- સી.સી.બ્લોક, પેવર બ્લોકના કામ, ડી.આઇ. પાઇપ લાઇન નેટવર્ક સહિતના વિવિધ વિકાસનાં કામોને મંજુરી અપાય
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારે ચેરમેન નિલેશ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ 10 સભ્યો ઉપરાંત ઇન્ચાર્જ મેયર અને ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, ઇચા. આસી. કમિશ્નર (વ.) ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ હાજર રહ્યા હતા.
જામનગર શહેરના અલગ-અલગ વિસ્તારમાં આસ્ફાલ્ટ પેચવર્ક / આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગ કરવાના કામ અંગેની બે દરખાસ્તમા કુલ રૂા.3.55 કરોડ નો ખર્ચ મંજુર કરવા આવ્યો હતો. 1લી મે 2023 ગુજરાત સ્થાપના દિનની રાષ્ટ્રીય પર્વની ઉજવણી યોજનાની ફાળવવામાં આવેલ ગ્રાન્ટ અંતર્ગત સીવીલ નોર્થ ઝોન વોર્ડ નં. 2 સોનલનગર એફ.પી. નં. 102, ટી.પી. સ્કીમ નં. શ્ જેએમસી કોમન પ્લોટમાં નંદઘર માટે કમ્પાઉન્ડ વોલ તથા ગાંધીનગરમાં સ્કુલ નં. 32 / 50 પાછળ નંદઘર માટે કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામ અંગે રૂા.13.30 લાખ અને સીવીલ નોર્થ ઝોન વોર્ડ નં. 2 સોનલનગર આંગણવાડી કેમ્પસ તથા સ્કુલ નં. 32 / 50 ના કેમ્પસમાં સી.સી. બ્લોક / પેવર બ્લોકના કામ અંગે રૂા. 14.50 લાખનું ખર્ચ મંજુર કરવામા આવ્યું હતું.
સીવીલ નોર્થ, સાઉથ, ઇસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં જુદી- જુદી કંપનીઓ દ્વારા કેબલ લેઈગ / ગેસ પાઇપ લાઈન અને વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં આસ્ફાલ્ટ સ્ટ્રેન્ધનીંગના (ચરેડા) કામ અન્વયે રૂા.1.14 કરોડ, 15માં નાણાપંચની ગ્રાંટ અંતર્ગત વોર્ડ નં.11 માં ગુલાબનગર દયાનંદ સોસાયટીમાં કમ્પાઉન્ડ સાથે કોમ્યુનીટી હોલ બનાવવાના કામે માટે રૂ.14.53 લાખ, શહેર ઝોન-2 માં જુદી જુદી જગ્યા એ ડી.આઈ. પાઈપ લાઈન નાંખવાના મજુરી કામ અંગે વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ માટે રૂ. 23.23 લાખ નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.
સપ્લાય ઓફ આઈ.એસ.આઈ. માર્ક 150 થી 200 એમ.એમ. ડાયા કે-7 કલાસ ડી.આઈ.સી. એલ. પાઇપ્સ (વીથ રબ્બર ગાસ્કેટ) ક્ધફમીંગ ટુ આઈ.એસ. 8329/2000 બીયરીંગ આઇ.એસ. આઇ. માર્ક એન્ડ સુટેબલ ફોર પુશ ઓન જોઈન્ટસના કામ અંગે રૂા.95.88 લાખ, ટ્રન્સપોર્ટેશન, લોવરીંગ, લેઈગ ટેસ્ટીંગ એન્ડ કમીશનીંગ ઓફ 1100 એમ.એમ. ડાયા એમ.એસ. એન્ડ 700 એમ.એમ. ડાયા ડી.આઈ. કે-7 પાઈપ લાઈન એટ ધુંવાવ બીજ ઈન્કલુંડીંગ કનેકશન વિથ એકઝીસટીંગ પાઈપ લાઈન એન્ડ ડીસમેન્ટલીંગ એન્ડ રીમુવિંગ ઓફ એકઝીસ્ટીંગ 1100 એમ.એમ. ડાયા એમ.એસ. એન્ડ 700 એમ.એમ. ડાયા ડી.આઈ. પાઈપ લાઈન એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓફ રીમુવડ પાઈપ લાઈન એટ જે.એમ.સી. ખીજડીયા સ્ટોર ફોર શીફટીંગ ઓફ પાઈપ લાઈન ઈન ક્ધસ્ટ્રકશન ઓફ ધુંવાવ બ્રીજના કામ અંગે રૂા. 24.95 લાખ નો મંજુર રખવા આવ્યો હતો.
ચીફ ઓડીટર તરફથી રજુ થયેલ જામનગર મહાનગરપાલિકાનો સને 2022-23 નો ઓડીટ-અહેવાલ ને મંજુર કરવામાં આવ્યો હતો.ઉપરાંત અધ્યક્ષ સ્થાને થી એક દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી જેમાં જામનગર મહાનગર પાલિકાના ભાગ નંબર 1 થી 8 માંથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કામગીરી, ઓપન પોઈન્ટ ગાર્બેજ કલેકશન, બીન્સ કલેકશન કરી પોતાના બંધ બોડીના વાહનો દ્વારા નિકાલ કરવા નું કામ અંગે 4 માસ અથવા નવુ ટેન્ડર મંજુર થવા સુધી બે માંથી જે વ્હેલુ હોય ત્યાં સુધી ની મુદત અને ખર્ચ રૂા.1200 લાખ પ્રોરેટા અનુસાર મંજુર કરવામાં આવ્યું હતું.આમ આજે કુલ રૂા. 18 કરોડ પપ લાખ નાં ખર્ચ ને મંજૂરી આપવામાં આવી હતી.