• સચિન અને ભેસ્તાન વચ્ચે ટ્રેનની અડફેટે આવતાં ત્રણ મિત્રોનાં મોત
  • ત્રણેય મિત્રો દિવાળી પૂર્ણ કરીને વતનથી સુરત નોકરી માટે આવ્યા હતા
  • રેલવે પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળી આવ્યા મૃતદેહ

સુરતમાં સચિન અને ભેસ્તાન વચ્ચે ટ્રેનની અડફેટે આવતાં ત્રણ મિત્રોનાં મોત થયા હતા. જેમાં ત્રણેય મૃતકો બે-ત્રણ દિવસ પહેલાં જ ત્રણેય મિત્રો દિવાળી પૂર્ણ કરીને વતનથી સુરત નોકરી માટે આવ્યા હતા. તેમજ તેઓ ઝરીના કારખાનામાં નોકરી કરતા હતા. તેઓ ત્રણેય મિત્રો રેલવે ટ્રેક પર પસાર થતા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ સાથે રેલવે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટ્રેન પર યુવકના મૃતદેહ મળી આવ્યા હતા.ત્યારે પહેલા બે મૃતદેહ મળી આવ્યા ત્યારબાદ આજે સવારે વધુ એક મૃતદેહ જાડી જાખડામાંથી મળી આવ્યો હતો. ત્યારે રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

સચિન અને ભેસ્તાન ટ્રેન વચ્ચેની ઘટના સામે આવી છે. આ ધટના દરમિયાન ટ્રેનની અડફેટે આવતાં ત્રણ મિત્રોનાં મોત થાય હતા. ત્રણેય મૃતકો બે-ત્રણ દિવસ પહેલાં જ યુપીથી રોજગારી માટે આવ્યા હતા.ત્રણેય મિત્રો દિવાળી પૂર્ણ કરીને વતનથી સુરત નોકરી માટે આવ્યા હતા. તેમજ ત્રણે યુવકો ઝરીના કારખાનામાં નોકરી કરવા આવ્યા હતા.

સચિન વિસ્તારમાં રહેતા ત્રણેય મિત્રોનું સોમવારે ટ્રેનની અડફેટમાં આવી જતા મોત નીપજ્યું હતું. આ ઉપરાંત યુપીથી આવેલ પ્રમોદ નિશાદ, વડકું નિષાદ, દીનુ નિષાદ નામના ત્રણેય મિત્રોના મોત નીપજ્યા હતા. આ ઉપરાંત ત્રણેય મિત્રો રેલવે ટ્રેક પર પસાર થતા હતા, ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. રેલવે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટ્રેન પર યુવકના મૃતદેહ મળી આવ્યા હતા. પહેલા બે મૃતદેહ મળી આવ્યા ત્યારબાદ આજે સવારે વધુ એક મૃતદેહ જાડી જાખડા માંથી મળી આવ્યો હતો. આ ઉપરાંત રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.