• સોમનાથ ટ્રસ્ટ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કરાઈ મહાપૂજા
  • દેશની સ્વતંત્રતા સમયે જુનાગઢને સ્વતંત્ર કરાવી સરદાર વલ્લભભાઈ પટેલ પહોંચ્યા હતા સોમનાથ
  • આ શુભ ઘડી ને આજે 77 વર્ષ પૂરા થતાં કરાઈ ઉજવણી
  • સમુદ્ર જળ હાથમાં લઈ સરદાર પટેલે સોમનાથ જીર્ણોધાર નો શુભ સંકલ્પ કર્યો અને ઇતિહાસના સર્જાયો

ગીર સોમનાથમાં સોમનાથ મંદિરના સંક્લ્પ દિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર અને પુરોહિતો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ શુભ સંકલ્પ સાથે સોમનાથ મહાદેવની મહાપૂજા માટે પવિત્ર દ્રવ્ય મહાદેવને અર્પણ કરવામાં આવ્યા હતા. જે દ્રવ્યથી પૂજારીગણ દ્વારા સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની આત્મશાંતિ અને ભારતના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંજે મહાદેવને વિશેષ સાયં શૃંગાર તથા દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અનુસાર માહિતી મુજબ, દેશની સ્વતંત્રતા સમયે જુનાગઢને સ્વતંત્ર કરાવી સરદાર વલ્લભભાઈ પટેલ 13 નવેમ્બર 1947ના રોજ સોમનાથ પહોંચ્યા હતા. તે શુભ ઘડી ને આજે 77 વર્ષ પૂરા થયા છે. જ્યારે સરદાર પટેલ સોમનાથ પહોંચ્યા હતા ત્યારે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. તેઓએ સોમનાથ મંદીરનાં પુનઃનિર્માણ માટે સમુદ્ર જળ હાથમાં લઈને સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે સંક્લ્પ કર્યો અને આજરોજ આ સંકલ્પને 77 વર્ષ પૂર્ણ થયા છે. કાળક્રમે સરદાર પોતાના મંદિરના જીર્ણોદ્ધારના સંકલ્પને પૂર્ણ થતો નિહાળવા જીવિત ન રહ્યાં, પણ આજે સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદારની પ્રતિમા અવિરત સોમનાથ મહાદેવના દર્શન કરી રહી છે. અને સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતા જનસેવા અને યાત્રી સુવિધાના પ્રકલ્પોને આશીર્વાદ આપી રહ્યા છે.

આજરોજ સોમનાથ મંદિરના સંક્લ્પ દિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર અને પુરોહિતો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ શુભ સંકલ્પ સાથે સોમનાથ મહાદેવની મહાપૂજા માટે પવિત્ર દ્રવ્ય મહાદેવને અર્પણ કરવામાં આવ્યા હતા. જે દ્રવ્યથી પૂજારીગણ દ્વારા સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી હતી. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની આત્મશાંતિ અને ભારતના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે સાંજે મહાદેવને વિશેષ સાયંશૃંગાર તથા દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

અહેવાલ : જયેશ પરમાર

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.