- ઓખા : ગુરૂનાનક જયંતી નિમિતે પ્રવાસીઓ માટે લંગર જમવાનું આયોજન
- દર વર્ષની માફક આ વર્ષે પણ ગુરૂનાનક જયંતીની કરાઈ ઉજવણી
Okha News : દેશના પશ્ચિમકિનારે આવેલ ઓખા બેટ શંખોદ્વાર વિશાળ ટાપુ પર દ્વારકાધીશજીના મંદીરથી થોડે દુર શીખ લોકો દ્વારા પ્યારાભાઈ મોહકમસિહજીની સ્મૃતિમાં 2007માં સુન્દર ગુરૂદ્વારા મંદીર બાધવામાં આવ્યુ હતુ. જયારે ગુરૂ ગોવિંદસિધજી એ બલીદાન માટે બોલાવ્યા અને 1699 એડીમાં ખાલસા બનાવીને નવી આત્માંનો ઉમેરો કરવા તેમના માથા પ્રદાન કરવા અને અમૃત પ્રાપ્ત કરવા માટે આગળ આવ્યા હતા. તે ગુજરાતના બેટ દ્વારકાના ભાઈ મોહકમશિહજી હતા.
આ ગુરૂદ્વારામાં દર વર્ષની માફક આ વર્ષે પણ ગુરૂનાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
તેમજ અહી શીખ લોકો સાથે સંધી લોકો પણ આજે દર્શનાથે આવ્યા હતા. બેટ ગામની આશરે 16 હજારલોકોની વસ્તી છે. જ્યાં મોટાભાગે મુસ્લીમો અને હિન્દુઓ રહે છે. જેમાં લગભગ કોઈ શીખ વસ્તી નથી તેમ છતા અહી દ્વારકા અને ગુરૂદ્વારા ખાતે બે જ કુટુબો રહે છે. તે લોકોએ આ ગુરૂદ્વારની સેવા હાથ ધરી છે. અહી આવતા યાત્રીકો અને પ્રવાસીઓ માટે અહીં લગર જમવાનુ તથા રહેવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં છે. અહીં આવતા યાત્રીકો આ સુંદર ગુરૂદ્વારાની અચુક મુલાકાત લે છે. તેમજ આ વર્ષે સુદર્શન બ્રિજ બનતા અહી યાત્રિકોએ મુલાકાત લેવાનો વધુ લાભ લીધો હતો..