શિયાળાની ઋતુમાં ત્વચાની સંભાળ વધારે રાખવી જરૂરી બની જાય છે. શિયાળામાં ઠંડી અને સૂકી હવાથી ત્વચાની સંભાળ અને બચાવ ખૂબ જ આવશ્યક છે. આ ઋતુમાં ત્વચા પર સૌથી વધુ અસર પડે છે જેના કારણે ત્વચા સૂકી અને લાલ થઇ જાય.શિયાળામાં સારાં મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જરૂરી છે રાત્રે સૂતા પેહલા ઘટ્ટ મોઇશ્ચરાઇઝર અને દિવસે લાઇટ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવાથી ત્વચાને હાનિકારક સૂર્યકિરણો સામે રક્ષણ મળે છે. આ ઉપરાંત સનસ્ક્રિન પણ એટલું જ જરૂરી છે.
સીરમ અને નાઇટ માસ્ક
શિયાળામાં ત્વચાને હાઇડ્રેટ રાખવી જરૂરી છે. ઠંડી હવા ત્વચાના પોષણને છીનવી લે છે. તેથી જ સ્કિન માટે હાઇડ્રેટિંગ સીરમ આખીરાત માસ્કનો ઉપયોગ કરવામાં આવે છે . આ પ્રોડક્ટ્સમાં એલોવેરા, લીમડો, બેરીના અર્ક, ગુલાબ, પ્રાકૃતિક તેલ જેવા તત્વો હોય તેવો આગ્રહ રાખો. આ વસ્તુ ત્વચાને હાઇડ્રેટ કરીને તેના પોષણને જાળવી રાખે છે.
સારો ખોરાક
સારો ખોરાક પણ સ્કિન હેલ્થ માટે એટલી જ જરૂરી છે. ત્વચાને અંદરથી હાઇડ્રેટ રાખવા માટે પુરતાં પ્રમાણમાં પાણી પીવો, ફળો અને શાકભાજીનું સંતુલિત સેવન કરો.
હૂંફાળા પાણીનો પ્રયોગ કરો
શિયાળાની ઋતુ માં ગરમ પાણી થી ન્હાવું કોને પસંદ હોતુ નથી. પરંતુ ગરમ પાણી સ્કિનના નેચરલ ઓઈલને તબાહ કરી નાખે છે, જેના કારણે ત્વચા સૂકી થતી વધી જાય છે. જે લોકો ન્હાયા બાદ સ્કિનને મોઈસ્ચરાઈજર કરતા નથી.
દૂધ ત્વચા ની સુરક્ષા કરે છે
દૂધ સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચા માટે પણ ફાયદાકારક છે. શિયાળામાં, તમે ત્વચા માટે દૂધનો ઉપયોગ કરી શકો છો. એક બાઉલમાં કાચું દૂધ લો. તેમાં થોડું મધ ઉમેરો. આ બંને વસ્તુઓને મિક્સ કરીને ત્વચા પર 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. આ પછી ત્વચાને ઠંડા પાણીથી ધોઈ લો. આ ત્વચાને નરમ બનાવવામાં મદદ કરશે.
સૂતા પહેલા નારિયેળ તેલ લગાડવું
આપ મેકઅપ કરતા હો અને તેને ઉતાર્યા વિના સૂઈ જતા હો તો તો તેની વિપરિત અસર ત્વચા પર પડી શકે છે. મેકઅપ દૂર કરવા માટે નાળિયેર તેલનો ઉપયોગ કરો. સૂતી વખતે નારિયેળ તેલ લગાવીને પણ ચહેરો સાફ કરી શકો છો. નારિયેળનું તેલ લગાવીને થોડીવાર રહેવા દો અને પછી ભીના ટુવાલથી ચહેરો આછો લૂછી લો.
મસાજ કરવાથી ત્વચા નરમ રહે છે
જ્યારે તમે ચહેરા પર મસાજ કરો છો, ત્યારે બેજાન અને શુષ્ક ત્વચા ફરીથી જીવંત થઈ શકે છે. રાત્રે સૂતા પહેલા નારિયેળ, ઓલિવ અથવા બદામના તેલથી ચહેરા અને હાથ-પગની માલિશ કરો. આમ કરવાથી રક્ત પરિભ્રમણ પણ વધશે. ત્વચામાં નમી જળવાઈ રહેવાથી ત્વચા કોમળ રહેશે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.