- લીલી પરિક્રમામાં કામનાથ મહાદેવ ગ્રુપ દ્વારા છેલ્લા 26 વર્ષથી ચલાવાઈ છે અન્નક્ષેત્ર
- લીલી પરિક્રમાના અંતિમ પડાવ બોરદેવી મંદિર ખાતે ચલાવાઈ છે અન્નક્ષેત્ર
- દરરોજ 30 હજારથી વધુ ભક્તો ભોજન પ્રસાદ લઇ અનુભવે છે ધન્યતા
Junagadh : ગિરનાર લીલી પરિક્રમાના અંતિમ પડાવ બોરદેવી મંદિર ખાતે સુરતના કામનાથ મહાદેવ પ્રિન્સ ગ્રુપ દ્વારા છેલ્લા 26 વર્ષથી નિશુલ્ક અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ કામનાથ મહાદેવ ગ્રુપ દ્વારા નક્ષત્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ 30 હજારથી વધુ ભક્તો ભોજન પ્રસાદ લઇ ધન્યતા અનુભવે છે. બોરદેવી માતાજીના મંદિરના પટાંગણમાં જ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે. આ સાથે કોઈપણ જાતના ફાળા વગર ફક્ત ગ્રુપ મેમ્બરો દ્વારા જ અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરરોજ ભક્તોને અલગ અલગ ભોજન પીરસવામાં આવે છે. તેમજ ચાની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે.
ગિરનાર લીલી પરિક્રમા શ્રી કામનાથ મહાદેવ ગ્રુપ દ્વારા છેલ્લા 26 વર્ષથી ચલાવવામાં આવે છે અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. તેમજ ગિરનાર લીલી પરિક્રમાના અંતિમ પડાવ બોરદેવી મંદિર ખાતે સુરતના કામનાથ મહાદેવ પ્રિન્સ ગ્રુપ દ્વારા છેલ્લા 26 વર્ષથી નિશુલ્ક અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. આ વર્ષે પણ કામનાથ મહાદેવ ગ્રુપ દ્વારા નક્ષત્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ ૩૦ હજારથી વધુ ભક્તો ભોજન પ્રસાદ લઇ ધન્યતા અનુભવે છે.
બોરદેવી માતાજીના મંદિરના પટાંગણમાં જ અન્નક્ષેત્ર શરૂ કરાય છે. કોઈપણ જાતના ફાળા વગર ફક્ત ગ્રુપ મેમ્બરો દ્વારા જ અન્નક્ષેત્રનું આયોજન કરાય છે. જેમાં દરરોજ ભક્તોને અલગ અલગ ભોજન પીરસવામાં આવે છે તેમજ તેમાં 24 કલાક પરિક્રમા આવતા લોકોને ચા ની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. અન્નક્ષેત્રમાં શુદ્ધ સીંગતેલ માંથી ભોજન બનાવવામાં આવે છે. જેમાં 300 ડબ્બા સીંગતેલ વાપરવામાં આવે છે, 50 ડબ્બા શુદ્ધ ઘીનો મોહનથાળ પણ બનાવવામાં આવે છે તેમજ મસાલા પણ જાતે જ દડી અને રસોઈ બનાવવામાં આવે છે. આ દરમિયાન વન વિભાગના નિયમ મુજબ પ્લાસ્ટિકનો પણ અન્નક્ષેત્રમાં ક્યાંય ઉપયોગ કરવામાં આવતો નથી.
અહેવાલ : ચિરાગ રાજ્યગુરુ