- જામનગરમાં ગુરુદ્વાર ખાતે ગુરુનાનક દેવજીની 555મી જન્મ જયંતિની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઇ હતી.
- સમગ્ર ગુરુદ્વારને શણગારવામાં આવ્યુ હતું.
Jamnagar News : જામનગર ખાતે ગુરુદ્વારે ગુરુસિંઘ સભામાં ગુરુનાનકજીની 555મી જન્મ જયંતિ ધામધૂમથી મનાવવામાં આવી રહી છે. જેમાં ગુરુદ્વાર ખાતે થી પ્રભાત ફેરી આયોજન કરવામાં આવ્યું હતું અને સેજ સાહેબનું આરંભ કરવામાં આવ્યુ હતું. જે આજે 15નવેમ્બરના દિવસે સેજપાઠજીની સમાપ્તિ કરવામાં આવી હતી. તે પછી શબ્દ કીર્તન તે પછી ગુરુ કે લંગર મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં શીખ સમાજના ભાઈઓ અને બહેનો તથા ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં જોડાયા હતા.
ગુરુનાનક દેવજીનો જન્મ અવતાર માતા તૃપ્તા જી અને પિતા મેહતા કાલૂ જીના ઘરે નાનકાણા સાહેબમાં થયો હતો. જે હાલ પાકિસ્તાનમાં છે. તેમજ શીખ ધર્મના પહેલા ગુરુ ગુરુનાનદેવજી હતા. તેમના ત્રણ સિદ્ધાંતો હતા ‘નામ જપો; કીર્તન કરો અને વંડ છકો,,અર્થ થાત હંમેશા ભગવાન ને યાદ કરો ,મહેનત કરો ,અને એક બીજા હળી-મળી ને સંપી ને લોકોની સેવા કરો. તેમણે આખી દુનિયાનું પરિભ્રમણ પણ કર્યું હતું. છેલ્લે તે કરતારપુરમાં અંતિમ સમયમાં રહેતા હતા અને ત્યાં તે જોતીજોત સમાગએ દેવ લોક થયા હતા.
આજે આખો વિશ્વ ગુરુનાનક દેવજી ની 555મી જન્મ જયંતિ ઉજવી રહી છે. ત્યારે જામનગરના ગુરુદ્વારમાં પણ એક સપ્તાહમાં અલગ અલગ ધાર્મિક કાર્યકર્મો કરવામાં આવ્યા હતા. તેમજ આજ રોજ 10 વાગ્યે સેજ પાઠજીની સમાપ્તિ કરવામાં આવી હતી. તે પછી ગંગાનગરથી વિશેષ મહેમાન સાહેબ ગગનદીપ સિંઘજી શબ્દ કીર્તન, કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ‘ ગુરુકા લંગર’ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં શીખ સમાજ અને સિંધી સમાજ લોકોએ ભાગ લીધો હતો.
અહેવાલ : સાગર સંઘાણી