- પરિક્રમા કરતા સમયે યાત્રિકોએ જીવ ગુમાવ્યો
- 7 વૃદ્ધના હાર્ટ એટેકથી મોત
- યાત્રિકોના મૃતદેહને સ્થાનિક, પોલીસ ની મદદથી હોસ્પિટલ પહોંચાડાયા
- પરિક્રમા રૂટ પર આરોગ્ય વિભાગની ટીમ ખડે પગે
Junagadh : ગિરનારની પરિક્રમાના બે દિવસ દરમ્યાન કુલ 9 યાત્રિકોના હાર્ટએટેકથી મોત થયા છે. આ બનાવથી સાથે આવેલા યાત્રીઓમાં ગમગીની વ્યાપી ગઈ હતી. તેમજ ગઈકાલે સવારથી પરિક્રમા શરૂ થઈ ગઈ છે. જૂનાગઢના ગિરનારમાં લીલી પરિક્રમા દરમિયાન કુલ 9 લોકોના હાર્ટ એટેકથી મોત થાય છે. ત્યારે તમામ વ્યક્તિની ઉંમર 50 વર્ષથી વધુની છે. આ ઉપરાંત પરિક્રમામાં સતત ચાલવું ન જોઈએ અને શરીરની કાળજી રાખવી જોઈએ.
અનુસાર માહિતી મુજબ, લીલી પરિક્રમામાં બે દિવસ દરમિયાન 7 યાત્રીકોના મોત થાય હતા. તેમજ પરિક્રમા કરતા સમયે યાત્રિકોએ જીવ ગુમાવ્યો હતો. આ દરમિયાન 7 વૃદ્ધના હાર્ટ એટેકથી મોત નિપજ્યાં હતા. યાત્રિકોના મૃતદેહને સ્થાનિક, પોલીસની મદદથી હોસ્પિટલ પહોંચાડાયા હતા. આ દરમિયાન પરિક્રમા રૂટ પર આરોગ્ય વિભાગની ટીમ ખડે પગે છે.
બે દિવસમાં 9 લોકોના હાર્ટએટેકથી મોત
મુળજી રૂડા લોખીલ ઉ.66 (ભારતીનગર, રાજકોટ)
પરશોતમ જગદીશ ભોજાણી ઉ.50 (નવાગામ, જસદણ)
હમીર સોડા લમકા ઉ.65 (અમરસર)
રસિક ભોવાન ભરડવા ઉ.60 (દેવળા)
મનસુખ મોહન ઉ.70 (રાજકોટ)
આલા ગોવિદ ચાવડા ઉ.50 (ગાંધીધામ)
અરવિંદ ડાયા સિંધવ ઉ.54 (સોરઠીયાવાડી, રાજકોટ)
અરૂણ હિમંતલાલ ટેઈલર ઉ.55 (મુંબઈ)
પટેલ નટવરલાલ દેવચંદ ઉ.70 (અમદાવાદ)
અહેવાલ : ચિરાગ રાજ્યગુરુ