GAIL (India) Limited એ વરિષ્ઠ ઇજનેર, વરિષ્ઠ અધિકારી અને અધિકારીની કુલ 261 જગ્યાઓ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી એ ભારતીય યુવાનો માટે એક શ્રેષ્ઠ તક છે, જેઓ પ્રતિષ્ઠિત સરકારી કંપનીમાં પોતાની કારકિર્દી બનાવવા માંગે છે.
GAIL એ વિવિધ વિભાગોમાં કુલ 261 જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. વરિષ્ઠ ઈજનેર પદોમાં રિન્યુએબલ એનર્જી, બોઈલર ઓપરેશન્સ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઈન્સ્ટ્રુમેન્ટેશન, કેમિકલ અને ગેલટેલ (TC/TM) પોસ્ટ્સનો સમાવેશ થાય છે. જ્યારે વરિષ્ઠ અધિકારીઓની જગ્યાઓમાં ફાયર એન્ડ સેફ્ટી, સિવિલ, માર્કેટિંગ, ફાઇનાન્સ અને માનવ સંસાધન વગેરે વિભાગો છે. અધિકારીની જગ્યાઓ પર લેબોરેટરી, સુરક્ષા અને ઓફીશીયલ લેન્ગવેજ માટે ભરતી કરવામાં આવશે.
સિનિયર એન્જિનિયરની જગ્યાઓ માટે, રસાયણ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને સંબંધિત એન્જિનિયરિંગમાં ઓછામાં ઓછા 65% માર્ક્સ સાથે સ્નાતકની ડિગ્રી અને એક વર્ષનો અનુભવ જરૂરી છે. અન્ય પોસ્ટ્સની આવશ્યક લાયકાત માટે, ઉમેદવારો સત્તાવાર સૂચના ચકાસી શકે છે. વરિષ્ઠ ઇજનેર અને વરિષ્ઠ અધિકારીની જગ્યાઓ માટે મહત્તમ ઉંમર 28 વર્ષ છે અને ઓફિસર પોસ્ટ્સ માટે 32 થી 45 વર્ષની વચ્ચે છે. ઉંમર 11 ડિસેમ્બર, 2024 થી ગણવામાં આવશે અને અનામત વર્ગના ઉમેદવારોને નિયમો અનુસાર છૂટછાટ મળશે.
પસંદગી પામેલા ઉમેદવારોને વરિષ્ઠ ઈજનેર અને વરિષ્ઠ અધિકારીની જગ્યાઓ માટે દર મહિને રૂ. 60,000 થી રૂ. 1,80,000 અને અધિકારીની જગ્યાઓ માટે રૂ. 50,000 થી રૂ. 1,60,000 પ્રતિ માસનો પગાર મળશે. પસંદગી પ્રક્રિયામાં, જૂથ ચર્ચા અને ઇન્ટરવ્યુ સાથે, શારીરિક સહનશક્તિ કસોટી અને કૌશલ્ય પરીક્ષણ પણ હાથ ધરવામાં આવશે.
રસ ધરાવતા ઉમેદવારોએ શક્ય તેટલી વહેલી તકે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરવી જોઈએ, કારણ કે અરજીની છેલ્લી તારીખ 11 ડિસેમ્બર 2024 છે.