરાઈ છે. જ્યાં શુક્રવારના રોજ સુરત મહાનગર પાલિકાના મેયર દક્ષેશ માવાણીના હસ્તે ટીબેટીયન માર્કેટ શરૂ કરાઈ હતી. તો આ પ્રસંગે સ્થાનિક નગર સેવકો સહિત સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય