Ahmedabad : શહેરમાં આગામી સ્વચ્છ સર્વેક્ષણ પહેલાં સફાઇ અને ચોખ્ખાઇ જાળવવા માટે મ્યુનિ.સત્તાધીશોએ આકરાં પગલાં લેવાનો નિર્ણય કર્યો છે અને તેના ભાગરૂપે જાહેર માર્ગો ઉપર પાન-મસાલાની પિચકારી મારનારા વાહનચાલકોને CCTV કેમેરા ટ્રાફિક મેમો તો આપી રહ્યા છે. પરંતુ હવે શહેરમાં જાહેર રસ્તા પર થૂંકી શહેરના રસ્તાઓ ગંદા કરતા લોકો સામે પણ કાર્યવાહી કરાશે.
અનુસાર માહિતી મુજબ, અમદાવાદ શહેરના જાહેર રસ્તા પર પાન મસલાની પિચકારી મારશો તો દંડ ભરવો પડશે. તેમજ અમદાવાદ મહાનગર પાલિકા સોલિડ વેસ્ટ વિભાગ હવે કાર્યવાહી કરશે. જાહેર રસ્તા પર પાન મસાલની પિચકારી અથવા થૂંકશો તો પહેલા 100 રૂપિયાનો દંડ ભરવો પડશે. ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં પદાધિકારીઓ અને અધિકારીઓ ચર્ચા કર્યા બાદ આ નિર્ણય કરાયો છે. તેમજ જાહેર ચાર રસ્તા પર જયાં CCTV નજર હશે. ત્યાં CCTVના માધ્યમથી વાહનના આધારે વ્યક્તિનું સરનામું લઇ તેઓ ઘરે જઇને દંડ વસુલાત કરવાનો નિર્ણય કરાયો છે.
અમદાવાદ શહેરમાં ચાર રસ્તા પર રહેલા CCTV કેમેરા ટ્રાફિક મેમો તો આપી રહ્યા છે. પરંતુ હવે શહેરમાં જાહેર રસ્તા પર થૂંકી શહેરના રસ્તાઓ ખરાબ કરતા લોકો સામે પણ કાર્યવાહી કરાશે. આ ઉપરાંત અગાઉ કોરોના સમયે આ નિર્ણય કરાયો હતો. પરંતુ તે નિર્ણય થોડા સમય પુરતો જ અમલ રહ્યો હતો. ત્યારે ફરી એકવાર જાહેર રસ્તા પર થૂંકનાર સામે કાર્યવાહી કરાવાની જાહેરાત કરાય છે. પહેલા દંડમાં રકમ 100 રૂપિયા હશે. જો એ જ વ્યક્તિ બીજી વાર અને ત્રીજીવાર મળશે તો દંડની રકમ વધી જશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો દાવો છે ત્યારે આ નિર્ણય કરવાથી જાહેર રસ્તાઓ ગંદકી થતી અટકશે. શહેરના ચાર રસ્તા પર આવેલી ફુટપાથ કરોડોના ખર્ચે તૈયાર થાય છે. પરંતુ લોકો ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહે છે. અને જાહેરમાં પાન મસાલા થૂંકે છે જેથી ફુટપાથની ડિઝાઇન ખરાબ થઇ જાય છે. આ સમગ્ર ઘટના રોકવા અને અમદાવાદ શહેરની સુંદરતામાં કોઇ ડિઝાઇન ખરાબ ન થાય તે માટે આ નિર્ણય કરાયો છે. તેમજ ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલમાં ઉભા રહેતા વાહન ચાલકો આડેધડ પાન મસાલા ખાય રસ્તાઓ ખરાબ કરતા હોય છે. જેને અટકાવવા માટે આ પ્રયાસ કરાયો છે. આ ઉપરાંત અગાઉ પણ આ નિર્ણય કરાયો છે.