- વિશ્ર્વની સૌથી પહેલી કોમ્પ્યુટર પ્રોગ્રામર મહિલા હતી : વિન્ડોઝનું ઓરીજનલ નામ ઇન્ટરફેસ મેનેજર હતું : 2040 સુધીમાં મોટાભાગની નોકરી સુપર કોમ્પ્યુટર પોતે જ કરવા લાગશે
- પ્રથમ પેઢીના કોમ્પ્યુટર 1945થી 1955 સુધી ચાલ્યા, જે કદમાં ખૂબ જ મોટા હતા અને ઓછા કાર્યક્ષમ હતા : 1951માં તૈયાર કરેલ કોમ્પ્યુટર ધંધાકીય કાર્ય કરવા સક્ષમ હતું
આજની દુનિયા સુપર કોમ્પ્યુટર, સ્માર્ટફોન અને એ.આઇ. થી સજ્જ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી આજે ખૂબ જ વિકસિત થઈ છે, ત્યારે સમગ્ર દુનિયા આપણી આંગળીના ટેરવે આવી ગઈ છે, પણ પ્રારંભે તેની થયેલી શોધ વિશે ઘણી રસપ્રદ માહિતીઓ આ લેખમાં પ્રસ્તુત કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વમાં સૌથી પ્રથમ કોમ્પ્યુટર પ્રોગ્રામર એક મહિલા હતી. કોમ્પ્યુટરમાં 700 કરતા વધુ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે. 2040 સુધીમાં મોટાભાગની નોકરી સુપર કોમ્પ્યુટર પોતે જ કરવા લાગશે. એક મહિનામાં કોમ્પ્યુટરમાં નવા પાંચ હજાર વાયરસ બની જાય છે.
કોમ્પ્યુટર જનરેશનની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ પાંચ જનરેશન આવી ગયા છે.
અગાઉના સમયનાં કમ્પ્યુટર્સનાં કોઇ એક ડિવાઇઝને ઓળખવું પણ અધરૂ હતું, કારણકે સમયાંતરે ‘કમ્પ્યુટર’ શખ્દનો અર્થ બદલાતો જાય છે. મૂળરૂપે ‘કમ્પ્યુટર’ શબ્દ એવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે, આંકડાકીય ગણતરી કરી શકે એવા માનવીય કમ્પ્યુટર ઘણીવાર યાંત્રિક ગણતરીના સાધનની પણ મદદ લેતા હોય છે. આધુનિક કમ્પ્યુટરનો ઇતિહાસ બે અલગ પ્રાવૈધિક વિજ્ઞાન સાથે શરૂ થયા છે. આપોઆપ થતી ગણતરી અને પ્રોગ્રામેબિલિટી.
અગાઉના યાંત્રિક ગણન સાધનોના ઉદાહરણમાં અબાકસ, સ્લાઇડ રૂલ (ગણતરી આપોઆપ કરી શકાય તેવી પટ્ટી)અને નક્ષત્રમાપક યંત્ર તથા એન્ટિખિથેરાની યાંત્રિક પઘ્ધતિનો સમાવેશ થાય છે. એલેકઝાન્ડ્રીયાના હેરોનમાં મિકેનિકલ થિયેટર બન્યું હતું જે 10 મિનિટ સુધી નાટક બતાવતું હતું, અને તે દોરડાઓ તથા ડ્રમ્સની જટિલ પઘ્ઘતિ દ્વારા ચાલતુ હતું. મિકેનિઝમનો કયો હિસ્સો ખેલ કરશે તે નકકી કરવા કદાચ તેની રચના કરવામાં આવી હતી. આ પ્રોગ્રામેબિલિટીનો સાર છે. કેસલ કલોક ખગોળશાસ્ત્રને લગતી ઘડિયાળની શોધ અલ-જઝારીએ 1206માં કરી હતી. તેને સૌથી પહેલુ પ્રોગ્રામ કરી શકાય તેવું એનાલોગ કમ્પ્યુટર ગણવામાં આવે છે. તે રાશિ, સૂર્યની ભ્રમણકક્ષા અને ચંદ્રની ભ્રમણકક્ષા બતાવતું હતું અર્ધચન્દ્રકાર પોઇન્ટર દર કલાકે સ્વયચાલિત દરવાજા ખોલીને બહાર આવે છે. અને વોટર વ્હીલ સાથે જોડેલા કેમ્શેફર દ્વારા ચાલતા લિવર દ્વારા પાંચ રોબોટિક સંગીતકારો સંગીત વગાડે છે. સમગ્ર વર્ષ દરમિયાન દિવસ અને રાતની બદલતી લંબાઇ માપવા દરરોજ દિવસ અને રાતની લંબાઇને ફરી પ્રોગ્રામ કરી શકાય છે.
મધ્ય યુગના અંતમાં યુરોપિયન મેથેમેટિકસ અને એન્જિનિયરીંગમાં નવું જોમ જોવા મળ્યું અને વિલ્હેલ્મ શિકાર્ડનું 1623 યંત્ર યુરોપિયન એન્જિનીયર્સ દ્વારા બનાવવામાં આવેલા મિકેનિકલ કેલ્કયુલેટર્સમાં પેહલુ હતું. જોકે તેમાનાં કોઇપણ ડિવાઇઝિસ કમ્પ્યુટરની આધુનિક વ્યાખ્યામાં બંધ બેસતા નથી કારણ કે તેને પ્રોગ્રામ કરી શકાતા નથી.
1801માં જોસેફ મેરી જેકવોર્ડ કાપડ બનાવવાની સાળમાં સુધારો કર્યો હતો. તેમણે સાળમાં જટિલ પેટર્ન્સનું વણાટ કામ ઓટોમેટિકલી થાય તે માટે ચોકકસ ઢબે કાણા પાડેલા પેપરની શ્રેણીનો ઉપયોગ ઢાંચા તરીકે કર્યો હતો. તેના પરિણામે કમ્પ્યુટરના વિકાસમાં જેકવાર્ડ લૂમ મહત્વનું પગલુ બની રહ્યું કારણ કે વણાટની પેટર્ન્સ તરીકે પંચ કરેલા કાર્ડનો ઉપયોગ સૌથી પહેલો મર્યાદિત પ્રોગ્રામેબિલીટીના પ્રકાર તરીકે જોઇ શકાય.
તે ઓટોમેટિક ગણતરીનું પ્રોગ્રામેબિલીટી સાથેનું મિશ્રણ હતું તેણે પહેલુ ઓળખાવી શકાય તેવુ કમ્પ્યુટર બનાવ્યું હતું. 1837માં, એનાલિટીકલ એન્જિન કહેવાતુ સંપૂર્ણ પ્રોગ્રામ કરી શકાય તેવા મિકેનિકલ કમ્પ્યુટરની કલ્પના અને ડિઝાઇન આપનાર ચાલ્સ બેબેજ પહેલો હતો. મર્યાદિત ભંડોળને કારણે અને ડિઝાઇન સાથે બેદરકારી ન સહી સકનાર બેબેજે ખરેખર કયારેય એનાલિટીકલ એન્જિન બનાવી શકયા નહોતા.
ટેબ્યુલેટિંગ મશીન દ્વારા અમેરિકાના સંયુકત યુનાઇટેડ રાજ્યોની વસ્તીગણત્રી, 1890માં પંચ કાર્ડનો મોટા પાયાનો ઓટોમેટેડ ડેટા પ્રોસેસ કરવામાં આવ્યો હતો, જેની ડિઝાઇન હર્મન હોલ્લેરિથ દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને કમ્પ્યુટીંગ ટેબ્યુલેટીંગ રેકોડીંગ કોપોરેશન દ્વારા ઉત્પાદન કરવામાં આવ્યું હતું. જે બાદમાં આઇબીએમ થયું. 19મી સદીના અંતમાં અસંખ્ય ટેકનોલોજીઓ, જે બાદમાં પ્રેકટીકલ કમ્પ્યુટરો દેખાવા માંડયા બાદ રિયલાઇજેશનમાં ઉપયોગી સાબિત થયા હતા. જેમાં પંચકાર્ડ, બૂલિયન બિજગણિત, વેકયુમ ટયૂબ, થર્મીયોનિક વાલ્વ અને ટેલિપ્રિન્ટરનો સમાવેશથાય છે.
20મી સદીના પૂર્વાધમાં વૈજ્ઞાનિક ગણત્રીઓની ઘણી જરૂરિયાત વ્યવહારદક્ષ એનાલોગ કમ્પ્યુટર દ્વારા પુરી કરવામાં આવતી હતી. જે ગણત્રી માટે સીધા યંત્રચાલીત અથવા વિદ્યુતવાલીત મોડેલનો ઉપયોગ કરે છે. જો કે તે પ્રોગ્રામ કરી શકાય તેવા નહોતા અને મોટેભાગે તેમાં આધુનિક ડિજિટલ કમ્પ્યુટર્સ જેવી સંપૂર્ણતા અને ઝડપનો અભાવ છે.
કમશ વધુ શક્તિશાળી અને લવચીક કમ્પ્યુટિંગ ડિવાઇસિસની રચના 1930 અને 1940માં થઇ હતી. ધીમે ધીમે તેમાં આધુનિક કમ્પ્યુટર્સમાં જોવા મળતી મહત્વની લાક્ષણિકતાઓનો ઉમેરો થતો ગયો. ડિજિટલ ઇલેકટ્રોનિકસ (મોટેભાગે કલુડ શેનન દ્વારા 1937માં શોધાયેલું) અને વધુ લવચીક પ્રોગ્રામબિલિટીનો ઉપયોગ આવશ્યક જરૂરી પગલા હતાં. પણ આ માર્ગ સાથે એક પોઇન્ટને પહેલુ ડિજિટલ ઇલેકટ્રોનિક કમ્પ્યુટર ગણાવવું મુશ્કેલ છે.