- દુબઈમાં ભારતીયોને નોકરી પર રાખી સાઈબર ફોડની ઘટનામાં ભોગ બનેલાઓને સીસામાં ઉતારવામાં આવતા હતા
દેશભરમાં ડિજિટલ અરેસ્ટ રૂપિયા કમાવવા અને નોકરીની લાલચ તેમજ વિવિધ ટાસ્કના નામે 111 કરોડ રૂપિયાની ઠગાઈ માં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે. સુરતના મિલન વાઘેલા, જગદીશ અજુડીયા તેમજ હિરેન ભરવાડીયા ચાઈનીઝ ગેંગ માટે એજન્ટ તરીકે કામ કરતા હતા. પોતાના જ દેશના લોકો સાથે સાયબર ફ્રોડ કરી તેઓ કરોડો રૂપિયા મલ્ટીપલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી ત તેને ક્રિપ્ટો કરન્સીમાં ક્ધવર્ટ કરી ચાઈનીઝ ગેંગને આપતા હતા અને તેમ કમિશન મેળવતા તા…સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે દેશભરમાં અત્યાર સુધી 111 કરોડના સાઇબર ફ્રોડમાં સામેલ સુરતની સિન્ડિકેટના લોકોની ધરપકડ કરી છે. દેશભરમાં અલગ અલગ સાયબર ફ્રોડમાં પીડીત દ્વારા જે લાખો કરોડો રૂપિયા બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા તેને આ લોકો અલગ અલગ બેંકમાં ટ્રાન્સફર કર્યા બાદ તેને યુએસડીટી કરન્સીમાં ક્ધવર્ટ કરી ચાઈનીઝ બેંકને આપવાનું કામ કરતા હતા. સુરત સાયબર સેલ ની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો છે. આ સિન્ડિકેટ વિરુદ્ધ દેશભરમાં 200થી વધુ એફઆઇઆર નોંધાવવામાં આવી છે. આ લોકો સૌ પ્રથમ જરૂરિયાતમંદ, શ્રમિક કે દારૂડિયા લોકો પાસેથી પુરાવા મેળવી તેમના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવતા હતા.
બેન્ક એકાઉન્ટ અને સીમકાર્ડ દુબઈ મોકલી ત્યાંથી ઓપરેટ કરવામાં આવતું
અલગ અલગ લોકોના નામથી ભારતમાં અલગ અલગ બેંકમાં એકાઉન્ટ ખોલાવીને તેની કીટ આ લોકો દુબઈ મોકલતા હતા. બેન્ક એકાઉન્ટ સહિત જે પણ મોબાઈલ નંબર હતો તેના થકી ચાઈનીઝ ગેંગ જે ભારતીય લોકોને નોકરી પર રાખે છે તેમના માધ્યમ થી ભારતના જ લોકોને બ્લેકમેલ કરાવતી હતી. ચાઈનીઝ ગેંગ નો મિલન મુખ્ય એજન્ટ હાલ દુબઈમાં આ સિન્ડિકેટના બે આરોપીઓ છે. જેમાં માસ્ટર માઈન્ડ મિલન વાઘેલા છે. જે ડાયરેક્ટ આ ચાઈનીઝ ગેંગ સાથે સંપર્કમાં હતો. જેની ધરપકડની રાહ સુરત સાઇબર સેલ જોઈ રહી છે. મિલન ઉપરાંત જગદીશ અજુડીયા પણ હાલ દુબઈમાં છે. હિરેન પણ દુબઈ જવાના ફિરાક માં હતો પરંતુ સુરત પોલીસે તેની ધરપકડ મુંબઈ એરપોર્ટ પર થી કરી હતી.
દુબઈમાં ચાઈનીઝ ગેંગ કઈ રીતે ભારતને ટાર્ગેટ કરે છે ?
ચાઈનીઝ ગેંગના ભેજાબાજો દુબઈમાં બેસીને ભારતના જ લોકો ને એજન્ટ તરીકે સાઇબર ફ્રોડની ઘટનામાં ઉપયોગ કરે છે. ચાઈનીઝ ગેંગ કામ કરે પહેલા તો દુબઈમાં ભારતની ભાષાના જાણકાર લોકોને નોકરી પર રાખે છે. જેમને એક લાખ થી દોઢ લાખ રૂપિયા પગાર આપે છે અને આ લોકોનું કામ માત્ર સાયબર ફ્રોડની ઘટના જે પીડિત સાથે બની છે તેમને વારંવાર કોલ કરી ધમકાવવાનું અને બ્લેકમેલ કરવાનું હોય . આ ઉપરાંત પોતાના ભારતના એજન્ટના માધ્યમ થી પીડિત જે પણ એમાઉન્ટ બેંકમાં નાંખે તેને તે બેંક થી મલ્ટીપલ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવવાનું અને ત્યારબાદ તે એમાઉન્ટને યુએસડીટી કરન્સી માં ક્ધવર્ટ કરાવવાનું કામ આ ચાઈનીઝ ગેંગ કરે છે. હાલ જે ટોળકી ની ધરપકડ સુરત સાયબર સેલ દ્વારા કરવામાં આવી છે તે ટોળકી ચાઈનીઝ ગેંગ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. આ સિન્ડિકેટ ચાઈનીઝ ગેંગ માટે બેન્ક એકાઉન્ટમાં આવેલા પીડિત ના લાખોને કરોડો રૂપિયા લોકોના અલગ અલગ નામથી જે બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં આવે છે તેવા મલ્ટીપલ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે. ત્યારબાદ ચાર લેયરમાં આ પૈસા ટ્રાન્સફર કર્યા બાદ તેઓ તેને યુએસડીટી કરન્સીમાં ક્ધવર્ટ કરે છે અને આ ચાઈનીઝ ગેંગને આપે છે અને ત્યારબાદ ચાઈનીઝ ગેંગ 30 થી 40% કમિશન આ એજન્ટોને આપે છે.