- કૌભાંડોની હારમાળાએ બેંકને ઉધઈ લગાડી દીધી છે જેને રોકવો અને ઈલાજ કરવો અમારૂ કર્તવ્ય છે: સંસ્કાર પેનલ
રાજકોટ નાગરિક સહકારી બેંકની આગામી રવિવારે યોજાનારી 15 ડિરેકટરો માટેની ચૂંટણીમાં ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કલ્પકભાઈ મણીયાર સહિત સંસ્કાર પેનલના ચાર ઉમેદવારોના ફોર્મ ડયુઅલ મેમ્બરશીપના કારણે જિલ્લા કલેકટર દ્વારા રદ કરવામાં આવ્યા હતા જેની સામે સંસ્કાર પેનલના કલ્પકભાઈ મણીયાર અને મિહીરભાઈ મણીયારે કરેલી પિટીશન ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. હવે સહકાર પેનલના 15 અને સંસ્કાર પેનલના 11 ઉમેદવારો વચ્ચે ટકકર જામશે.
રાજકોટ નાગરિક સહકારી બેન્કના પૂર્વ ચેરમેન તેમજ વર્તમાન ડિરેક્ટર કલ્પકભાઈ મણીઆરે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે’ રાજકોટ નાગરિક બેન્ક કે વિશ્વની કોઈપણ બેન્ક નો “આત્મા” એટલે ‘જન વિશ્વાસ’ જ છે. કમનસીબે દુ:ખ સાથે કહેવું પડે છે કે 70 વર્ષથી જન સમુદાયના અપ્રતિમ વિશ્વાસ અને ભરોષા થી આપણી બેન્ક દેશની અગ્રણી બેન્ક હતી ‘નાના માણસની મોટી બેન્ક’ એ છેલ્લા દોઢ બે વર્ષથી માત્ર ‘મોટા-ખોટા માણસો’ ની બેન્ક બની ગયેલ છે. મુંબઈની કાલબાદેવી તેમજ જુનાગઢ બ્રાન્ચના શ્રેણી બધ્ધ એક સમાન લોન કૌભાંડો બહાર આવતા છેલ્લા દોઢેક વર્ષ થી આંતરિક રીતે સક્રિય બનીને અભિયાન આરંભેલ છે.
બેન્કમાં થાપણ દારો, સભાસદો, ગ્રાહકો, શુભચિંતકો, ડેલિગેટો, જૂના-વર્તમાન કર્મચારીઓ વિગેરે મળીને દસ લાખથી વધુ લોકોનો આપણો આ ‘નાગરિક મહા પરિવાર’ છે. હું બાલ્યાવસ્થાથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્વયં સેવક છું, મને જે જે જવાબદારીઓ સોંપાતી ગઈ તે તે મેં પૂરી નિષ્ઠા, પ્રમાણિક્તા તેમજ કુશળતા પૂર્વક નિભાવેલ છે. સંઘમાથી મળેલ જવાબદારીમાં ભૂતકાળમાં વિદેશ વિભાગ હોય કે વર્તમાનમાં સહકાર ભારતી. વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ઓર્ગેનાઇઝેશનની જવાબદારી સંભાળું છું.
નાગરિક બેન્ક મારા માટે માત્ર જવાબદારી નહી પરંતુ જવાબદેહી નહીં પરંતુ તેથી પણ વધુ એકાઉન્ટીબીલીટી છે. આ બેન્કની સ્થાપના સંસ્કારી આગેવાન/શ્રી જન્મશંકર ભાઈ અંતાણીએ કરેલ. ત્યાબાદ સંઘ-જનસંઘની વિચાર ધારાના કાર્યકર્તાઓ બેન્ક માં ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા. 1968 ની આસપાસ તે માહેના પ્રથમ જુથમાં મારા પિતા અરવિંદભાઇ મણીઆર પણ હતા અને પ્રથમ ચેરમેન બનેલ. તેઓના સાથીદારો તરીકે કેશુભાઈ પટેલ. ચીમન ભાઈ શુક્લ અને ત્યાર બાદ વજુભાઈ વાળા જેવા અનેક સક્ષમ અને સંસ્કારી લોકોએ બેન્કનું સુકાન સાંભળેલ હતું. હું પણ સોંપાયેલી જવાબદારી મુજબ 1990 થી બેન્કનો ડિરેક્ટર છું. સને 2006થી સને 2012 સુધી બેન્કના ચેરમેનનું કાર્ય કરેલ. મારે મારા ચેરમેનના કાર્યકાળના આજે કોઈ વખાણ કરવાની જરૂર નથી. સંપૂર્ણ નાગરિક મહા પરિવાર અને સમાજ આજે પણ તેને ગૌરવ ભેર યાદ કરે છે.
બેન્કનો ઝડપી વિકાસ અને પ્રભાવ હજારો સ્વયં સેવકો, કાર્યકર્તાઓ, કર્મચારીઓ, સભાસદો, થાપણદારો વિગેરે થકી થયેલ છે. અમો તો માત્ર સંચાલકો તરીકે કાર્ય કરતાં રહીએ છીએ.
બેન્કમાં મામા-ભાણેજ કે સંઘ-ભાજપનો કોઈ વિવાદ નથી. માત્ર સંઘના સાચા સ્વયં સેવક અને બેન્કના ડિરેક્ટર કે પૂર્વ ચેરમેનનું કર્તવ્ય નિભાવવા અંગે કોણ સાચું અને કોણ ખોટું ? તે મહત્વનો મુદ્દો છે. કૌભાંડો. સ્કેમના આધાર પુરાવાઓ નાગરિક પરિવાર અને જાહેર જનતા સમક્ષ રજૂ છે. દૂધ નું દૂધ અને પાણી નું પાણી બધા સમજતા જાય છે.
અમારું મુખ્ય ધ્યાન એ છે કે બેન્ક કૌભાંડ મુક્ત બને, લાખો લોકોના રૂપિયાની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે. ડિરેક્ટરોની ચૂંટણી એ માત્ર આ અભિયાનમાં આવેલો માત્ર એક માઈન્સ્ટોન છે. મારા સહિતના સંસ્કાર પેનલના ઉમેદવારો કે સંસ્કાર પરિવારના કાર્યકર્તાઓ ચૂંટણી બાદ પણ અમારું અભિયાન ચાલુ રાખવા માટે સંકલ્પબધ્ધ છીએ. હાલમાં અમો 4 ઉમેદવારોના ફોર્મ રદ થયેલ છે જેની સામેની પિટિશન ે હાઈકોર્ટ સ્વીકારેલ નથી. પરંતુ સંસ્કાર પેનલના 11 ઉમેદવારોએ રાજકોટના 196 મતદારો મારફત બહુમતીથી ચૂંટાઈને આવવાનું છે ત્યારે અમોને વિજયનો પૂરો વિશ્વાસ છે.