રાજ્યમાં નવા વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે દેવ દિવાળીને લઇ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. તેમજ અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા. ત્યારે દૂર દૂરથી ભક્તો શામળાજી ખાતે આવી પહોંચ્યા હતા. ભક્તોએ દેવ દિવાળીના દિવસે ભગવાન શામળિયાના દર્શન કર્યા હતા.
રાજસ્થાન તરફ જતાં લોકો શામળાજી મંદિરે અચૂક દર્શન કરીને જાય છે. ત્યારે દેવ દિવાળી અને નવા વર્ષને લઇને શામળાજી મંદિરને રોશનીથી સજ્જ કરવામાં આવ્યું છે. ભક્તોએ શામળિયાના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી. તેમજ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાનને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો હતો. આ ઊપરાંત ભગવાન શામળિયાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. નવા વર્ષને લઇને વિશેષ આરતી સહિતના આયોજનો કરાયા હતા.
જિલ્લાના મંદિરો આ વર્ષે રોશનીથી ઝળહળી ઉઠયા હતા. જ્યારે મોડાસાના સાંઈ મંદિરે ભક્તો દ્વારા અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો.
લાભ પાંચમથી દેવ દિવાળી સુધીના 10 દિવસીય દેવ પર્વની ઉજવણીના ભાગરૂપે દેવ દિવાળી પર્વની જિલ્લામાં શ્રધ્ધાભેર ઉજવણી કરાઈ હતી.
જિલ્લાના મંદિરો રોશનીથી ઝળહળી ઉઠયા અને વિશેષ ઉપાસના પૂજા-અર્ચના સાથે પર્વ ઉજવાયું હતું. આ દરમિયાન પ્રખ્યાત યાત્રાધામ ખાતે પરંપરાગત રીતે યોજાતો કાર્તિકી પૂર્ણિમાનો મેળો શનિવારથી આરંભાયો હતો અને આ મેળામાં હજારો લોકો ઉમટી પડયા હતા.