- વર્ષ 2004માં શરૂ કરવામાં આવેલી પેઢી પ્રત્યે 20 વર્ષે પણ ગ્રાહકોનો વિશ્ર્વાસ અકબંધ
રાજકોટની સ્વાદની શોખીન પ્રજા મીઠાઈ અને ફરસાણ માટે ઘેલી છે. તેમાં પણ ખાસ અલગ-અલગ વેરાવટીની મીઠાઈઓ અને ફરસાણનો સ્વાદ લોકોના દાઢે હોય છે. ત્યારે વર્ષોથી શહેરના કોઠારીયા વિસ્તારમાં મીઠાઇ અને ફરસાણ માટે વિશ્ર્વાસપાત્ર સરનામાં તરીકે તિરૂપતિ ડેરી એન્ડ ફરસાણ પ્રસિદ્ધ છે. જ્યાં સ્વાદ શોખીન જનતાને 20થી વધુ જાતની મીઠાઈઓ અને 25થી વધુ પ્રકારના ફરસાણ વ્યાજબી ભાવે મળે છે. જ્યારે કોઠારીયા વિસ્તાર ગ્રામ પંચાયત હેઠળ આવતો હતો. ત્યારે વર્ષ 2004માં કોઠારીયા વિસ્તારના સોલવન્ટ ફાટક પાસે તિરૂપતિ ડેરી એન્ડ ફરસાણની શરૂઆત સ્વ.મથુરાદાસ પ્રાગજીભાઇ દેવાણીએ કરી હતી. જૂજ અને છૂટા છવાયા મકાનો અને રાજકોટ-ગોંડલ હાઇવે જ્યારે સિંગલ પટ્ટીનો હતો ત્યારે તિરૂપતિ ડેરી એન્ડ ફરસાણના પાયા નાખવામાં આવ્યા હતા. આ સમયે કોઠારીયા વિસ્તાર ખુબ ઓછી વસ્તી ધરાવતું હતું. શરૂઆતમાં ઓછી વેરાયટીના મીઠાઇ અને ફરસાણ સાથે પ્રારંભ કર્યા બાદ ધીમે ધીમે સ્વ.મથુરાદાસ પ્રાગજીભાઇ દેવાણીએ વાવેલું બીજ ત્રીજી પેઢીએ વટવૃક્ષ બની ગયું છે.
હાલ તિરૂપતિ ડેરી એન્ડ ફરસાણ ખાતે અલગ-અલગ પ્રકારની 20 જેટલી મીઠાઇઓ બનાવવામાં આવે છે. જેમાં થાબડી, પેંડા, મોતીચૂરના લાડુ, શ્રીખંડ, બરફી સહીતની મીઠાઇઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે તિરૂપતિ ડેરી ખાતે બનાવવામાં આવતો ગુલાબપાક, ચોકલેટ બરફી, કસાટા બરફી લેવા માટે છેક શાપરથી માંડી રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી લોકો આવતા હોય છે. તિરૂપતિ ડેરી ખાતે 25થી વધુ જાતના ફરસાણ બનાવવામાં આવે છે. જેમાં પાપડી, ગાંઠીયા, તીખા ગાંઠીયા, સાદા ગાંઠીયા, ચકરી, બુંદીનો સમાવેશ થાય છે. આ ફરસાણનું નિર્માણ પણ તિરૂપતિ ડેરી ખાતે જ કરવામાં આવે છે. જેમાં શુદ્વ સીંગતેલનો ઉપયોગ કરવામાં આવે છે. તિરૂપતિ ડેરી ખાતે ગુણવત્તા માટે પુરતું ધ્યાન આપવામાં આવે છે. જે એકમાત્ર કારણ છે કે, અહીંયા એકવાર આવેલો ગ્રાહક બીજીવાર ખેંચાતો આવે છે.
ગુણવત્તાયુકત મીઠાઈ-ફરસાણ અને વ્યાજબી ભાવ : તિરૂપતિ ડેરીનો એકમાત્ર સિદ્ધાંત
તિરૂપતિ ડેરી અને ફરસાણ ખાતે અલગ-અલગ જાતના મીઠાઈ અને ફરસાણનું નિર્માણ કરીને વેંચાણ કરવામાં આવે છે. અહીંયા ગુણવત્તાયુક્ત મીઠાઈ અને ફરસાણ વ્યાજબી ભાવે આપવામાં આવે છે. જે એકમાત્ર કારણ છે કે, 20 વર્ષથી આ પેઢી પર ગ્રાહકોનો વિશ્ર્વાસ અકબંધ છે. તિરૂપતિ ડેરી ખાતે દરેક સામગ્રી ગુણવત્તાયુક્ત વાપરવામાં આવે છે તેમજ તમામ બાબતોમાં તકેદારી રાખવામાં આવે છે.
લગ્ન પ્રસંગે મીઠાઈ-ફરસાણનો ઓર્ડર લેવામાં આવે છે
તિરૂપતિ ડેરી ખાતે અઢળક પ્રકારની મીઠાઈઓ અને ફરસાણનું જાતે જ નિર્માણ કરવામાં આવે છે અને ગુણવત્તાયુક્ત વાનગીઓ પીરસવામાં આવે છે. ત્યારે આપના લગ્ન પ્રસંગમાં સ્વાદરૂપી સુગંધ ઉમેરવા માટે તિરૂપતિ ડેરીનો સંપર્ક કરી શકાય છે. જ્યાં લગ્ન પ્રસંગનો તમામ ઓર્ડર લેવામાં આવે છે અને વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત મીઠાઈ – ફરસાણ પીરસવામાં આવે છે.
સ્વ.મથુરાદાસ પ્રાગજીભાઇ દેવાણીએ શરૂ કરેલા વ્યવસાયની કમાન ત્રીજી પેઢીએ સંભાળી
વર્ષ 2004માં સ્વ.મથુરાદાસ પ્રાગજીભાઈ દેવાણીએ આ પેઢીની શરૂઆત કરી હતી. આ સમયમાં કોઠારીચા વિસ્તાર ગ્રામ પંચાયત હેઠળનો હતો. જૂજ વસ્તી ધરાવતા વિસ્તારની પ્રથમ ડેરી સ્વ.મથુરાદાસ પ્રાગજીભાઈ દેવાણીએ શરૂ કરી હતી. ટૂંકા સમયગાળામાં જ આ વિસ્તારમાં તિરૂપતિ ડેરીએ નામના મેળવી લીધી હતી. આજે તિરૂપતિ ડેરીને 20 વર્ષનો સમય વીત્યો છે અને ત્રીજી પેઢીએ વ્યવસાયની કમાન સંભાળી છે પરંતુ ગ્રાહકોમાં તિરૂપતિ ડેરીની વિશ્ર્વસનીયતા અકબંધ છે.