- વૃઘ્ધોને કોઇપણ આવક મર્યાદા વિના આયુષ્યમાન કાર્ડ આપવાની યોજનાનો લાભ લેવા અનુરોધ
- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક રૂ. 10 લાખની આરોગ્ય સારવાર વીમા યોજના અમલમાં છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા નાગરિકોને આયુષ્માન કાર્ડ’ આપવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ આવક મર્યાદાને ધ્યાનમાં લીધા વિના, 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને આયુષ્માન વય વંદના કાર્ડ આપવામાં આવશે. જેની મદદથી વૃદ્ધોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે.
રાજકોટ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યાનુસાર, આયુષ્માન ભારત વય વંદના યોજનાનો લાભ લેવા આયુષ્માન એપ અથવા પી.એમ.જે.એ.વાય.ના વેબ પોર્ટલ બયક્ષયરશભશફિુ.ક્ષવફ.લજ્ઞદ.શક્ષ પર લાભાર્થી નોંધણી કરાવી શકે છે. જો લાભાર્થી નોંધણી કરાવવામાં અસમર્થ હોય, તો યોજના સાથે જોડાયેલી સરકારી હોસ્પિટલો અથવા ખાનગી હોસ્પિટલો, ઈ-ગ્રામ (વી.સી.ઈ.), ગ્રામ પંચાયત પર તેમના આધાર કાર્ડ રજૂ કરીને નોંધણી કરાવીને આયુષ્માન કાર્ડ કાઢી શકાય છે.
હાલ રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આ કામગીરી ઘરે-ઘરે જઈને કરવામાં આવે છે. ત્યારે વયપાત્ર નાગરિકોને આયુષ્માન કાર્ડ બનાવવા માટે અપીલ કરવામાં આવી છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ માન્ય હોસ્પિટલની યાદી રાજકોટ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર જોવા મળશે. આ વિશે વધુ માહિતી માટે ગામના આશા બહેન, આંગણવાડી કાર્યકર, આરોગ્ય કર્મચારી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી શકાશે, .
આયુષ્માન વય વંદના કાર્ડ બનાવવા માટેનાં પગલા ગુગલ પ્લે સ્ટોર પરથી “આયુષ્માન” એપ ડાઉનલોડ કરો અને કિલક કરી ઓપન કરો. લોગ-ઈન પર કિલક કરો. “લાભાર્થી” પર કિલક કરો. આધારકાર્ડમાં લિંક હોય તે મોબાઈલ નંબર એન્ટર કરો અને વેરીફાઈ પર કિલક કરો. આવેલું ઓ.ટી.પી. સમય મર્યાદામાં દાખલ કરો. ત્યારબાદ લોગ-ઈન સ્ક્રીન ખુલશે, જેમાં લખેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચી છેલ્લે સુધી સ્ક્રોલ કરો. જયાં 70થી વધુ વયના લોકો માટે નોંધણી માટે એક બટન મળશે. તે બટન પર કિલક કરો.
લાભાર્થી આધાર કાર્ડ નંબર દાખલ કરો અને વેરીફાઈ પર કિલક કરો.
એક ઓટીપી આધારકાર્ડ લિંક હોય તે મોબાઈલ નંબર પર અને બીજો ઘ.ઝ.ઙ. લોગ-ઈન કરનારા લાભાર્થીના મોબાઇલ નંબર પર એમ કુલ બે અલગ અલગ ઓટીપી આવશે.
બંને ઓટીપી કાળજીપૂર્વક દાખલ કરો. નીચે આધારકાર્ડની વિગતો અને તેની બાજુમાં એક કેમેરા બટન જોશો.
કેમેરા પર કિલક કરી લાઇવ ફોટો પાડી અપલોડ કરી સબમિટ કરો. જો કુટુંબના અન્ય સભ્યનું કાર્ડ બનાવવાનું હોય તો એક મેમ્બર ટેબ પર કિલક કરી તેમની વિગતો ઉમેરો અથવા જો કોઇ સભ્યનું બનાવવાનું ન હોય તો આઇ ડુ નોટ હેવ એન્કી અધર ફેમીલી મેમ્બર ટેબ પર કિલક કરો. આયુષ્માન કાર્ડ “નોંધાયેલ” સ્ટેટસ અને મેસેજ સાથે દેખાશે.