- ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ મહેસાણામાં 20 હોસ્પિટલ સામે લેવાશે પગલાં
- PMJAYમાં ગેરરીતિ સામે આવતાં કરાશે કાર્યવાહી
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી હતી, જેમાં બે લોકોના ભોગ પણ લેવાયા છે. આ હોસ્પિટલે PMJAY હેઠળ ગેરરીતિ સામે આવતાં કાર્યવાહી કરાશે. ત્યારે હવે મહેસાણા જિલ્લાની એક સાથે 20 હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)માં ગેરરીતિઓનો પર્દાફાશ થયો છે. તેમજ ખ્યાતિ હોસ્પિટલના બહુચર્ચિત કૌભાંડ પછી સ્થાનિક તંત્રે ધરેલી તપાસમાં આ કૌભાંડ બહાર આવ્યું છે. આ ઉપરાંત આ તમામ હોસ્પિટલોએ સરકારી યોજનાનો દુરુપયોગ કર્યાનો આરોપ છે, જેથી તેને દંડથી લઈને બ્લેકલિસ્ટ સુધીની કાર્યવાહી કરવામાં આવશે એવા પ્રાથમિક અહેવાલ છે. મહેસાણાના જિલ્લા કલેક્ટર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની રિવ્યૂ બેઠક યોજાઈ છે.
મહેસાણાના DDO ડૉ. હસરત જાસ્મીને ગેરરીતિ કરનાર હોસ્પિટલોને નોટિસ પણ આપી છે અને તેની સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે. ત્યારે ઘણી હોસ્પિટલ છે તેની પાસેથી રિકવરી કરી રહ્યા છીએ. તો કેટલીક હોસ્પિટલ બ્લેકલિસ્ટ પણ થઈ શકે છે. તેમજ હોસ્પિટલોને નિયમ મુજબ ચાલવાનું હોય છે. નિયમોનો ભંગ કરાતા હોસ્પિટલો વિરૂદ્ધ એક્શન લેવાયા છે.’